Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Live: મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી શરૂ, શિવરાજે કહ્યું- અમે જ જીતીશું

Live: મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી શરૂ, શીવરજે કહ્યું- જીતશું

નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં આજે 200 સીટ માટે મતદાન થઈ રહ્યું છે. મતદાતાઓને ધ્યાનમાં રાખી ચૂંટણી પંચે રાજ્યમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દીધો છે. પાછલા 15 વર્ષથી મધ્ય પ્રદેશની સત્તા પર ભાજપનો કબ્જો છે. શિવરાજ સિંહ ચૌહાણે ફરી એકવાર ભગવો લહેરાશે તેવો દાવો કર્યો છે. જ્યારે કોંગ્રેસે પણ સતતા વિરોધી લહેરના આધારે પોતાનો વનવાસ ખતમ કરવાનો પ્રયાસ કરી રહી છે. બસપા અને સપાના ચૂંટણી મેદાનમાં ઉતરવાથી મધ્ય પ્રદેશમાં રસપ્રદ મુકાબલો થઈ ગયો છે. સવારે 7 વાગ્યાથી શરૂ થયેલ ચૂંટણીમાં સાંજે 5 વાગ્યા સુધી મત પડશે. વાંચો મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીની દરેક પળની લાઈવ અપડેટ..

madhya pradesh assembly election

Nov 28, 2018, 10:47 am IST

મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી દરમિયાન ગુનામાં એક અને ઈન્દોરમાં ચૂંટણી આયોગના બે અધિકરીના ધબકારા બંધ થઈ જતાં મોત
Nov 28, 2018, 10:46 am IST

મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં કોંગ્રેસી નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતાનો મત નાખ્યો, મતદાન બાદ બોલ્યા સિંધિયા- પ્રદેશણાં બનશે કોંગ્રેસના સરકાર
Nov 28, 2018, 10:45 am IST

મધ્ય પ્રદેશના અગર માલવા પોલિંગ બૂથ પર 101 વર્ષના વૃદ્ધાએ મતદાન કર્યું, 230 વિધાનસભા સીટ માટે મતદાન ચાલુ
Nov 28, 2018, 9:47 am IST

કેટલાય જિલ્લામાં ખરાબ ઈવીએમની ફરિયાદ, ઉજ્જૈનમાં બદલવામાં આવ્યાં 2 ખરાબ ઈવીએમ, અલીરાજપુરમાં 11 વીવીપટ મશીન બદલ્યાં, બુરહાનપુરમાં 5 વીવીપટ અને 2 ઈવીએમ બદલ્યાં.
Nov 28, 2018, 9:41 am IST

અમે લોકોએ 200 સીટ જીતવાનું લક્ષ્ય રાખ્યું છે અને અમારા લાખો કાર્યકરો આ લક્ષ્ય પૂરો કરવા રાત-દિવસ મહેનત કરી રહ્યા છે.
Nov 28, 2018, 9:39 am IST

સીએમ શિવરાજ સિંહ ચૌહાણે બુધનીમાં પોતાનો મત નાખ્યો, મતદાન કરી શિવરાજ બોલ્યા- અમે 100 ટકા નિશ્ચિંત છીએ કે ભાજપ પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવશે.
Nov 28, 2018, 9:28 am IST

મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં પહેલીવાર મતદાન કરવા આવી રહેલા વોટર્સમાં ઉત્સાહ, ભોપાલમાં પોલિંગ બૂથની બહાર મોટી સંખ્યામાં વોટ આપવા પહોંચેલા યુવા મતદાતા.
Nov 28, 2018, 8:59 am IST

મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં મંત્રી યશોધરા રાજે સિંધિયાએ શિવપુરીના પોલિંગ બૂથ પર મત નાખ્યો, કોંગ્રેસના સિદ્ધાર્થ લડી રહ્યાં છે ચૂંટણી
Nov 28, 2018, 8:58 am IST

કોંગ્રેસના નેતા કમલનાથે છીંદવાડામાં પોતાનો મત નાખ્યો.
Nov 28, 2018, 8:57 am IST

કોંગ્રેસના નેતા કમલનાથે છીંદવાડામાં પોતાનો મત નાખ્યો.
Nov 28, 2018, 8:57 am IST

મધ્ય પ્રદેશઃ સીએમ શિવરાજ સિંહ ચૌહાણે પોતાનો મત નાખ્યો.
Nov 28, 2018, 8:57 am IST

ગ્વાલિયરમાં પણ ઈવીએમ ખરાબ થયું
Nov 28, 2018, 8:56 am IST

એમપી ચૂંટણીઃ ઈન્દોર બાદ પંચશીલનગરમાં ઈવીએમ ખરાબ થયું, મતદાન અટક્યું
Nov 28, 2018, 8:56 am IST

પીએમ મોદીએ ટ્વીટ કર્યું- આજે મધ્ય પ્રદેશમાં મતદાનનો દિવસ છે. પ્રદેશના તમામ મતદાતાઓને આગ્રહ કરું છું કે પૂરા ઉત્સાહ સાથે લોકતંત્રના મહાપર્વમાં ભાગ લે અને મોટી સંખ્યામાં મતદાન કરે.
Nov 28, 2018, 8:55 am IST

મધ્ય પ્રદેશની જીતને લઈને પૂરો ભરોસો છેઃ શિવરાજ સિંહ ચૌહાણ
Nov 28, 2018, 8:54 am IST

એક-એક વોટ મધ્ય પ્રદેશને સારું ભવિષ્ય આપશેઃ શિવરાજ સિંહ ચૌહાણ
Nov 28, 2018, 8:54 am IST

કોંગ્રેસના નેતા કમલનાથે છિંદવાડા સ્થિત હનુમાન મંદિરમાં પૂજા કરી, મધ્ય પ્રદેશની જનતામાં ભરોસો જતાવ્યો
Nov 28, 2018, 8:53 am IST

મધ્ય પ્રદેશની 230 સીટ માટે રાજ્યમાં મતદાન થઈ રહ્યું છે, ઈન્દોર અને એક પોલિંગ બૂથની તસવીરો.
Nov 28, 2018, 8:53 am IST

અમે ખેડૂતોની વાત કરીશું, તેઓ રામ મંદિર અને મૂર્તિની વાત કરશેઃ દિગ્વિજય સિંહ
Nov 28, 2018, 8:52 am IST

ગત રાત્રે સાડી અને દારૂ વહેંચવામાં આવ્યો, પ્રશાસન નિષ્ક્રિયઃ દિગ્વિજય સિંહ
Nov 28, 2018, 8:52 am IST

મને મધ્ય પ્રદેશની જનતા પર પૂરો વિશ્વાસ છે, તેઓ સરળ અે માસૂમ લોકો છે જેમને ભાજપે લાંબા સમય સુધી લૂંટ્યા છેઃ કમલનાથ
Nov 28, 2018, 8:51 am IST

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મતદાન શરૂ થતા પહેલા પોતાના પરિવાર સાથે નર્મદા નદીના તટ પર પૂજા-અર્ચના કરી.
Nov 28, 2018, 8:50 am IST

મધ્ય પ્રદેશ ચૂંટણીઃ બાલઘટની 3 સીટ પર વોટિંગ શરૂ, બપોરે ત્રણ વાગ્યા સુધી મતદાન થશે
Nov 28, 2018, 8:50 am IST

મધ્ય પ્રેદશમાં વોટિંગ શરૂ, કડક સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X