For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્લાસ્ટિકથી મુક્તિ માટે મોદી સરકારે લૉન્ચ કરી વાંસની બોટલ, જાણો શું છે કિંમત

સરકાર તરફથી લોકોને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો નવો વિકલ્પ વાંસની બોટલ આપવામાં આવી રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

મોદી સરકાર સતત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટે મુહિમ ચલાવી રહી છે અને લોકોને અપીલ કરી રહી છે કે તે આનો ઉપયોગ ના કરે. આ દરમિયાન સરકાર તરફથી લોકોને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો નવો વિકલ્પ વાંસની બોટલ આપવામાં આવી રહ્યો છે. આના એમએસએમઈ મંત્રાલયને આધીન કાર્યરત ખાદી ગ્રામોદ્યોગ પંચ તરફથી તૈયાર કરવામાં આવી રહ્યુ છે. આ બોટલનો ઉપયોગ પ્લાસ્ટિકની બોટલની જગ્યાએ કરવામાં આવશે. વાસ્તવમાં સરકાર સિંગલ યુઝ પ્લાસ્ટિકની બોટલના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવાની તૈયારીમાં છે. આના માટે લોકોને નવો વિકલ્પ આપવામાં આવી રહ્યો છે.

300 રૂપિયાની હશે કિંમત

300 રૂપિયાની હશે કિંમત

માનવામાં આવી રહ્યુ છે કે વાંસની આ બોટલ પ્લાસ્ટિકની બોટલોની જગ્યા લેશે. કેન્દ્રીય એમએસએમઈ મંત્રી નિતિન ગડકરીએ આ બોટલોને એક કાર્યક્રમ દરમિયાન લૉન્ચ કરી છે. માહિતી અનુસાર આ બોટલમાં 750 મિલી પાણી સમાઈ શકે છે જ્યારે આની શરૂઆતની કિંમત 300 રૂપિયા હશે. આ બોટલો પર્યાવરણને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. સાથે તે ઘણી ટિકાઉ પણ છે. માનવામાં આવી રહ્યુ છે કે આ બોટલોનુ અધિકૃત વેચાણ 2 ઓક્ટોબરથી ખાદીના સ્ટોરમાં થશે.

3 કરોડ કલુડી બનાવવાનુ લક્ષ્ય

3 કરોડ કલુડી બનાવવાનુ લક્ષ્ય

વાસ્તવમાં મોદી સરકાર 2 ઓક્ટોબરના રોજ ગાંધીજીની 150મી જયંતિના પ્રસંગે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણપણે પ્રતિબંધનુ એલાન કરવા જઈ રહી છે. આની પહેલા કેવીઆઈએ પહેલા જ પ્લાસ્ટિકના ગ્લાસની જગ્યાએ માટીની કલુડીનું નિર્માણ કામ શરૂ કરી દીધુ છે. અત્યાર સુધી એક કરોડ કલુડી બનાવવામાં આવી ચૂકી છે. તમને જણાવી દઈએ કે કેવીઆઈસીએ આ નાણાકીય વર્ષના અંત સુધી ત્રણ કરોડ કલુડી બનાવવાનુ લક્ષ્ય રાખ્યુ છે. સરકારે આ હેઠળ લોકોને રોજગાર આપવાનુ લક્ષ્ય રાખ્યુ છે.

આ પણ વાંચોઃ ગાંધી જયંતિ પર અભિનેતા પ્રકાશ રાજનું આ ટ્વિટ થઈ રહ્યુ છે વાયરલઆ પણ વાંચોઃ ગાંધી જયંતિ પર અભિનેતા પ્રકાશ રાજનું આ ટ્વિટ થઈ રહ્યુ છે વાયરલ

ઘણા ઉત્પાદનોની શરૂઆત

ઘણા ઉત્પાદનોની શરૂઆત

તમને જણાવી દઈએ કે નિતિન ગડકરીએ વાંસની બોટલો ઉપરાંત ખાદીના ઘણા અન્ય ઉત્પાદનોને પણ લૉન્ચ કર્યા. આ સાથે જ તેમણે મહાત્મા ગાંધીની 150મી જયંતિના પ્રસંગે ખાદીના ઉત્પાદનો પર ભારે છૂટ આપવાનુ એલાન કર્યુ. સાથે જ ઘણા અન્ય ઉત્પાદનોનુ પણ ઉદઘાટન કર્યુ. ગડકરીએ સોલર ચરખાથી બનેલા કપડા, ગોબરથી બનેલા સાબુ, શેમ્પુ, સરસિયાનુ તેલ પણ લૉન્ચ કર્યુ.

English summary
Modi government launches bamboo bottle to ban single use plastic.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X