માફી માંગી પણ તેમ છતાં મણિશંકરને કોંગ્રેસથી કરાયા સસ્પેન્ડ

Posted By:
Subscribe to Oneindia News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નીચ આદમી કહેવા મામલે કોંગ્રેસ નેતા મણિશંકર ઐય્યરને પાર્ટીની પ્રાથમિક સદસ્યતાથી નિલંબિત કરવામાં આવ્યા છે. સાથે જ પાર્ટીએ ઐય્યરને કારણ બતાવો નોટિસ પણ પાઠવી છે. જો કે તે પહેલા જ મણિશંકર ઐય્યરે પીએમ મોદીને નીચ શબ્દ બોલવા માટે માફી માંગી લેતા કહ્યું હતું કે નીચ શબ્દનો મારો તે મતલબ નથી. મારી ભાષા અંગ્રેજી છે અને "નીચ" નો અર્થ "લો" વ્યક્તિ તરીકે કરી હતી. જો તેનો કોઇ અન્ય કે ખોટા અર્થ નીકળે છે તો તે માટે હું માફી માંગુ છું. નોંધનીય છે કે આ પહેલા જ રાહુલ ગાંધીએ પણ મણિશંકર તરફથી અને કોંગ્રેસ વતી આ મામલે પીએમ મોદીની માફી માંગી લીધી હતી. આ મામલે તેમણે એક ટ્વિટ પણ કર્યું હતું.

Mani Shankar Aiyar

ઉલ્લેખનીય છે કે સવારે ઐય્યરે કહ્યું હતું કે આંબેડકરની સૌથી મોટી ઇચ્છાને જે વ્યક્તિ સાકાર કરી છે અને યોગદાન આપ્યું છે તે વ્યક્તિનું નામ છે જવાહર લાલ નહેરુ. અને તેના પરિવાર વિષે આવી ગંદી વાત કહેવામાં આવે છે તે પણ ત્યારે જ્યારે આંબેડકર ભવનનું ઉદ્ધાટન થતું હોય મને તો લાગે છે કે આ માણસની નીચ કિસ્મનો છે. તે વાત આ રીતે ગંદી રાજનીતિ કરવાની કોઇ જરૂર નથી. જે બાદ સુરત ખાતેની રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મામલે આપત્તિ વ્યક્ત કરતા આ સમગ્ર પ્રકરણના લીધે નવો જ વિવાદ ઊભો થયો હતો. અને છેવટે ગુજરાતમાં ચૂંટણી આવતી હોવાના કારણે અને દેશના પીએમ પર ટિપ્પણી કરવા મામલે મણિશંકરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

English summary
Mani Shankar Aiyar suspended from primary membership of Congress Party.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.