મોદીના પીએમ પરના પ્રહારોના પડઘા

પૂર્વ પ્રદેશ કોંગ્રેસ સભ્ય કેક બેન્સને કહ્યું છે,' આ નોટીસ મળ્યાને ત્રણ દિવસની અંદર મોદીએ માફી માગવી જોઇએ, જો તેઓ તેમ નહીં કરે તો હું ચીફ મેટ્રોપોલિટિયન મેજીસ્ટ્રેટ સમક્ષ વ્યક્તિગત રીતે તેમની વિરુદ્ધ બદનક્ષીની ફિરયાદ કરીશ.'
આ નોટીસને મીડિયા સમક્ષ જાહેર કરતા બેન્સને કહ્યું કે, મનમોહન સિંહને નાઇટ વોચમેન કહીંને મોદીએ તેમનું અપમાન કર્યું છે અને તેના કારણે પ્રધાનમંત્રી પદની સારી પ્રતિષ્ઠા અને છબીને જાહેરમાં ખરડી છે.
નોંધનીય છે કે, મનમોહન સિંહનું નામ લીધા વગર મોદીએ ત્રીજી માર્ચે કહ્યું હતું કે, મનમોહનસિંહ એક નાઇટવોચમેન જેવી કામગીરી કરી રહ્યા છે. અને ગાંધી પરિવાર આવું જ ઇચ્છતો હતો કે જો પ્રણવ મુખર્જી આવે અને સારુ કામ કરે તો તેમનું અસ્તિત્વ જોખમાઇ જાય.












Click it and Unblock the Notifications
