મુંબઇમાંથી 26 પાકિસ્તાની નાગરિક ગાયબ, ISI એજન્ટ હોવાની શંકા

Written By:
Subscribe to Oneindia News

દેશની આર્થિક રાજધાની મુંબઇમાંથી 26 પાકિસ્તાની નાગરિક અચાનક ગાયબ થઇ જતાં મુંબઇ પોલીસ ડિપાર્ટમેન્ટમાં જાણે તોફાન આવ્યું છે. મુંબઇ પોલીસ આ 26 નાગરિકોનો શોધમાં પરોવાઇ ગઇ છે. મહારાષ્ટ્ર પોલીસની એટીએસ ટીમ આ ગાયબ થયેલ પાકિસ્તાની નાગરિકોને દરેક હોટલ, લોજમાં શોધી રહી છે. સૂત્રોની માહિતી અનુસાર મુંબઇ શહેરમાં હાલ હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

isi

એટીએસને ચિંતા છે કે, જો આ 26 પાકિસ્તાની નાગરિકો ગુપ્ત એજન્સિ આઇએસઆઇના એજન્ટ હશે તો આ વાત મુંબઇ માટે જોખમરૂપ સાબિત થઇ શકે છે. જો કે, હાલ કોઇ પણ પોલીસ અધિકારી આ અંગે અધિકારીક રીતે કશુ કહેવા તૈયાર નથી. મહારાષ્ટ્ર એટીએસ ચીફ અતુલ ચંદ્ર કુલકર્ણીએ પણ આ અંગે કશું જ કહેવાની મનાઇ કરી દીધી છે. મીડિયાના અહેવાલો અનુસાર મુંબઇમાં રહેતા 26 પાકિસ્તાની નાગરિકો છેલ્લા 2-3 અઠવાડિયાથી ગાયબ છે.

mumbai

ભારતમાં આવનારા પાકિસ્તાનના નાગરિકો માટે સી-ફોર્મ ભરવું ફરજિયાત હોય છે, જેમાં પાકિસ્તાની નાગરિકો અંગેની તમામ જાણકારીઓ ભારત સરકારને આપવામાં આવે છે. પાકિસ્તાની નાગરિકનું વતન કયું છે, ભારતમાં કયા સ્થળે કોને મળવા તે ભારત આવે છે અને કેટલા દિવસ ભારતમાં રહેશે, વગેરે જેવી જાણકારીઓ આ ફોર્મમાં ભરવાની રહે છે. ભારત મુલાકાત અંગેની તમામ જાણકારીઓ તેમણે સી ફોર્મ થકી ભારત સરકારને આપવાની રહે છે.

આ નાગરિકોએ સી ફોર્મમાં આપેલ જાણકારી પ્રમાણેના સ્થળો પર જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે ત્યાં પાકિસ્તાની નાગરિકો અંગેની કોઇ જાણકારી ન મળી. એટીએસ ટીમ દ્વારા મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ગુપ્ત એજન્સિઓ દ્વારા આ પાકિસ્તાનીઓના ગાયબ થવાની જાણકારી સામે આવી છે.

English summary
Many Pakistani nationals are untraceable in Mumbai.
Please Wait while comments are loading...