For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'તો પાંચ વર્ષની અંદર કર્ણાટક ગુજરાતની આગળ નીકળી જશે'

By Super
|
Google Oneindia Gujarati News

modi-karnantaka
બેલગાંવ, 2 મેઃ મેંગ્લોર બાદ મોદીએ આજે બીજી સભા બેલગાવમાં સંબોધી હતી, જ્યાં તેમણે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રધાનમંત્રી અને કોંગ્રેસની સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા, આ સાથે જ ગુજરાતની જનતાએ જે છેલ્લા 20 વર્ષથી કર્યું છે તે કામ હવે કર્ણાટકની જનતાએ કરવાનું છે, જે રીતે ગુજરાતને જનતાએ કોંગ્રેસમુક્ત બનાવી વિકાસ કર્યો તે કામ હવે કર્ણાટકની જનતાએ કરવાનો છે, જો આવુ કરશે તો કર્ણાટક આગામી પાંચ વર્ષમાં ગુજરાતની આગળ નીકળી જશે.

બેલગામનું ખૂબ જ સમ્માન કર્યું છે. જગદીશજીના સાશનમાં બેલગામને પ્રતિષ્ઠા મળી છે. એ પ્રતિષ્ઠાને એળે ના જવા દેતા. દેશનો નવજુવાન રોજગાર માટે ભટકી રહ્યો છે. કોઇ હિન્દુસ્તાનમાં કારખાનું ઉધ્યોગ ચાલુ કરવા માંગે છે ત્યારે દિલ્હીમાં બેઠેલી સરકાર દુશ્મનની જેમ તેની સાથે વર્તે છે. આપણા સૈનિકોને પાકિસ્તાનીઓ આવીને મારી જાય તો તેઓ કંઇ કરી શકતા નથી, બાંગ્લાદેશ ચીન આવીને ઘુસણઘોરી કરી રહ્યા છે પણ કેન્દ્રની કોંગ્રેસ સરકાર કંઇ કરવામાં ઉણી ઉતરી છે. પાંચ વર્ષ ભાજપની સરકારે કોંગ્રેસના ખાડા પૂરવાનું કાર્ય કર્યું છે. હવે હું આપને એવી અપીલ કરવા આવ્યો છું કે ભાજપને વિજય બનાવીને કર્ણાટકને વિકાસ તરફ દોરી જાવ.

તો પાંચ વર્ષની અંદર કર્ણાટક ગુજરાતની આગળ નીકળી જશે

મોદીએ કર્ણાટકમાં ભાજપને સત્તાનુ સુકાન સોંપવામાં આવે તે અંગેની વાત કરતા કહ્યું છે કે, જો કર્ણાટકની જનતા ભાજપની સરકાર રચશે તો આવનારા પાંચ વર્ષમાં વિકાસના પથ પર કર્ણાટક એ ગતિએ આગળ વધશે કે તે ગુજરાતની પણ આગળ નીકળી જશે. આજે ગુજરાત વિકાસની દ્રષ્ટિએ રોલ મોડલ બની ગયું છે, પરંતુ ગુજરાતે જે વિકાસ સાધ્યો છે તે મોદીએ કે ભાજપે નથી કર્યું, પરંતુ એ ગુજરાતની છ કરોડની જનતાએ કર્યું છે. ગુજરાતની જનતાએ સૌથી મોટુ કાર્ય કર્યું છે. તેમણે 20 વર્ષથી કોંગ્રેસની છૂટ્ટી કરી નાંખી છે. ગુજરાતને કોંગ્રેસ મુક્ત કર્યું અને ગુજરાત વિકાસના માર્ગ પર દોડવા લાગ્યું. તમારે પણ એવું કરવું હોય તો કોંગ્રેસને કર્ણાટકમાંથી હટાવી દો.

શું કોંગ્રેસમાં ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર છે

બેલગાવમાં જાહેર મેદનીને સંબોધિત કરતા મોદીએ કહ્યું કે, થોડા સમય વહેલા મિસ્ટર ગોલ્ડન સ્પૂન અહીં આવ્યા હતા અને એવું કહી ગયા કે અહીં તો માત્ર ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચાર જ છે, ત્યારે તેમને કહેવા માગુ છું કે શું તેમને ત્યાં ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર છે. આજે આખો દેશ કાળુ ઘન પરત લાવવાની વાતો કરી રહ્યો છે, તો દિલ્હીની સરકાર તેનો વિરોધ શા માટે કરી રહી છે. દિલ્હીની સરકાર આવું શા માટે કરે છે, કારણ કે, જે લોકોએ કાળુ ધન વિદેશમાં રાખ્યું છે, તેના બચાવવા માગે છે અને તેથી જ તે કોઇ નિર્ણય કરી શકતા નથી. એક પછી એક ગોટાળા તમારી સરકારમાં આવી રહ્યાં છે પહેલા એ જુઓ, પહેલા તમારો ચહેરો દર્પણમાં જુઓ પછી અન્યોના ભ્રષ્ટાચારની વાત કરો.

મોદીએ રાજીવ ગાંધીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, મિસ્ટર ગોલ્ડન સ્પૂન અહીં આવીને ભ્રષ્ટાચારની વાત કરી રહ્યાં છે, ત્યારે હું તેમને તેમના પિતાની એક વાત યાદ કરાવી દેવા માંગુ છું. તેમના પિતાએ જ્યારે આ વાત કરી હતી ત્યારે હિન્દુસ્તાનમાં ભારતીય જનતા પાર્ટી નથી, એક માત્ર કોંગ્રેસ હતી, વિરોધ પક્ષ ખત્મ થઇ ચૂક્યો હતો, કોંગ્રેસનો જમાનો હતો, ત્યારે તેમના પિતાએ સાર્વજનિક રીતે કહ્યું હતું કે, દિલ્હીથી એક રૂપિયો નિકળે છે તે ગામડે જતા 15 પૈસા થઇ જાય છે. ત્યારે એ કયો પંજો હતો જે 85 પૈસા પડાવી લેતો હતો, આજે પણ કોંગ્રેસ એ જ કરે છે અને તમે અહીંનો હિસાબ માંગી રહ્યા છો.

