For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાઠ્ય પુસ્તકમાં જીવન ચરિત્રઃ મોદીએ દર્શાવી નારાજગી

By Super
|
Google Oneindia Gujarati News

નવીદિલ્હી, 30 મેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ વાતથી ખાસા નારાજ થયા છેકે તેમના જીવન ચરિત્રને અભ્યાસક્રમમાં સમાવવામાં આવી રહ્યો છે. મોદીએ આ વાતનો વિરોધ કર્યો છે અને કહ્યું છેકે તેમના જીવન ચરિત્રને કોઇપણ પ્રકારના અભ્યાસક્રમમાં સમાવવામાં આવવો જોઇએ નહીં. મોદીએ ગુજરાતના શિક્ષણમંત્રી સાથે વાતચીત કર્યા બાદ ગુજરાત સરકારે આ નિર્ણય પડતો મુક્યો છે. નોંધનીય છેકે, ગુજરાત સહિત રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં મોદીના જીવન ચરિત્રને પાઠ્ય પુસ્તકમાં સમાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, જેની સામે મોદીએ ટ્વીટર થકી પોતાની નારાજગી જાહેર કરી છે.

મોદીએ ટ્વીટર થકી જણાવ્યું છેકે, મે સમાચારમાં સાંભળ્યું છેકે કેટલાક રાજ્યોમાં નરેન્દ્ર મોદીનો જીવન સંઘર્ષ શાળાના અભ્યાસક્રમમાં સામેલ કરવા ઇચ્છે છે. હું દ્રઢપણે માનું છુંકે જે કોઇપણ વ્યક્તિ કે જે જીવંત છે, જેમનું જીવન ચરિત્ર અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવવું જોઇએ નહીં. ભારતનો ઇતિહાસ અનેક મહાનુભાવોથી ભરેલો છે, આજે ભારત જે કંઈપણ છે તે એ મહાનુભાવોના કારણે છે, યુવાનોએ આ મહાન લોકોના સંદર્ભનું વાંચન કરી તેનું અનુકરણ કરવું જોઇએ.

મળતી માહિતી અનુસાર મોદીએ આ સંદર્ભે ગુજરાતના શિક્ષણ મંત્રી સાથે વાતચીત કરી છે અને મોદીની ટ્વીટ બાદ ગુજરાત સરકારે તેમના જીવન ચરિત્રને પાઠ્ય પુસ્તકમાં નહીં સમાવવાનો નિર્ણય કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છેકે, જે રીતે રાજસ્થાન અને મધ્યપ્રદેશે નરેન્દ્ર મોદીના જીવન ચરિત્રને અભ્યાસક્રમમાં સામેલ કરવાનું નક્કી કર્યું હતું, તેવી જ રીતે ગુજરાતે પણ તેનો સમાવેશ પાઠ્ય પુસ્તકમાં કરવાનો નિર્ણય કર્યો હતો, જે આવતા વર્ષથી લાગુ થવાનો હતો, પરંતુ મોદીની નારજગીના કારણે આ નિર્ણયને પડતો મુકવાની ફરજ પડી છે.

નરેન્દ્ર મોદીએ સમાચારોમાં વાંચ્યુ

નરેન્દ્ર મોદીએ સમાચારોમાં વાંચ્યું કે તેમની જીવનીને પાઠ્ય પુસ્તકમાં સમાવવાની કેટલાક રાજ્યોની ઇચ્છા છે.

જીવંત વ્યક્તિઓના જીવન ચરિત્રને ન સમાવવું જોઇએ

મોદીએ ટ્વીટમાં કહ્યું કે, હું દ્રઢપણે માનું છુંકે જે કોઇપણ વ્યક્તિ કે જે જીવંત છે, જેમનું જીવન ચરિત્ર અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવવું જોઇએ નહીં.

યુવાનો મહાનુભાવોને અનુસરે

ભારતનો ઇતિહાસ અનેક મહાનુભાવોથી ભરેલો છે, આજે ભારત જે કંઈપણ છે તે એ મહાનુભાવોના કારણે છે, યુવાનોએ આ મહાન લોકોના સંદર્ભનું વાંચન કરી તેનું અનુકરણ કરવું જોઇએ.

ગુજરાત સરકારે નિર્ણય પડતો મુક્યો

ગુજરાત સરકારે નિર્ણય પડતો મુક્યો

જે રીતે રાજસ્થાન અને મધ્યપ્રદેશે નરેન્દ્ર મોદીના જીવન ચરિત્રને અભ્યાસક્રમમાં સામેલ કરવાનું નક્કી કર્યું હતું, તેવી જ રીતે ગુજરાતે પણ તેનો સમાવેશ પાઠ્ય પુસ્તકમાં કરવાનો નિર્ણય કર્યો હતો, જે આવતા વર્ષથી લાગુ થવાનો હતો, પરંતુ મોદીની નારજગીના કારણે આ નિર્ણયને પડતો મુકવાની ફરજ પડી છે.

English summary
I Am reading in the news that some states want to include Narendra Modi's life struggles as a part of their school curriculum. I firmly believe that the life story of living individuals should not be included as a part of the school curriculum. India has a rich history of several stalwarts who made India what it is today. Young minds should read about these greats & emulate them.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X