• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મનરેગા લાવશે બીજી હરિત ક્રાન્તિઃ સોનિયા ગાંધી

By Super
|

નવી દિલ્હી, 2 ફેબ્રુઆરીઃ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કૃષિ ઉત્પાદન વધારવા માટે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના(મનરેગા)નો ઉપયોગ કરવા માટે દલીલ કરતા કહ્યું કે આ યોજના ભારતમાં બીજી હરિત ક્રાન્તિ લાવવામાં મોટી ભૂમિકા નિભાવી શકે છે. પ્રધાનમંત્રી મનમોહન સિંહે પોતાના ઉદ્દઘાટન ભાષણમાં આ યોજનાને વધારે કારગાર બનાવવા પર વજન આપતા જણાવ્યું કે આ યોજના હેઠળ મંજૂર કામોની યાદીમાં 30 નવા કામ જોડાયેલા છે. તેમા વધારે મહત્વ ગ્રામીણ ક્ષેત્રોમાં રોજગારી ઉપલબ્ધ કરાવવા પર છે.

સોનિયાએ મનરેગા કાયદાને લાગુ થવાના સાત વર્ષ પૂર્ણ થવાની તકે અહીં આયોજીત એક સમ્મેલનમાં કહ્યું કે, મારું એ માનવું છે કે મનરેગામાં કૃષિ ઉત્પાદનમાં વધારો કરવાની જોરદાર ક્ષમતા છે, જેનુ આજની તારીખમાં સંપૂર્ણ રીતે ઉપયોગ કર્યો નથી. તેમાં ઘણી સારી સંભાવના છે. તેમણે કહ્યં કે કૃષિમાં આધુનિક પ્રોદ્યોગિકીના ઉપયોગ સાથે આ યોજનાને જોડીને ખેડુતોની ઉપજને અનેક ગણી વધારી શકાય છે. તેમાં કોઇ શંકા નથી કે બીજી હરિત ક્રાન્તિ આપણા સ્વપ્ન પૂરા કરવામાં મનરેગાએ એક મોટી ભૂમિકા નિભાવી શકે છે.

સંપ્રગ અધ્યક્ષે આ યોજનાને યોગ્ય ઢંગથી લાગુ કરવાની દિશામાં આવી રહેલા પડકારોનો સ્વિકાર કરતા કહ્યું છે કે અમે ભ્રષ્ટાચાર અને યોજના માટેના ધનનો ઉપયોગ ખોટી રીતે કરવાની ફરિયાદો પણ સાંભળી છે. તેના પર રોક લગાવી ઘણી જ જરૂરી છે. સોનિયાએ કહ્યું કે સરકાર સૂચના અને સંચાર પ્રોધ્યોગિકીના આધુનિક સાધનો થકી તેની ખામીઓ ઓછી કરવા માટે પગલા ઉઠાવશે સાથે જ સમય પર અને નિયમો અનુસાર સોશિયલ ઓડિટ થવું જરૂરી છે.

સોનિયાએ કહ્યું, 'રાષ્ટ્રીય સ્તર પર મનરેગા યોજનામાં મહિલાઓની ભાગીદારી પુરુષોની સમકક્ષ છે પરંતુ હજુ પણ ઘણા રાજ્ય છે જ્યાં કાં તો સૂચનાઓનો અભાવ છે કે પછી કાર્યસ્થળ પર સુવિધાઓનો અભાવના કારણે મહિલાઓ ભાગીદારી કરવામાં સક્ષમ થઇ રહી નથી. તેમણે કહ્યું કે તે જરૂરી છે કે આ સમસ્યાઓને દૂર કરવામાં આવશે. વામપંથી આતંકવાદથી પ્રભાવિત જિલ્લામાં આ યોજના સશક્તિકરણના એક શક્તિશાળી માધ્યમ બની ગયું છે. આ વિસ્તારમાં તેને અધિક મજબૂતીથી લાગુ કરવામાની જરૂર છે.

પ્રધાનમંત્રી મનમોહન સિંહે કહ્યું છે કે લોકોને સીધો આર્થિક પાયદો પહોંચાડવા ઉપરાંત આ યોજનાએ આપણને ઘણા જ અપ્રત્યક્ષ લાભ પણ આપ્યા છે. તેના કારણે મજબૂર થઇને ઘરથી પલાયન કરનારાની સંખ્યા હવે ઓછી થઇ રહી છે. પ્રાકૃતિક સંસાધનોના પ્રબંધનમાં તેના પરિણામ સામે આવી રહ્યાં છે.

પ્રધાનમંત્રીએ કહ્યું છે કે મનરેગા કાયદાથી આપણી ગ્રામીણ આબાદીની નાણાકીય સ્થિતિમાં તેજી આવી છે. બેન્કમાં ચાર કરોડથી વધારે ખાતા ખોલાવવામાં આવ્યા છે અને તેમાં પણ વધારે ડાકઘરમાં ખાતા ખોલવામાં આવ્યા છે. આ ખાતા આપણી ગ્રામીણ આબાદીમાં સીધી નગદી અંતરણ યોજનાથી ફાયદો પહોંચવામાં મદદ કરશે. તેમણે કહ્યું છે કે આ યોજના સાથે જોડાયેલા લોકોના અનુભવને મે ઘ્યાનથી સાંભળ્યું છે. અમે આ અનુભવો સાથે શિખ મેળવીને યોજનાને વધુ સારી બનાવવાનો પ્રયત્ન જારી રાખવો જોઇએ.

પ્રધાનમંત્રીએ કહ્યું છે કે તેના ઉપરાંત સૂચના ટેક્નિકનો ઉપયોગ પણ આ યોજનાના સિલસિલામાં કોઇ આધુનિક તરીકોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમાં શાસનને બેહતર બનાવવા અને સરાકરી કામમાં પારદર્શિતા તથા જવાબદેહી બઢાવવામાં મદદ મળી છે અને આગળ પણ તેની ઘણી સંભાવના છે.

English summary
Prime Minister Manmohan Singh on Saturday said MGNREGA has accelerated the pace of financial inclusion in villages, and accounts opened under the programme would help in the direct cash benefit transfer scheme of the government.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more