કોમનવેલ્થ ગેમ્સમાં કયો મેડલ મેળવ્યો

મોદીએ કોંગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચારનો ઉલ્લેખ કરતા કહ્યું કે, કોમનવેલ્થ ગેમ્સમાં તમને કયો મેડલ મળ્યો તે અમને ખબર છે, હિન્દુસ્તાનના રૂપિયા, ઇજ્જત લુટાવવાનું કામ તમારી પાર્ટી અને નેતાઓના ભ્રષ્ટાચારે કર્યો છે. થોડા સમય પહેલા મેડમ સોનિયાજી અહીં આવ્યા હતા અને કર્ણાટક સરકારને આપેલા 80 હજાર કરોડ રૂપિયાનો હિસાબ માંગ્યો હતો. ત્યારે તેમને પૂછવા માગીએ છીએ કે તેમણે કર્ણાટકની જનતાને જે પૈસા આપ્યા છે, તે કોંગ્રેસની સરકારે કર્ણાટકને દહેજમાં કે પછી વર દક્ષિણામાં આવ્યા છે. કર્ણાટકની જનતા જવાબ માગે છે કે, અહીના લોકોએ ટેક્સના રૂપમાં લાખો કરોડો રૂપિયા આપ્યા છે, તે તમારી તીજોરીમાં એકઠા થયા છે, પહેલા તેનો હિસાબ આપો. મેડમ સોનિયાજી દિલ્હીમાં રહેલી આટલી મોટી સરકાર ઉંઘી રહી છે, તેમની પાસે હિસાબ નથી કે, ખર્ચ ક્યાં થાય છે. દરેકે હિસાબ આપવો પડે છે. દિલ્હીમાં હિસાબ પડ્યો છે, સંભાવના છે કે આપ્યા 80 હજાર કરોડ અને નિકાળ્યા હશે બે લાખ કરોડ. એ બે લાખ કરોડ ક્યાં ગયા તેનો હિસાબ આપો.

તમે જે ખાડા ખોદ્યા છે તેમા જ તમે મરવાના છો

મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસે જે ખાડા ખોદ્યા છે તેમાજ તે મરવાની છે, બે દિવસ પહેલા સીબીઆઇને લઇને રાજકારણ રમે છે, તે સુપ્રિમ કોર્ટમાં ખુલ્લુ પડી ગયું છે. બધુ ખુલ્લુ પડી જતા દિલ્હીની સરકાર કહે છે કે, તેમણે કંઇ જોયું નથી અને સીબીઆઇ કહે છે કે તેમણે બધુ બતાવી દીધું છે, હવે રાજીનામું કોણ આપે તેને લઇને ચર્ચા ચાલી રહી છે. કોંગ્રેસ પાર્ટીને દેશનું ભલુ કરવામા જરા પણ રસ નથી. તે સીબીઆઇનો દુરુપયોગ કરે છે, ભારત સરકારની તમામ સવેંધાનિક સંસ્થાનો ઉપયોગ વિરોધીઓને ખતમ કરવામાં તે કરે છે, તેણે દેશનો તોડી નાંખ્યો છે, પોતાની રાજકિય આંકાક્ષા પુર્ણ કરવા માટે તેણે દેશને તબાહ કરી નાંખ્યો છે. પરંતુ એ વાત સારી છે કે, દેશમાં જ્યારે કંઇ નથી ચાલતું ત્યારે સુપ્રિમ કોર્ટે દેશને બચાવવાનું કામ કરવું પડે છે. શું આ દુર્બળ સરકારના ભરોસે તમે સુરક્ષિત છો, દેશ સુરક્ષિત છે, લદાખ સુરક્ષિત, હિન્દુસ્તાનનો નાગરીક સલમાત છે? નથી.

'ગાયોનું કત્લેઆમ કરનારી કોંગ્રેસને કર્ણાટકમાં આપો નો એન્ટ્રી''ગાયોનું કત્લેઆમ કરનારી કોંગ્રેસને કર્ણાટકમાં આપો નો એન્ટ્રી'

'મિ. ગોલ્ડન સ્પૂન' કોંગ્રેસ પાર્ટીને બંધ કરવાનું કામ ક્યારે કરશે</a><a title=
કર્ણાટકની પ્રજાએ એવું તો શું કર્યું કે મોદીએ ઉભા થઇ જવું પડ્યું!" title="'મિ. ગોલ્ડન સ્પૂન' કોંગ્રેસ પાર્ટીને બંધ કરવાનું કામ ક્યારે કરશે

કર્ણાટકની પ્રજાએ એવું તો શું કર્યું કે મોદીએ ઉભા થઇ જવું પડ્યું!" />'મિ. ગોલ્ડન સ્પૂન' કોંગ્રેસ પાર્ટીને બંધ કરવાનું કામ ક્યારે કરશે

કર્ણાટકની પ્રજાએ એવું તો શું કર્યું કે મોદીએ ઉભા થઇ જવું પડ્યું!

મને વિશ્વાસ છેકે તમે કર્ણાટક કોઇપણ પંજાના હાથમાં નહી જવા દોમને વિશ્વાસ છેકે તમે કર્ણાટક કોઇપણ પંજાના હાથમાં નહી જવા દો

English summary
modi adressed public meet at belgaum. modi says, Biggest contribution to Gujarat's development is by the people of Gujarat and karnantaka also will do this.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X