મોદીના શાસનમાં મુસ્લિમો સલામત છે : સલીમ ખાન

Google Oneindia Gujarati News

મુંબઇ, 16 એપ્રિલ : બોલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના પિતા અને જાણીતા પટકથા લેખક સલીમ ખાને આજે ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની સત્તાવાર વેબસાઈટ www.narendramodi.inના ઉર્દૂ સંસ્કરણનો આરંભ કરાવ્યો છે.

આ પ્રસંગે પત્રકારો સાથેની વાતચીતમાં સલીમ ખાને જણાવ્યું હતું કે, મોદીજી સાથે મારે અંગત સંબંધો છે તેથી અમે આ વેબસાઈટને મારા ઘેરથી શરૂ કરાવી છે. વળી, મને ઉર્દૂ ભાષા ગમે છે. મેં જ મોદીજીને સૂચન કર્યું હતું કે તમારી વેબસાઈટ ઉર્દૂ ભાષામાં પણ શરૂ કરાવો.

sholay-3d-salim-javed

સલીમ ખાને જણાવ્યું કે 'અત્યાર સુધી હું કોંગ્રેસને મત આપતો હતો, પણ કેટલાક મુદ્દાઓ પર તેમનાથી હું અસંતુષ્ટ છું. આજે કોઇ પણ પાર્ટી સંપૂર્ણ બિનસાંપ્રદાયિક નથી. મુસ્લિમોએ હવે રમખાણોનો મુદ્દો બાજુએ મુકીને આગળ વધવાનો સમય આવી ગયો છે. નરેન્દ્ર મોદીના શાસનમાં મુસ્લિમો સલામત છે. મુસ્લિમોમાં આજે બેરોજગારી, શિક્ષણ અને આવાસ સંબંધિત મુશ્કેલીઓ છે. તે દિશામાં કામ થવું જોઇએ. હું નરેન્દ્ર મોદીની વેબસાઇટમાં યોગદાન આપવાનો છું.'

સલીમ ખાને આ વેબસાઈટનો શુભારંભ મુંબઇના બાન્દ્રા સ્થિત પોતાના નિવાસ સ્થાનેથી કરાવ્યો છે. તે સમયે ભાજપનાં મહિલા નેતા શાઈના એન.સી. હાજર રહ્યાં હતાં.

નરેન્દ્ર મોદીની વેબસાઈટ www.narendramodi.in અંગ્રેજી ઉપરાંત ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, કન્નડ, મલયાલમ, તેલુગુ, તામિલ, મરાઠી, પંજાબી, આસામી, ઓડિયા સહિત 11 પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ છે.

સલીમ ખાને કહ્યું કે આ વેબસાઈટ ઉર્દૂ ભાષામાં શરૂ કરાવવા પાછળ ભાજપનો ઉદ્દેશ્ય લોકસભા ચૂંટણી 2014માં મુસ્લિમોના મતો મેળવવાનો નથી. હું ભવિષ્યમાં પણ આ વેબસાઈટ પર મારું યોગદાન આપતો રહીશ.

English summary
Bollywood superstar Salman Khan's father Salim said that I used to give vote to Congress till now but I am unhappy with them on certain issues. Muslims are secure under Modi's leadership on launching of Narendra Modi's website in Urdu.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X