For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલને વડાપ્રધાન બનાવ્યા વિના દુનિયામાંથી જઇશ નહી: બેની પ્રસાદ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

લખનઉ, 24 માર્ચ: મુલાયમ સિંહ યાદવ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર યુપીએ સરકારના સ્ટીલ મંત્રી બેની પ્રસાદ વર્માએ ફરી એકવાર સપા સુપ્રિમો મુલાયમ સિંહ પર પ્રહાર કર્યો છે. બેની પ્રસાદ બાબુ જ્યારે મોંઢુ ખોલે છે. ત્યારે આ વખતે બેની પ્રસાદે સીધું મુલાયમ સિંહનું નામ લીધું નથી.

મુલાયમ સિંહ પર કમીશન ખોરીનું નિવેદન આપ્યા બાદ તેમને યુપીએ ચેરપર્સનના દબાણના મુલાયમ સિંહની માફી માંગવી પડી હતી, પરંતુ બેની પ્રસાદ બાબુની પુંછડી વાંકીની વાંકી છે. પોતાના માટે ઉત્તર પ્રદેશમાં ઉઠેલા વિરોધોને લઇને બેની પ્રસાદે કહ્યું હતું કે તેમના પુતળા સળગાવવાથી તેમની ઉંમર વધે છે. મુલાયમ સિંહનું નામ લીધા વિના બેની પ્રસાદે કહ્યું હતું કે તે કોઇપણ પ્રકારે નમવાના નથી.

beni-prasad-rahul-gandhi

તો બીજી તરફ યુપીમાં સત્તારૂઢ સમાજવાદી પાર્ટીના સુપ્રિમો મુલાયમ સિંહ પર અપ્રત્યક્ષ રીતે નિશાન સાંધતાં કહ્યું હતું કે એક પરિવારના લઇને ચાલનારાઓ અને તેને મહત્વ આપનારા લોકો સમાજવાદી હોય ના શકે. બેની પ્રસાદે આ દરમિયાન ફરી એકવાર નિશાન સાધ્યું હતું.

કોંગ્રેસના યુવરાજની પ્રશંસા કરતાં બેની પ્રસાદે કહ્યું હતું કે રાહુલના હાથમાં દેશની કમાન સોપ્યા વિના આ દુનિયા છોડીશ નહી, તે રાહુલને વડાપ્રધાન બનાવીને જ રહેશે. તો બીજી તરફ પોતાની ભવિષ્યવાણે કરતાં બેની પ્રસાદે કહ્યું હતું કે તે હજુ વીસ વર્ષ સુધી રાજકારણમાં રહેશે. બેની પ્રસાદે રાજધાનીમાં આયોજીત એક કાર્યક્રમમાં કહ્યું હતું કે હજુ હું 20 વર્ષ જીવતો રહેવાનો છું. રાહુલ ગાંધીને દેશની કમાન સોંપ્યા વિના જઇશ નહી, પંડિત જવાહર લાલ નહેરૂની પ્રશંસા કરતાં બેની પ્રસાદે કહ્યું હતું કે જવાહર લાલ નહેરૂએ સમાજના ભલા માટે કામ કર્યું હતું. તે મોટા સમાજવાદી નેતા હતા. આજકાલ સમાજવાદી ફક્ત નામ છે.

મુખ્યમંત્રી અખિલેશ યાદવના પ્રતિ નરમ વલણ દાખવતાં બેની પ્રસાદે કહ્યું હતું કે અખિલેશ યાદવને સ્વતંત્ર છોડી મુકવામાં આવે તો તે સારું કામ કરશે. તે ઘણું ભણેલો છે. સત્તામાં બેઠેલા લોકો કામ કરવા દેતા નથી. બેની પ્રસાદે કહ્યું હતું કે પ્રદેશમાં સપાની સરકાર બન્યા બાદ ગુના અને ભ્રષ્ટાચારમાં વધારો થયો છે. બેની પ્રસાદે મજાકિયા અંદાજમાં કહ્યું હતું કે આ લોકો ભત્રીજાને (અખિલેશ યાદવ) કામ કરવા દેતા નથી. તેને છુડો મુકી દેશે તો તે સારું કામ કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે બેની પ્રસાદ વર્માએ મુલાયમ સિંહ પર સરકારને સમર્થન આપવાના અવેજીમાં કમીશન ખાવાની વાત કરી હતી. ત્યારબાદ મુલાયમ સિંહે તેમના રાજીનામાની માંગણી કરી રહ્યાં હતા. પછી બેની પ્રસાદ બાબુએ માફી માગી અને સોનિયા ગાંધીના સમજાવ્યા બાદ મામલો શાંત થયો હતો.

English summary
Beni attacks Mulayam again, accusingh SP leader busy in dynasty, he cannot be a true socialist.,
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X