For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કલકત્તામાં નરેન્દ્ર મોદીના કાર્યક્રમને પરવાનગી નહી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

કલકત્તા, 3 એપ્રિલ: પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ બિહારના મુખ્યમંત્રી નિતિન કુમાર પગલે ચાલવા લાગ્યાં છે. ભાજપાએ મંગળવારે આરોપ લગાવ્યો હતો કે મમતા બેનર્જીની સરકાર ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને અહીંની યાત્રા દરમિયાન પાર્ટી દ્રારા નવ એપ્રિલના અહીં એક સ્ટેડિયમમાં નાગરિક અભિનંદન આયોજીત કરવાની યોજનાને પરવાનગી આપવાની મનાઇ કરી દિધી છે.

રાજ્ય સરકાર રાજકીય કારણોને લીધે પરવાનગી આપી રહી નથી. કલકત્તાનું આ સ્ટેડિયમ રાજ્ય સરકારના ખેલ વિભાગનું છે અને તેમાં કાર્યક્રમનું આયોજન કરવાની પરવાનગી સરકાર આપતી નથી.

ભાજપે દાવો કર્યો હતો કે મધ્ય માર્ચમાં રાજ્ય સરકાર દ્રારા સંચાલિત નેતાજી ઇંડોર સ્ટેડિયમના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ સ્ટેડિયમ કાર્યક્રમ માટે છે પરંતુ ત્યારબાદ તેને જણાવ્યું હતું કે આ દિવસનું બુકિંગ ખુલી નથી. ભાજપના પ્રવક્તા રિતેશ તિવારીએ કહ્યું હતું કે 'અમે નેતાજી ઇંડોર સ્ટેડિયમમાં નવ એપ્રિલના રોજ નરેન્દ્ર મોદીના એક નાગરિક અભિનંદન કરવા માંગતા હતા પરંતુ અમને જણાવવામાં આવ્યું છે કે આ દિવસે બુકિંગ ઉપલબ્ધ નથી.

modi-mamata

કલકત્તાના પાર્ટી અધ્યક્ષ રાહુલ સિંહાએ મુખ્યમંત્રી મમતા બેનર્જીને પત્ર લખીને કાર્યક્રમ માટે સ્ટેડિયમ ઉપલબ્ધ કરવવાનો અનુરોધ કર્યો છે. રાહુલ સિંહાએ મુખ્યમંત્રી કાર્યાલયમાંથી તેમણે જાણકારી મળી હતી કે સ્ટેડિયમ ખાલી નથી. આ મુદ્દે મુખ્યમંત્રી કોઇ મદદ ના કરી શકે. નવ એપ્રિલના રોજ નરેન્દ્ર મોદી પશ્વિમ બંગાળના પ્રવાસે આવી રહ્યાં છે. હવે તે એક ફાઇવ સ્ટાર હોટલમાં બંગાળના ઉદ્યોગપતિઓને સંબોધિત કરશે.

English summary
A civic reception for Narendra Modi planned by BJP at a stadium in Kolkata during his visit on April 9 has been denied permission by the Mamata Banerjee government, the party alleged on Tuesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X