For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કલકત્તા: આગમાં 19 ભડથું, સરકારે વામફ્રંટને ગણાવી જવાબદાર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

fire
કલકત્તા, 27 ફેબ્રુઆરી: કલકત્તાના સૂર્યસેન બજારમાં રાત્રે ત્રણ વાગ્યાના સુમારે ભયંકર આગ ભડકી હતી. જેમાં 12 લોકોના મોત નિપજ્યાં છે. પોલીસના જણાવ્યા અનુસાર આગ રાત્રે 3.50 વાગે લાગી હતી. 15 લોકો આગમાં સળગીને ભડથું થઇ ગયા છે જ્યારે 8 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આગ ઓલવવા માટે ફાયરબ્રિગેડની 25 ગાડીઓ બોલાવવામાં આવી છે.

Upadate: 3:58

કોલકત્તા, 27 ફેબ્રુઆરી: કલકત્તાના સૂર્યસેન બજારમાં રાત્રે ત્રણ વાગ્યાના સુમારે ભયંકર આગ ભડકી હતી. જેમાં 19 લોકોના મોત નિપજ્યાં છે. પોલીસના જણાવ્યા અનુસાર આગ રાત્રે 3.50 વાગે લાગી હતી. 15 લોકો આગમાં સળગીને ભડથું થઇ ગયા છે જ્યારે 8 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આગ ઓલવવા માટે ફાયરબ્રિગેડની 25 ગાડીઓ બોલાવવામાં આવી છે. જોકે આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટને ગણવામાં આવે છે.

ધટનાસ્થળની મુલાકાત લેવા પહોંચેલા મમતા બેનર્જીએ મૃતકોના પરિવારજનોને બે લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50 હજાર રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી છે. મમતા બેનર્જીએ તપાસ માટે પોલીસ, અગ્નિશામક દળ અને નગર પાલિકાના અધિકારીઓની સંયુક્ત ટીમની રચના કરી ત્રણ દિવસમાં તપાસ રિપોર્ટ સોંપવાનો આદેશ કર્યો છે.

કહેવામાં આવે છે કે આગ કાગળની એક ફેક્ટરીના ગોડાઉનમાં લાગી હતી અને પછી ચોતરફ ફેલાઇ ગઇ હતી. ગોડાઉનના માલિક વિરૂદ્ધ એફઆરઆઇ દાખલ કરવામાં આવી છે.

અગ્નિશામક મંત્રી જાવેદ ખાનનું કહેવું છે કે બજારમાં આવેલી આ બિલ્ડીંગ ગેરકાયદેસર છે. આટલું જ નહી માર્કેટમાં પ્લાસ્ટિક તથા અન્ય જ્વલનશીલ પદાર્થોનું ગોડાઉન પણ બનાવવામાં આવ્યું છે. સાથે તેમને માર્કેટના ગેરકાયદેસર નિર્માણ માટે પૂર્વ વામમોર્ચા સરકારને જવાબદાર ગણાવી છે.

સંયુક્ત પોલીસ ઓફિસર જાવેદ શમીમે કહ્યું હતું કે મૃતકોમાં એક મહિલાનો સમાવેશ થાય છે, જો કે 17 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. ઘાયલો સારવાર માટે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યાં છે. આગની લપેટમાં ઘેરાયેલા ગોડાઉનમાંથી છ લોકોને બેભાન અવસ્થામાં નિકાળવામાં આવ્યાં હતા. પોલીસકર્મીઓ અને બચાવ કાર્યએ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી દિધી છે.

પોલીસના જણાવ્યા અનુસાર આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી તો બીજી તરફ આગના કારણે નુકસાનનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. આ ઘટનામાં જવાબદાર લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

ઘટનાસ્થળે પહોંચેલા સૂર્યકાંત મિશ્રાએ કહ્યું હતું કે ઘટનાને લઇને રાજકારણ થવું ન જોઇએ, નિષ્પક્ષ રીતે તપાસ કરી દોષીઓ વિરૂદ્ધ કાર્યવાહી થવી જોઇએ. સૂત્રોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં આગ ઓલવવા માટે કોઇ વ્યવસ્થા ન હતી. આ ઘણો ભીડભાડવાળો વિસ્તાર છે. સૂર્યનગર બજારની આસપાસ એક મોટાપ્રમાણમાં વસ્તી રહે છે.

આગ કાગળના એક ગોડાઉનમાં લાગી હતી ત્યારબાદ તેને વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ગોડાઉનમાં પ્લાસ્ટિકનો સામાન રાખવામાં આવ્યો હતો. સૂર્યસેન બજાર ભારે ભીડભાડવાળો વિસ્તાર છે. સૂર્યસેન બજારમાં કપડા, શાકભાજી અને પ્લાસ્ટિકની લગભગ 400 દુકાનો આવેલી છે. અને આ વિસ્તાર સિયાલદાહ સ્ટેશન નજીક આવેલો છે.

આગ પર કાબૂ મેળવવામાં 18 ફાયરબ્રિગેડની ગાડીઓને લગભગ ત્રણ કલાક જેટલો સમય લાગ્યો છે. ઇજાગ્રસ્તનોને સરકાર સંચાલિત એનઆઇએસ અને મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યાં છે. પોલીસના જણાવ્યા અનુસાર આગ લાવવાના કારણે ભારે નુકસાન થયું હોવાનું અનુમાન લગાવવામાં આવે છે. હજુ સુધી તપાસ ચાલુ જેથી કરીને કોઇ વ્યક્તિ બહાર નીકાળી શકાય.

English summary
A major fire engulfed a six-storey market complex in central Kolkata's Sealdah area early Wednesday, killing at least 7 people and injuring 8 others.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X