વિપક્ષ તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર છે મીરા કુમાર

Written By:
Subscribe to Oneindia News

રાષ્ટ્રપતિ ચૂંટણી અંગે વિપક્ષે આખરે પોતાનો નિર્ણય લઇ લીધો છે. પૂર્વ લોકસભા અધ્યક્ષ અને કોંગ્રેસ નેતા મીરા કુમારને વિપક્ષે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કર્યા છે. દિલ્હીમાં કોંગ્રેસ સહિત 17 પ્રમુખ વિપક્ષી દળોની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠક બાદ મીરા કુમારનું નામ જાહેર કરવામાં આવ્યું. ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકાર તરફથી રામ નાથ કોવિંદને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. આ અંગે કોંગ્રેસ સહિત મોટા ભાગના વિપક્ષોએ સ્પષ્ટ સંમતિ જાહેર નહોતી કરી. રામ નાથ કોવિંદનું નામ જાહેર થયા બાદ એ જ સાંજે ઘોષણા કરવામાં આવી હતી કે, કોંગ્રેસ તથા અન્ય વિપક્ષી દળો મળીને આ અઠવાડિયામાં પોતાના ઉમેદવારનું નામ જાહેર કરશે.

Meira Kumar

ગુરૂવારે આ મુદ્દે તમામ વિપક્ષના નેતાઓ વચ્ચે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં પૂર્વ લોકસભા અધ્યક્ષ મીરા કુમારના નામ પર મંજૂરીની મહોર મારવામાં આવી છે. વિપક્ષ તરફથી ગુલામ નબી આઝાદે મીરા કુમારનું નામ રાષ્ટ્રપતિ ઉમેદવાર તરીકે જાહેર કર્યું હતું. મીરા કુમાર બિહારના સાસારામથી સાંસદ છે અને સાથે લોકસભા સ્પીકર પણ છે.

English summary
Meira Kumar is opposition candidate for Presidential Election 2017.
Please Wait while comments are loading...