For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું પૂર્વ યુપીમાં મોદી ફેક્ટર સામે ફેલ થઈ રહ્યા છે સપા-બસપાના અંક ગણિત?

છેલ્લા ત્રણ તબક્કામાં પૂર્વ યુપીમાં 40 જેટલી બેઠકો આવે છે. જેમાં પાંચમા તબક્કાની 14 બેઠકો સામેલ છે. ઉપર ઉપરથી જોઈે તો પહેલા ચાર તબક્કાની સરખામણીએ અંતિમ ત્રણ તબક્કામાં નરેન્દ્ર મોદી ફેક્ટર મજબૂત

|
Google Oneindia Gujarati News

છેલ્લા ત્રણ તબક્કામાં પૂર્વ યુપીમાં 40 જેટલી બેઠકો આવે છે. જેમાં પાંચમા તબક્કાની 14 બેઠકો સામેલ છે. ઉપર ઉપરથી જોઈે તો પહેલા ચાર તબક્કાની સરખામણીએ અંતિમ ત્રણ તબક્કામાં નરેન્દ્ર મોદી ફેક્ટર મજબૂત દેખાઈ રહ્યું છે. જો કે અંક ગણિત જોઈએ તો સપા-બસપા ગઠબંધનને નજર અંદાજ કરવું આસાન નથી. પરંતુ પૂર્વ યુપીમાં કોંગ્રેસની હાજરીથી મહાગઠબંધનનું ગણિત બગડી પણ શકે છે. ઉપરથી બાકીના કેટલાક ફેક્ટર પણ છે જે ભાજપ માટે પરિસ્થિતિ સહેલી બનાવી રહ્યા છે. ચાલો જાણીએ કે આખરે આ સંભાવનાઓ પાછળનું કારણ અને પરિસ્થિતિ શું છે?

આ પણ વાંચો: યુપીમાં બૂથ મેનેજમેન્ટથી SP-BSPના જાતીય સમીકરણ સામે આ રીતે લડી રહ્યું છે ભાજપ

શું પૂર્વ યુપીમાં બદલાઈ રહ્યા છે સમીકરણ?

શું પૂર્વ યુપીમાં બદલાઈ રહ્યા છે સમીકરણ?

ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ પ્રમાણે ભાજપના નેતાઓને આશા છે કે મોદીના પક્ષમાં પોઝિટિવ લાગણી અને વિરોધીઓમાં ચાલી રહેલી અસમંજસને કારણે પૂર્વ યુપીમાં ભાજપ માટે સ્થિતિ પહેલા કરતા ઘણી સારી છે. આ તર્ક પાછળ તેમની બે દલીલ છે. એક તો સમગ્ર હાઈપ આપીને જે રીતે છેલ્લે પ્રિયંકા ગાંધી વાડ્રા વારાણસીથી ચૂંટણી લડવાની ના પાડી અને જે રીતે તેમણે ભાજપને હરાવવા ગઠબંદનને મદદ કરવાની વાત કરી તે જોતા માહોલ બદલાયો છે. કદાચ આ જ બદલાયેલા રાજકીય માહોલમાં મોદી અને ભાજપે પૂર્વ યુપીમાં વધુ તાકાત લગાવી છે. મનાઈ રહ્યું છે કે આ વિસ્તારમાં પીએમ મોદી 15થી વધુ ચૂંટણી રેલી કરી રહ્યા છે, જે પશ્ચિમ યુપી કરતા વધુ છે. સામે અખિલેશ યાદવ અને માયાવતી આખા યુપીમાં માત્ર 11 રેલી જ કરી રહ્યા છે. બાકી જગ્યાઓ પર બંને અલગ અલગ ચૂંટણી સભા કરી રહ્યા છે. એટલે તે માની રહ્યા છે કે અલગ અલગ ચૂંટણી સભા કરી રહ્યા છે. મહાગઠબંધનની આ આશાનું કારણ એ છે કે તેમને લાગે છે કે પશ્ચિમ યુપીમાં તેમના આ અંકગણિતે ખૂબ સારુ કામ કર્યું છે, એટલે જતેઓ નિશ્ચિંત થઈ ગયા છે. જ્યારે હકીકત એ છે કે કોંગ્રેસ મોટા ભાગની બેઠકો પર ભાજપથી વધુ સપા બસપાનો ખેલ બગાડતી દેખાઈ રહી છે.

કોનો ગઢ બચશે, કોનો તૂટશે?

કોનો ગઢ બચશે, કોનો તૂટશે?

