Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

એમપી વિધાનસભા ચૂંટણી 2018: 656 કરોડપતિ મેદાનમાં, સૌથી અમીર ભાજપના ઉમેદવાર

મધ્ય પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં આ વખતે કરોડપતિ ઉમેદવારોની સંખ્યામાં જબરદસ્ત વધારો થયો છે.

મધ્ય પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં આ વખતે કરોડપતિ ઉમેદવારોની સંખ્યામાં જબરદસ્ત વધારો થયો છે. ગઈ ચૂંટણીમાં 19 ટકા ઉમેદવાર કરોડપતિ હતા પરંતુ આ વખતે તેમની સંખ્યામાં વધારો થયો છે અને તે 24 ટકા સુધી પહોંચી ગયો છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિપોર્ટ અનુસાર આ વખતે કુલ 2716 ઉમેદવાર મેદાનમાં છે જેમાં 685 ઉમેદવાર રાષ્ટ્રીય પાર્ટીના ઉમેદવાર છે. જ્યારે 348 ઉમેદવાર સ્થાનિક પાર્ટીના ઉમેદવાર છે. વળી, 1015 અપક્ષ ઉમેદવાર મેદાનમાં છે.

24 ટકા ઉમેદવાર કરોડપતિ

24 ટકા ઉમેદવાર કરોડપતિ

કુલ 656 ઉમેદવારોમાંથી 24 ટકા ઉમેદવારો એવા છે કે જે કરોડપતિ છે જ્યારે ગઈ વખતે 2494 ઉમેદવારોમાંથી 471 ઉમેદવારો એટલે કે 19 ટકા ઉમેદવારો કરોડપતિ હતા. ભાજપના કુલ 179 ઉમેદવારો પર નજર નાખીએ તો તે કરોડપતિ છે. એટલે કે ભાજપના કુલ 81 ટકા ઉમેદવાર કરોડપતિ છે. જ્યારે કોંગ્રેસના 173 એટલે કે 78 ટકા, બસપાના 214માંથી 52 ઉમેદવાર એટલે કે 24 ટકા કરોડપતિ છએ. વળી, આમ આદમી પાર્ટીના 38 એટલે કે 18 ટકા ઉમેદવાર કરોડપતિ છે. આ તમામ લોકોના શપથપત્ર અનુસાર તેમની સંપત્તિ એક કરોડ એટલે કે તેનાથી વધુ છે.

સરેરાશ સંપત્તિ 1.73 કરોડ

સરેરાશ સંપત્તિ 1.73 કરોડ

આ વખતે ચૂંટણી મેદાનમાં ઉમેદવારોની સરેરાશ સંપત્તિ કાઢીએ તો તે 1.73 કરોડ રૂપિયા છે. એકલા ભાજપના કુલ ઉમેદવારોની સરેરાશ સંપત્તિ કાઢીએ તો તે 6.23 કરોડ રૂપિયા છે. જ્યારે કોંગ્રેસના 223 ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 8.62 કરોડ, આપના 2.6 ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 67.72 લાખ, બસપાના 214 ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 1.16 કરોડ રૂપિયા છે. વળી, 7 ઉમેદવાર એવા પણ છે કે જેમણે પોતાની સંપત્તિ શૂન્ય બતાવી છે. વળી, 544 ઉમેદવાર એવા પણ છે જેમણે ના તો પોતાના પેન કાર્ડ અને ના સંપત્તિની જાણકારી આપી છે.

સૌથી અમીર ઉમેદવારની સંપત્તિ 226 કરોડ

સૌથી અમીર ઉમેદવારની સંપત્તિ 226 કરોડ

ત્રણ સૌથી અમીર ઉમેદવાર ભાજપના છે. વિજયરાઘવગઢથી ભાજપ ઉમેદવાર સંજય પાઠકે પોતાની સંપત્તિ 226 કરોડ ઘોષિત કરી છે. છેલ્લા પાંચ વર્ષોમાં તેમની સંપત્તિમાં 86 ટકાનો વધારો થયો છે. વળી, કોંગ્રેસ ઉમેદવાર સંજય શર્મા કે જે તેંડુખેડાથી મેદાનમાં છે તેમની કુલ સંપત્તિ 130 કરોડ છે. છેલ્લા પાંચ વર્ષોમાં તેમની સંપત્તિમાં 100 ટકાનો વધારો થયો છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X