For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વ્યાપાર સંબંધ મજબૂત કરવા પ્રધાનમંત્રી જર્મની પ્રવાસે રવાના

|
Google Oneindia Gujarati News

manmohan singh
નવી દિલ્હી, 9 એપ્રિલ: જર્મની પ્રવાસે રવાના થતા પહેલા પ્રધાનમંત્રી મનમોહનસિંહે આજે જણાવ્યું કે તેમનો ઇરાદો વ્યાપાર સંબંધોને મજબૂત કરવાનો છે, કારણ કે ઘરઘથ્થું રોકાણને પ્રોત્સાહન આપવા, વિદેશી મૂડીને આકર્ષિત કરવા અને અર્થવ્યવસ્થાને દીર્ઘકાલિન 8 ટકા વિકાસના માર્ગે લાવવા માટે ભારત આ પગલું ભરી રહી છે.

મનમોહનસિંહ બર્લિનની ત્રણ દિવસીય યાત્રા પર રવાના થયા છે. તેમણે જણાવ્યું કે પ્રાથમિક માળખું, નિર્માણ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી, ઉચ્ચ શિક્ષણ, વ્યાવસાયિક પ્રશિક્ષણ અને સ્વચ્છ તથા અક્ષય ઉર્જા જેવા વિસ્તારોમાં જર્મની ભારતનું મહત્વનું ભાગીદાર છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે 'અમને આશા છે કે આ વિસ્તારમાં અમે ઘણા બધી સમજુતી અને એમઓયુ પર હસ્તાક્ષર કરીશું. અમારો ઇરાદો જર્મનીની સાથે વ્યાપાર અને રોકાણ સંબંધોને પ્રોત્સાહન આપવાનો છે.' વ્યાપાર, રોકાણ અને ટેકનોલોજીના વિસ્તારમાં યુરોપમાં જર્મની ભારતનું સૌથી મોટો ભાગીદાર દેશ છે.

2011માં ભારત-જર્મની દ્વિપક્ષીય વ્યાપારમાં 18.4 ટકાના વધારો નોંધાયો અને તે 18.37 અરબ યુરો સુધી પહોંચ્યો. જોકે વૈશ્વિક આર્થિક મંદીના કારણે ગયા વર્ષે તેમાં 5.5 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

English summary
Prime Minister Manmohan Singh Wednesday said he will seek German support for early conclusion of a balanced trade and investment with the European Union (EU).
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X