મધ્યપ્રદેશ: વોટિંગ પહેલા ભાજપા નેતાની ગાડીમાંથી કેશ મળી આવી
મધ્યપ્રદેશ વિધાનસભાં ચૂંટણીના એક દિવસ પહેલા ભાજપા નેતાની ગાડીમાંથી કેશ મળી આવી હતી.
મધ્યપ્રદેશ વિધાનસભાં ચૂંટણીના એક દિવસ પહેલા ભાજપા નેતાની ગાડીમાંથી કેશ મળી આવી હતી. ભાજપના સિનિયર નેતા દેવરાજ સિંહ પરિહારિની ગાડીમાંથી પોલીસે કેશ જપ્ત કરી, જેને કારણે કોંગ્રેસને પણ બોલવાનો મોકો મળી ગયો. પોલીસ ઘ્વારા ભાજપા નેતાની ગાડીમાંથી 2.60 લાખ કેશ મળ્યા પછી કોંગ્રેસે આરોપ લગાવ્યો કે પોલીસ ભાજપના દબાણમાં કામ કરી રહી છે.

એસડીઓપી માનસિંઘ પરમાર અનુસાર સાવેર વિધાનસભા ક્ષેત્રમાં હાથુનીયા ફાંટા પર ભાજપા નેતાની ગાડીની તલાશી લેવામાં આવી, જેમાં તેમને ચૂંટણી પ્રચારની સામગ્રી સહીત 2.60 લાખ રૂપિયા કેશ મળ્યા. ત્યારપછી કોંગ્રેસ કાર્યકર્તાઓ ઘ્વારા હંગામો શરુ કરી દેવામાં આવ્યો. કોંગ્રેસે આરોપ લગાવો કે પોલીસ ભાજપના દબાણમાં કામ કરી રહી છે. પોલીસે ભાજપા નેતા વિરુદ્ધ ચૂંટણી આદર્શ આચાર સંહિતાને તોડવાનો આરોપ લગાવ્યો છે. તેમની વિરુદ્ધ ધારા 188 હેઠળ કેસ પણ નોંધવામાં આવ્યો છે.
આ પણ વાંચો: મધ્ય પ્રદેશ ચૂંટણી પહેલા જાણો ધર્મ આધારે વસતી, રોજગાર દર, શહેરી ક્ષેત્ર અને મુખ્ય મુદ્દા
જયારે કોંગ્રેસ કાર્યકર્તાઓ સામે ચક્કાજામ કરીને ટ્રાફિક સમસ્યા ઉત્પન્ન કરવા માટે ધારા 141 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. કોંગ્રેસે ચૂંટણી આયોગને અરજી કરી છે કે તેઓ અધિકારીઓ સામે એક્શન લે.
આ પણ વાંચો: એમપી વિધાનસભા ચૂંટણી 2018: 656 કરોડપતિ મેદાનમાં, સૌથી અમીર ભાજપના ઉમેદવાર












Click it and Unblock the Notifications
