• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Man vs Wild: મોદીની હિંદીને આ રીતે સમજી શકતા હતા બેયર ગિલ્સ

|

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રેડિયો પર પ્રસારિત પોતાના મનકી બાત કાર્યક્રમમાં ડિસ્કવરી ચેનલ પર પ્રસારિત થયેલા તેમના 'મેન વર્સિસ વાઈલ્ડ' એપિસોડ વિશે દેશવાસીઓ સાથે ખુલીને વાત કરી છે. તેમણે જણાવ્યુ છે કે તેમની પાસે ઘણા બધા લોકોના સવાલ આવ્યા છે, જેમાં તેમને પુછવામાં આવ્યુ કે કાર્યક્રમમાં જ્યારે તેઓ હિંદી બોલી રહ્યા હતા ત્યારે બેયર ગિલ્સ તેને સરળતાથી કેવી રીતે સમજી લેતા હતા. પ્રધાનમંત્રીએ વિસ્તારથી આ સવાલનો જવાબ આપ્યો છે તેમણે જણાવ્યુ કે આ ટેક્નોલોજીની કમાલ છે.

પ્રધાનમંત્રીએ 'મન કી બાત'માં કહ્યુ કે 'મેન વર્સિસ વાઈલ્ડ' એપિસોડમાં ટેક્નોલોજી તેમના અને બેયર ગિલ્સ વચ્ચે પુલનું કામ કરી રહી હતી. તે જે હિંદી બોલી રહ્યા હતા તેનું ગિલ્સના કાનમાં લાગેલ ડિવાઈસ અંગ્રેજીમાં અનુવાદ કરી દેતી હતી. જેથી તેમને બેયર ગિલ્સને હિંદીમાં પોતાની વાત સમજાવવામાં કોઈ મુશ્કેલી આવતી ન્હોતી. આ ટેક્નોલોજીથી બધુ સરળ બની ગયુ. પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે આજકાલ દુનિયામાં જ્યાં પણ જાવ ત્યાં આ પ્રોગ્રામની ચર્ચા થઈ રહી છે. તેમણે કહ્યુ આ મારા માટે નવો અનુભવ છે. લોકો વાઈલ્ડ લાઈફ, પર્યાવરણ, વાધ, સિંહ અને જીવોમાં રસ ધરાવે છે અને તે વિશે જાણવા ઈચ્છે છે.

ટેક્નોલોજીએ ઘટાડ્યુ બે ભાષા વચ્ચેનું અંતર

ટેક્નોલોજીએ ઘટાડ્યુ બે ભાષા વચ્ચેનું અંતર

પ્રધાનમંત્રીએ દેશવાસીઓના મનમાં ઉભા થયેલ આ રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો છે. તેમણે કહ્યુ કે લોકો સંકોચ સાથે મને પુછી રહ્યા હતા કે મોદીજી જણાવો કે તમે હિંદી બોલી રહ્યા હતા અને બેયર ગિલ્સ હિંદી જાણતા નથી તો આટલી ઝડપથી કેવી રીતે તમારી વચ્ચે સંવાદ થતો હતો? શું આ પાછળથી એડિટ કરવામાં આવ્યુ છે? કે પછી તેનું વારંવાર શુટિંગ કરવામાં આવ્યુ છે? પીએમએ લોકોના આ સવાલ પરથી રહસ્ય ઉઠાવતા જવાબ આપ્યો કે, જુઓ, એમાં કોઈ રહસ્ય નથી. રિયાલિટીતો એ છે કે બેયર ગિલ્સ સાથે વાતચીત દરમિયાન ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ કરાયો. જ્યારે હું કંઈ બોલતો તેનું તરત જ અંગ્રેજીમાં અનુવાદ થઈ જતું. બેયર ગિલ્સના કાનમાં એક કૉડલેસ-નાનકડુ ઉપકરણ લગાવાયુ હતુ. હું બોલતો હતો હિંદી પણ તેમને અંગ્રેજીમાં સંભળાતુ હતુ. જેને કારણે સંવાદ સરળ બન્યો. આ ટેક્નોલોજીની કમાલ છે.

