For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈતિહાસમાં પહેલીવાર બદ્રીનાથ, કેદારનાથ ધામના કપાટ ખુલવાની તારીખમાં બદલાવ, જાણો નવી તારીખ

ઈતિહાસમાં પહેલીવાર બદ્રીનાથ, કેદારનાથ ધામના કપાટ ખુલવાની તારીખમાં બદલાવ, જાણો નવી તારીખ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દેવભૂમિ ઉત્તરાખંડમાં 26 એપ્રિલથી ચારધામ યાત્રા શરૂ થવાની વાત કહેવામાં આવી રહી હતી અને માનવામાં આવી રહ્યુ્ં હતું કે 29 એપ્રિલે બ્રહ્મ મુહૂર્તમાં કેદારનાથ ધામના કપાટ ખુલશે, પરંતુ આ વખતે ઉત્તરાખંડ સરકાર સમક્ષ વિકરાટ સમસ્યા આવી ગઈ છે. કોરોના લોકડાઉનને ધ્યાનમાં રાખી બદ્રીનાથ ધામના કપાટ ખોલવાની તારીખમાં બદલાવ કરવામાં આવ્યો છે અને હવે કેદારનાથ ધામના કપાટ ખોલવાને લઈ મંગળવારે અંતિમ ફેસલો લેવામાં આવશે. સૂત્રો મુજબ એવું પહેલીવાર થયું જ્યારે બદ્રીનાથ જીના કપાટ ખુલવાની નિર્ધારિત તારીખમાં પરિવર્તન કરવામાં આવી રહ્યું છે.

15 મેએ ધામના કપાટ ખોલાશે

15 મેએ ધામના કપાટ ખોલાશે

ઉલ્લેખનીય છે કે સોમવારે ટિહરી મહારાજ મનુજેંદ્ર શાહ સાથે મુખ્યમંત્રી ત્રિવેંદ્ર સિંહ રાવત અને પર્યટન મંત્રી સતપાલ મહારાજે બેઠક કરી. જેમાં લૉકાડઉનની સ્થિતિને જોતા બદ્રીનાથ ધામના કપાટ ખોલવાની તારીખમાં બદલાવ કર્યો. હવે બદ્રીનાથ ધામના કપાટ 15 મેના રોજ સવારે 4.30 વાગ્યે ખોલવામાં આવશે. પર્યટન મંત્રી સતપાલ મહારાજે આ જાણકારી આપી.

ઈતિહાસમાં પહેલીવાર તારીખ બદલાશે

ઈતિહાસમાં પહેલીવાર તારીખ બદલાશે

જણાવી દઈએ કે પ્રાચીન કાળથી બદ્રીનાથ ધામના કપાટ ખોલવાની તિથિ વસંત પંચમીએ ટિહરી રાજ દરબાર પંચાંગ ગણતરીના આધારે જ થાય છે. આ વર્ષે પહેલીવાર નિર્ધારિત તિથિમાં પરિવર્તન કરવામાં આવ્યું છે. બદ્રીનાથ ધામના ધર્માધિકારી ભુવન ચંદ્ર ઉનિયાલનુ્ં કહેવું છે કે પહેલીવાર કપાટ ખુલવાની તિથિમાં બદલાવ થયો છે અને આ પરિવર્તન મંદિરના ઈતિહાસમાં પહેલીવાર થયો છે. તેમણે જણાવ્યુ્ં કે કપાટ ખુલતા પહેલા જોશીમઠમાં થતા ધાર્મિક મેળાના આયોજન પર કોરોના સંકટના કારણે હજી વિચાર કરવામમાં આવશે.

કેદારનાથ ધામના પટ ક્યારે ખુલશે જાણો

કેદારનાથ ધામના પટ ક્યારે ખુલશે જાણો

જણાવી દઈએ કે ભગવાન શિવના અગ્યારમા જ્યોતિર્લિંગ કેદારનાથ દામના કપાટ ખુલવાની તિથિ મહાશિવરાત્રિ પર્વ પર પંચાંગ ગણતરી મુજબ 29 એપ્રિલ સવારે 6 વાગીને 10 મિનિટે નિર્ધારિત કરવામાં આવી હતી પરંતુ કોરોનાને પગલે લૉકડાઉનને કારણે હવે બાબા કેદારનાથના કપાટોદ્ઘાટનની તિથિમાં બદલાવ કરતા પ્રદેશ સરકાર દ્વારા શ્રી બદ્રીનાથ દામના કપાટ ખુલવાની નવી તારીખ આગામી 15 મે ઘોષિત કરવામાં આવી છે.

મંગળવારે બેઠકમાં નિર્ણય લેવાશે

મંગળવારે બેઠકમાં નિર્ણય લેવાશે

માનવામાં આવી રહ્યું છે કે 14 મેના રોજ સવારે 6 વાગ્યે ઉઠી 10 મિનિટ પર કેદારનાથ ધામના કપાટ ખોલવામમાં આવી શકે છે. આ વાતને લઈ મંગળવારે વરિષ્ઠ તીર્થપુરોહિત, આચાર્ય અને વેદપાઠિયોની હાજરીમાં કેદારનાથ રાવલ ભીમાશંકર લિંગના દિશા-નિર્દેશો પર મંત્રણા બાદ જ નિર્ણય લેવામાં આવશે. જો કેદારનાથ ધામના કપાટ ખોલવાની તારીખમાં બદલાવ થાય ચે તો તેનાથી દ્વિતીય કેદાર ભગવાન મદ્મહેસ્વર અને તૃતીય કેદાર ભગવાન તુંગનાથ ધામના કપાટ ખોલવાની તિથિમાં પણ બદલાવ કરવો પડશે, જે પહેલા 11 મે અને 20 મે નક્કી હતી. આ ઉપરા્ંત કેદારનાથના ક્ષેત્રપાળ ભગવાન ભૈરવનાથની વિશેષ પૂજાની તિથિ પણ નવી નક્કી કરવી પડશે.

જો આ ઈલાજ સફળ રહ્યો તો કોરોના પર થશે ભારતની સૌથી મોટી જીતજો આ ઈલાજ સફળ રહ્યો તો કોરોના પર થશે ભારતની સૌથી મોટી જીત

English summary
Lockdown: Badrinath-Kedarnath Dham kapat opening date changes for the first time in history
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X