બળાત્કારના દોષીઓને ફાંસી અપાવીશું: લાલૂ યાદવ

લાલૂએ કહ્યું કે બળાત્કાર કરનારાઓને ફાંસીની સજા થવી જોઇએ, અમે લોકો કાયદો બનાવીશું અને એવા લોકોને કડકમાં કડક સજા અપાવીશું. ભાજપના નેતા પ્રકાશ જાડવેકરે કહ્યું કે પીએમ એટલા દિવસ ચુપ રહ્યા અને હવે બોલ્યા છે. તે જનતાનો મૂડ સમજી રહ્યાં નથી. આ સરકાર દિશાહીન છે.
ભાજપના નેતા સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે દેશની જનતાને ખબર છે કે તેમને કોઇ નહીં મળે. પીએમએ સ્પષ્ટ રીતે કાગળ પર આશ્વાસન આપ્યું છે. આ પ્રકારના નિવેદનથી જનતાની ઇજાઓ પર મરહમ નહીં લાગે, પીએમને આક્રોશ અને ખેદથી આગળ વધવું પડશે.












Click it and Unblock the Notifications