165 ભાષામાં પ્રસારણની યોજના

165 ભાષામાં પ્રસારણની યોજના

પ્રધાનમંત્રીએ જણાવ્યુ કે છેલ્લા અઠવાડિયામાં તે જ્યાં પણ ગયા ત્યાં આ પ્રોગ્રામની ચર્ચા થઈ રહી છે. આ કાર્યક્રમે માત્ર ભારતના જ નહિં પણ દુનિયાભરના યુવાઓથી જડી દીધા. પ્રધાનમંત્રીએ જણાવ્યુ કે ડિસ્કવરીના આ કાર્યક્રમને 165 દેશોમાં તેમની ભાષામાં પ્રસારિત કરવાની યોજના છે. આજે જ્યારે પર્યાવરણ, ગ્લોબલવોર્મિંગ, ક્લાઈમેટ ચેન્જ પર વૈશ્વિક મંથન કરાઈ રહ્યુ છે ત્યારે મને આશા છે કે આ કાર્યક્રમ ભારતનો સંદેશ, તેની પરંપરા, તેના સંસ્કાર, પ્રકૃતિ પ્રત્યે સંવેદનશીલતાને વિશ્વથી પરિચિત કરાવવામાં મદદ મળશે. મને વિશ્વાસ છે કે ભારતમાં ક્લાઈમેટ જસ્ટિસ અને ક્લીન એન્વારમેન્ટની દિશામાં લેવાયેલા પગલાંને લોકો જાણવા ઈચ્છે છે.

12 ઓગસ્ટે પ્રસારિત થયો હતો આ એપિસોડ

12 ઓગસ્ટે પ્રસારિત થયો હતો આ એપિસોડ

ડિસ્કવરીની ચેનલ પર 'મેન વર્સિસ વાઈલ્ડ' શોનું પ્રસારણ 12 ઓગસ્ટની રાત્રે 9 વાગે કરાયુ હતુ. આ શોના હોસ્ટ બેયર ગિલ્સ સાથે ભારતીય પ્રધાનમંત્રી મોદી એડવેન્ચર કરતા જોવા મળે છે. આ શૉનું શુટિંગ ઉતરાખંડના જિમ કોર્બેટ નેશનલ પાર્કમાં થયુ હતુ. આ શો ને દુનિયાના 180 થી વધુ દેશોમાં જોઈ શકાયુ. આ એપિસોડને લઈ હાલમાં જ બેયર ગિલ્સે કહ્યુ કે આ શો શાનદાર રહ્યો. બેયર ગિલ્સે એક ટ્વીટ કરીને જણાવ્યુ કે 3.6 બિલીયન લોકો સુધી પોતાની છાપ છોડવા સાથે આ એક અધિકારીક રીતે સૌથી વધુ ટ્રેન્ડ કરનારી ટીવી ઈવેન્ટ બની ગયુ છે. બેયરે જણાવ્યુ કે એક વૈશ્વિક નેતા તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુશ્કેલીના સમયે શાંત રહે છે. વિપરિત પરિસ્થિતિ અને ખરાબ વાતાવરણમાં તેમણે બહાદુરીથી તેનો સામનો કર્યો. ગિલ્સે કહ્યુ કે મોદી જેવા વૈશ્વિક નેતાનું જંગલમાં એડવેન્ચર માટે જવું એ સૌભાગ્યની વાત છે. ગિલ્સ કહે છે કે તમે રાજનેતાઓને હંમેશા સ્માર્ટ શુટમાં જોયા છે, પણ જંગલમાં બધા એક સમાન છે. અમે તે વખતે વરસાદનો પણ સામનો કર્યો. શુટિંગ કરી રહેલી ટીમને પણ પરિસ્થિતિની ચિંતા હતી જ્યારે પીએમ મોદી એકદામ શાંત હતા. જે અમારી યાત્રામાં જોઈ શકો છો.

ભ્રષ્ટાચાર પર મોટી કાર્યવાહી, 22 અધિકારીઓને જબરજસ્તી હટાવ્યા

English summary
Man vs Wild: This is how Bayer Giles understood Modi's Hindi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X