મહારાષ્ટ્રમાં MNSનું 'સરકાર રાજ', યુપી-બિહારીઓ પર હુમલો

આ ગુંડાગર્દીને સમાજ સુધારનું નામ આપીને એમએનએસના કાર્યકર્તાઓએ આરોપ લગાવ્યો કે વિદ્યાર્થીઓ નકલી મેડિકલ સર્ટિફિકેટનો ઉપયોગ કરી રહ્યા હતા. જ્યારે એમએનએસના કાર્યકરો દ્વારા કરવામાં આવી રહેલી ગુંડાગર્દીની સામે અવાજ ઉઠવાની શરૂ થઇ ગઇ છે. જેડીયુ નેતા શરદ યાદવે માંગ કરી છે કે દોષિયો સામે મહારાષ્ટ્ર સરકાર કાર્યવાઇ કરે.
જેડીયુ નેતા શિવાનંદ તિવારીએ સવાલ ઉઠાવ્યા છે કે શું બિહાર દેશનો ભાગ નથી. બીજેપીએ પણ એમએનએસની ગુંડાગર્દી માટે મહારાષ્ટ્ર સરકારને પણ ફિટકાર આપી છે. બીજેપી નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું કે આખરે શા માટે નિર્દોષ લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે. તમામ દોષિયો સામે કાર્યવાહી થવી જોઇએ.












Click it and Unblock the Notifications
