For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પુત્રના લગ્ન પર કુમારસ્વામીઃ DMએ આપી હતી મંજૂરી, માસ્ક અનિવાર્ય નથી

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ શુક્રવારે લૉકડાઉન દરમિયાન પોતાના દીકરાના લગ્ન કરતા તે વિરોધ પક્ષના નિશાન પર પણ આવી ગયા.

|
Google Oneindia Gujarati News

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ શુક્રવારે લૉકડાઉન દરમિયાન પોતાના દીકરાના લગ્ન કર્યા. આ દરમિયાન સોશિયલ ડિસ્ટંસીંગની જોરદાર ધજિયા ઉડી સાથે જ કુમારસ્વામી વિરોધ પક્ષના નિશાન પર પણ આવી ગયા. હવે આ મામલે કુમારસ્વામીએ પોતાના પરિવારનો બચાવ કર્યો છે. સાથે જ ભાજપ પર પણ ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે. કુમારસ્વામીના દીકરી નિખિલના લગ્ન કોંગ્રેસના પૂર્વ મંત્રી એમ. કૃષ્ણપ્પાની ભત્રીજી રેવતી સાથે થયા છે.

જિલ્લાધિકારીએ લગ્ન સમારંભની અનુમતિ આપી હતી

જિલ્લાધિકારીએ લગ્ન સમારંભની અનુમતિ આપી હતી

ઈન્ડિયા ટુડેને આપેલા એક ઈન્ટરવ્યુમાં કુમારસ્વામીએ કહ્યુ કે કોરોના સંકટના આ સમયમાં થયેલા લગ્ન દરમિયાન તેમના તરફથી દરેક પ્રકારની સાવચેતી રાખવામાં આવી છે. કર્ણાટકના ડેપ્યુટી સીએમને ચેલેન્જ કરતા કહ્યુ કે જો કોઈ પણ ગરબડ થઈ હોય તો તેમના પર કાર્યવાહી કરો. જિલ્લાધિકારીએ લગ્ન સમારંભની અનુમતિ આપી હતી. સાથે જ સમારંભમાં જેટલા પણ વાહન હતા, બધાના પાસ હતા. વળી, માસ્ક પહેરવા સવાલ પર તેમણે કહ્યુ કે WHOએ એવી કોઈ એડવાઈઝરી જારી કરી નથી જેમાં બધા માટે માસ્ક પહેરવુ અનિવાર્ય હોય.

ભાજપ પર આરોપ

ભાજપ પર આરોપ

તેમણે જણાવ્યુ કે આ સમારંભમાં માત્ર ખાસ સંબંધીઓ જ શામેલ થયા હતા. વળી, બીએસ યેદિયુરપ્પા પર હુમલો કરીને તેમણે કહ્યુ કે થોડા દિવસ પહેલા મુંબઈના બાંદ્રા સ્ટેશન પર જે નિયમોની ધજિયા ઉડી હતી અને હજારો લોકો ભેગા થયા હતા તેના માટે કોણ જવાબદાર હતુ. તેમના ત્યાં લગ્ન સમારંભમાં માત્ર નજીકના સંબંધીઓ જ શામેલ થયા હતા. વળી, મીડિયા રિપોર્ટ પર બોલતા તેમણે કહ્યુ કે અમુક ચેનલ લૉકડાઉનના નિયમો તોડવાનો આરોપ લગાવીને પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડાની ધરપકડની માંગ કરી રહ્યા છે, આ સમાચારોથી તેમને દુઃખ પહોંચ્યુ છે.

ટ્વિટ કરીને લોકોનો આભાર માન્યો

ટ્વિટ કરીને લોકોનો આભાર માન્યો

વળી, લગ્ન સમારંભ બાદ કુમારસ્વામીએ ટ્વિટ કરીને શુભકામનાઓ માટે સમર્થકોનો આભાર માન્યો. વળી, એક બીજા ટ્વિટમાં તેમણે લખ્યુ કે આ મુશ્કેલીનો સમય ખતમ થયા બાદ બધા સાથે બેસીને જમીશુ. વળી, લગ્નનો ફોટો સામે આવતા જ સોશિયલ મીડિયા પર યુઝર ભડક્યા. લોકોનુ કહેવુ છે કે સરકાર માત્ર ગરીબો પર જ કાર્યવાહી કરી શકે છે. મોટા લોકોને નિયમો તોડવાની છૂટ છે.

આ પણ વાંચોઃ ચીનની વુહાન લેબ પર આવેલા રિપોર્ટ્સ પર બાજ નજરઃ ડોનાલ્ડ ટ્રમ્પઆ પણ વાંચોઃ ચીનની વુહાન લેબ પર આવેલા રિપોર્ટ્સ પર બાજ નજરઃ ડોનાલ્ડ ટ્રમ્પ

English summary
Kumaraswamy says district magistrate permitted the function of his son wedding
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X