
મહારાષ્ટ્રઃ ગાયબ એનસીપી ધારાસભ્ય પાછા આવ્યા, કર્યા સનસનીખેજ ખુલાસા
મહારાષ્ટ્રમાં ચાલી રહેલ રાજકીય ઉથલપાથલ વચ્ચે એનસીપીના ગાયબ ધારાસભ્ય અનિલ પાટિલ પાછા આવી ચૂક્યા છે. પાછા આવ્યા બાદ તે મીડિયા સામે આવ્યા અને તેમણે ઘણા ખુલાસા કર્યા. અનિલ પાટિલે કહ્યુ કે મને દિલ્લીથી મુંબઈ લાવવામાં આવ્યો તો ત્યાં 100-200 ભાજપ સમર્થકો હાજર હતા. આ દરમિયાન અહીં સાદા વેષમાં ઘણા પોલિસવાળા અને પોલિસની કારો પણ હાજર હતી જેનાથી અમે ઘણા ડરી ગયા હતા.
અનિલ પાટિલે કહ્યુ કે અમે શરદ પવાર સાહેબને જણાવ્યુ કે અમે પાછા આવવા ઈચ્છીએ છીએ અને પાર્ટી સાથે જ રહેવા ઈચ્છીએ છીએ. તેમણે અમને ભરોસો અપાવ્યો હતો કે અમને પાછા લાવવામાં આવશે અને આના માટે જે જરૂરી હશે તેની વ્યવસ્થા કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસના મુખ્યમંત્રી અને અજીત પવારના ઉપમુખ્યમંત્રી બન્યા બાદ એનસીપી-શિવસેના-કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજી પર સુનાવણી કરીને કોર્ટે પોતાના ચુકાદો સુરક્ષિત રાખી લીધો. કોર્ટ મંગળવારે સવારે 10.30 વાગે પોતાનો ચુકાદો સંભળાવશે.
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી બાદ કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યુ કે અમારી પાસે સંખ્યા છે. સુરજેવાલાએ કહ્યુ કે અમારી પાસે એનસીપી-કોંગ્રેસ-શિવસેનાના ધારાસભ્યોના સોગંદનામા છે, જેના પર તેમણે સહી કરી છે. તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન કેન્દ્ર તરફથી કહેવામાં આવ્યુ કે ભાજપ પાસે 105 ધારાસભ્યોનુ સમર્થન છે. આ ઉપરાંત તેમની પાસે એનસીપીના 54 ધારાસભ્યો તેમજ 11 અપક્ષ ધારાસભ્યોનું સમર્થન છે. કેન્દ્ર તરફથી કોર્ટમાં હાજર થયેલા મુકુલ રોહગતીએ કહ્યુ કે ધારાસભ્યોની સહી અસલી છે.
આ પણ વાંચોઃ સિંઘવી-સિબ્બલે SCમાં 24 કલાકમાં વીડિયોગ્રાફી સાથે ફ્લોર ટેસ્ટની કરી માંગ