For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એર ઇન્ડિયાના વિમાનને હાઇજેક કરવાની ધમકી આપનારની ધરપકડ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

કલકત્તા, 5 જાન્યુઆરી: પહેલાં પોરબંદરમાં સંદિગ્ધ બોટ અને હવે એર ઇન્ડિયા વિમાનને હાઇજેક કરવાની ધમકીથી દેશના લોકોના દિલમાં ભય પેદા થવો સ્વભાવિક છે. પરંતુ આપણી ગુપ્તચર એજેંસી સતત આ નાપાક હરકતોને રોકવાનો પ્રયત્ન કરી રહી છે ત્યારે તો રવિવારે સ્પેશિયલ ટાસ્ક ફોર્સે તે યુવકને પકડી લીધો જેને એર ઇન્ડિયાના વિમાનને હાઇજેલ કરવા અને તેને બોમ્બથી ઉડાવવાની ધમકી આપી હતી.

સ્પેશિયલ ટાસ્ક ફોર્સે જે મીડિયાને જાણકારી આપી છે તેના અનુસાર પકડાયેલો યુવક 35 વર્ષનો છે અને તેનું નામ પ્રશાંત વિશ્વાસ છે જેને કલકત્તાથી જ ઝડપી પાડવામાં આવ્યો છે.

air-india

એર ઇન્ડિયાના વિમાનને હાઇજેક કરવાની ધમકી આપનારની ધરપકડ
અત્રે ઉલ્લેખનીય છે કે કલકત્તાના બઉબજાર પોલીસ મથકના એર ઇન્ડિયા ઓફિસમાં શનિવારે સાંજે 5.20 વાગે એક ધમકીભર્યો ફોન આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે એર ઇન્ડિયાના વિમાનને હાઇજેક કરવાની વાત કહેવામાં આવી હતી. આ ફોન કોલ બાદ ધમકી આપનાર વ્યક્તિને સ્પેશિયલ ટાસ્ક ફોર્સ શોધી રહી હતી અને રવિવારે સાંજે તેની શોધખોળ કરી લેવાની આવી.

ધરપકડ કરવામાં આવેલા યુવકનું નામ પ્રશાંત વિશ્વાસ છે
તમને જણાવી દઇએ કે ગુપ્તચર વિભાગે ચેતાવણી આપી છે કે આતંકવાદી અફઘાનિસ્તાન જનાર એર ઇન્ડિયાના વિમાનોને પણ નિશાન બનાવી શકે છે. એટલા માટે કેન્દ્રિય ઔદ્યોગિક સુરક્ષા બળ (સીઆઇઇએસએફ)ને સચેત રહેવું અને પ્રત્યેક વ્યક્તિની ગતિવિધિઓ પર નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે.

હવાઇ મથકોની સુરક્ષા વધારવામાં આવી છે
આ ઉપરાંત એર ઇન્ડિયાના પ્રવક્તા જી.પી. રાવે મીડિયાને જણાવ્યું હતું કે તેમના કલકત્તા સ્થિત મુખ્યાલયમાં શનિવારે એક અજ્ઞાત વ્યક્તિનો ફોન આવ્યો હતો, જેણે કહ્યું હતું કે કલકત્તા-કાબૂલ જનાર વિમાનનું અપહરણ કરી લેવામાં આવશે. પરંતુ ત્યારબાદ આ એક અફવા નિકળી અમે અફવા ફેલાવનારની ધરપકડ કરી દિધી છે. જી.પી. રાવે કહ્યું કે ''દિલ્હીથી કાબૂલ જનાર વિમાનોના ખતરા પર ગુપ્તચર એજેંસીઓ પાસેથી કોઇ આધિકારીક જાણકારી મળી નથી. પરંતુ તપાસ ચાલુ છે.''

English summary
One Prasanta Biswas has been arrested from Bongaon in North 24-Parganas by the special task force (STF) of Kolkata police in connection with the threat call that was made yesterday to the Air India office in Bowbazar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X