નાસાએ જોઇ પૃથ્વીની નજીક એક રહસ્યમયી વસ્તુ!
નાસાનું આ નિવેદન તે વખતે આવ્યું જ્યારે તેણે કહ્યું કે અંતરીક્ષમાં જે કચરો છે તેને સાફ કરવો જોઇએ નહીં તો પૃથ્વી માટે તે ધાતક સાબિત થશે.
નોંધનીય છે કે પૃથ્વીના વાયુમંડળમાં 13 નવેમ્બરના રોજ નાસાને એક રહસ્યમયી અંતરીક્ષ વસ્તુ નજરે પડી. જે બાદ નાસાના પ્રશાસક ચાલ્સ બોલ્ડને અંતરીક્ષમાં વધી રહેલા કચરા પર ચિંતા વ્યક્ત કરી. અને તેના હટાવા મામલે ભાર આપ્યો. નાસા મુજબ અંતરીક્ષમાં લગભગ 5,00,000 ટુકડાઓ કચરો તરીકે ઉડી રહ્યા છે. જેમાંથી 10 કરોડ તેવા ટુકડાઓ છે જે ખૂબ જ નાના છે.
અંતરીક્ષમાં જૂના થઇ ગયેલા સેટેલાઇટને ધમાકો કરીને તોડી દેવામાં આવે છે. જેના કારણે રોકેટના બચેલા ટુકડા હવામાં તરતા રહે છે. વળી તેમાં વપરાયેલા બળતણ અને બેટ્રીના પણ કણો બની જાય છે. જે અંતરીક્ષની ઠંડીના કારણે બરફ બની જાય છે જે મનુષ્યો માટે ધાતક હોય છે.

ક્યારેક આ ટુકડાઓ એટલા નાના હોય છે કે ટેલિસ્કોપથી પણ નથી દેખાતા. ત્યારે હવે તે સમય આવી ગયો છે કે આ ટુકડાઓને અંતરીક્ષમાંથી સાફ કરવામાં આવે. કારણ કે આજ કારણે 13 નવેમ્બરે શ્રીલંકાના કિનારાથી 100 કિલોમીટર દૂર હિંદ મહાસાગરમાં એક અજબ વસ્તુ ડબ્ડ ડબ્લ્યૂટી 1190 નજરે પડી હતી. અને તેનો એ અર્થ થાય છે કે આવનારા સમયમાં આનાથી ખતરો સાબિત થઇ શકે છે.












Click it and Unblock the Notifications