અવધ સહિત પૂર્વ યુપીમાં ઓછામાં ઓછી 7 બેઠકો એવી છે, જેને કોઈને કોઈ પક્ષ કે પરિવારનો ગઢ માનવામાં આવે છે. આ પાંચમા તબક્કામાં લખનઉ, રાયબરેલી અને અમેઠી સહિત સુલતાનપુર, વારાણસી, આઝમગઢ અને ગોરખપુરની બેઠકો પણ સામેલ છે. જો હાલની ચૂંટણીમાં વાત કરીએ તો અમેઠી છોડીને બાકીની 6 બેઠકો પર પરંપરાગદ પાર્ટીઓ અને ઉમેદવારોની સ્થિતિ સારી મનાઈ રહી છે. પરંતુ અમેઠીમાં આ વખતે કોંગ્રેસ માટે લડાઈ સહેલી નથી. અમેઠીની બાજુમાં સુલતાનપુર બેઠક પર મેનકા ગાંધીની ખૂબ જ મહેનત બાદ સ્થિતિ હવે થોડી સારી દેખાઈ રહી છે. તેમણે પોતાના પુત્ર વરુણ ગાંધી સાથે સીટ બદલી છે. તેમણે પાછલા સપ્તાહમા જોરદાર અભિાયન ચલાવ્યું હવે કહી શકાય કે તેમણે જીતનો ચાન્સ પહેલા કરતા મજબૂત કર્યો છે. મેનકા ગાંધીએ મુસલમાનોને લઈ જે વિવાદિત નિવેદન આપ્યું તે સુધારવા વરુણ ગાંધી પણ તાકાત લગાવી રહ્યા છે. આઝમગઢની વાત કરીએ તો ભજપુરી સ્ટાર દિનેશ લાલ યાદવ ઉર્ફે નિરહુઆએ લોકોનું દિલ જીતી લીધું છે. પરંતુ અખિલેશ યાદવ જ્યારે પ્રચાર શરૂ કરશે તો સ્થિતિ તેના તરફ થવાની પૂરી શક્યતા છે. જ્યાં સુધી ગોરખપુરની વાત કરીએ તો યોગી આદિત્યનાથ પેટા ચૂંટણીના પરિણામ બદલવા માટે પોતાની બધી જ તાકાત દાવ પર લગાવી ચૂક્યા છે. પેટા ચૂંટણીમાં ઓછું મતદાન અને પસંદગીના ઉમેદવાર ન હોવાથી ભાજપે નુક્સાન ભોગવવું પડ્યું હતું. પરંતુ હવે નિષાદ સમાજ ભાજપની સાથે દેખાઈ રહ્યો છે અને ગોરખપુરના સાંસદ પ્રવીણ નિષાદ ભાજપની ટિકિટ પર સંત કબીર નગરથી મેદાનમાં છે. રવિવારે સીએમ યોગી આદિત્યનાથ ગોરખુપુરમાં નિષાદ સંમેલન પણ આયોજિત કરાવી ચૂક્યા છે.

કોનો ખેલ બગાડશે કોંગ્રેસ?

કોનો ખેલ બગાડશે કોંગ્રેસ?

પ્રિયંકા ગાંદી વાડ્રા ભલે પોતાના નિવેદનથી પલટી ચૂક્યા હોય પરંતુ તેમના વોટ કાપવાના નિવેદને એક રીતે ભાજપને હરાવવા માટે કોંગ્રેસની રણનીતિનો ખુલાસો જરૂર કર્યો છે. આ જ વલણ કેટલીક બેઠકો પર પણ દેખાઈ રહ્યું છે, શક્ય છે કે કોંગ્રેસની ગણતરી પણ ઉલટી પડે. જેમ કે સંત કબીર નગર બેઠકની વાત કરીએ તો નિષાદ લોકોની વસતી જોતા ભાજપે આ વખતે પ્રવીણ નિષાદને ટિકિટ આપી છે. પરંતુ કોંગ્રેસે બાલચંદ્ર યાદવને ઉતારીને મહાગઠબંધનનું ટેન્શન વધારી દીધું છે. આ બેઠક બસપાના ખાતામાં ગઈ છે, એટલે યાદવ સપા છોડીને કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. અને તેમને ભરોસો છે કે યાદવ-મુસ્લિમ તેમના માટે જ વોટ કરશે. જ્યારે બસપાએ અહીં બ્રાહ્મણ ઉમેદવાર પર દાવ લગાવ્યો છે, કારણ કે ભાજપે પોતાના જૂતા માર સાંસદ શરદ ત્રિપાઠીનું પત્તુ કાપ્યુ છે. આ જ રીતે આગામી બે તબક્કામાં કેટલીક બેઠકો પર ભાજપની જીતની શક્યતા વધી ગઈ છે. જેમ કે બલિયાની બેઠક પર સમાજવાદી પાર્ટીના પૂર્વ પીએમ ચંદ્રશેખરના પુત્ર નીરજ શેખરને ટિકિટ નથી આપી, જે ભાજપ માટે ફાયદો કરાવી શકે છે. અહીં પણ કોંગ્રેસે પોતાનો કોઈ ઉમેદવાર નથી ઉતાર્યો. આંબેડકનગર અને બસગાંવમાં પણ કોંગ્રેસના ઉમેદવારોની ઉમેદવારી રદ થઈ ચૂકી છે. દેવરિા બેઠક પર ભાજપના ઉમેદવાર રામપતિ ત્રિપાઠીને સારું સમર્થન મળી રહ્યું છે. તેમને કલરાજ મિશ્રની જગ્યાએ મેદાનમાં ઉતાર્યા છે. મનાઈ રહ્યું છે કે તેમના પુત્ર શરદ ત્રિપાઠીની ટિકિટ કપાયા બાદ સ્થિતિ સુધરી રહી છે. એટલું જનહીં 12 તારીખે પીએમ મોદીની રેલી બાદ તેમની સ્થિતિ સુધરી શકે છે. ડુમરિયાગંજમાં પણ મહાગઠબંધનના ઉમેદવાર આફતાબ આલમ અને કોંગ્રેસ વચ્ચની ટક્કર ભાજપના જગદંબિકા પાલને મદદ કરી શકે છે.પરંતુ બસ્તી બેઠક પરથી ભાજપને પડકાર મળી શકે છે. પરંતુ મોદીની રેલી બાદ તેમની પણ આશા વધી છે.

રાષ્ટ્રવાદ વિરુદ્ધ ન્યાય

રાષ્ટ્રવાદ વિરુદ્ધ ન્યાય

જો પૂર્વ યુપીની વાત કરીએ તો અહીં કોંગ્રેસની ન્યાય પર ભાજપના રાષ્ટ્રવાદ પર ભારે પડતો દેખાઈ રહ્યો છે. જો કે ન્યાયને લઈ પશ્ચિમી યુપીની સરખામણીમાં પૂર્વી યુપીમાં વધુ જાગૃતિ દેખાઈ રહી છે. પરંતુ જીત બાદ કોંગ્રેસ તેમને દર વર્ષે 72 હજાર રૂપિયા આપશે તે વાત પર ભરોસો કરવો લોકો માટે અઘરો છે. આ જ આશંકા દૂર કરવા માટે કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે મહારજગંજમાં ખૂબ મહેનત કરી છે. તેમણે કહ્યું કે,'જોબ બાદ ન્યાય જ એક વિષય છે, જેની સૌથી વધુ અસર દેખાઈ રહી છે. કોંગ્રેસે આ મેસે જરુર પહોંચાડવો જોઈએ એટલે જ હું અહીં આવ્યો છું. જે રાજ્યોમાં સાક્ષરતા દર વધુ છે, ત્યાં ન્યાયને લઈ સમજણ દેખાઈ રહી છે. યુપી મોટું રાજ્ય છે અને અહીં સાક્ષરતા દર ઓછો છે, પરંતુ લોકો હવે સામાન્ય રીતે ન્યાય અંગે જાણે છે.' જગજાહેર છે કે કોંગ્રેસ પોતાના પ્રયાસમાં લાગેલી છે કે જેથી ભાજપના રાષ્ટ્રવાદને પડકારી શકાય. કમસે કમ પૂર્વ યુપીમાં તો આ કહેવું થોડું મુશ્કેલ દેખાઈ રહ્યું છે.

મોદી વિરુદ્ધ રાહુલ વિરુદ્ધ મહાગઠબંધન

મોદી વિરુદ્ધ રાહુલ વિરુદ્ધ મહાગઠબંધન

મહાગઠબંધનની માન્યતા છે કે પૂર્વ યુપીમાં રખડતા ઢોરનો મામલો ભાજપ વિરુદ્ધ અંડર કરન્ટનું કામ કરી રહ્યો છે. જાહેર વાત એ છે કે રાજ્યમાં ખેડૂતો માટે આ સમસ્યા છેલ્લા કેટલાક સમયથી પડકાર બન્યો છે. પરંતુ લોકસભાની ચૂંટણીમાં આ મુદ્દો ઈવીએમ પર મત આપતા સમયે કેટલો મહત્વનો રહેશે તે કહેવું મુશ્કેલ છે. આ રીતે પૂર્વ યુપીમાં મતદારો માટે બે મોટા ફેક્ટર કામ કરી રહ્યા છે. નરેન્દર મોદી કે રાહુલ ગાંધી. બંને નેતાઓ આ વિસ્તારમાં ચૂંટણી મેદાનમાં છે. પરંતુ, નીચલા સ્તરે સ્થિતિ સમજ્યા બાદ એ કહેવું સહેલું છે કે મોદીની તુલનામાં રાહુલ ગાંધી અમેઠીથી બહાર અસરકારક નથી દેખાઈ રહ્યા. ઈકોનોમિક્સ ટાઈમ્સે પોતાના રિપોર્ટમાં માન્યું છે કે નીચલા સ્તરે લોકો મોદીને પીએમ બનાવવા ઉત્સાહિત દેખાઈ રહ્યા છે.

English summary
modi factor poses challenge to sp bsp in eastern up
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X