For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નારાયણ મૂર્તિને પ્રતિષ્ઠિત હૂવર મેડલ એનાયત

|
Google Oneindia Gujarati News

narayan-murthy
વૉશિંગ્ટન, 25 ઑક્ટોબર : ભારતમાં સેવા કાર્યોને પ્રોત્સાહન આપવા માટે ઇન્ફોસિસના સ્થાપક એન આર નારાયણ મૂર્તિને વર્ષ 2012 માટેનો હૂવર મેડલ પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા છે.

વર્ષ 1930માં શરૂ કરવામાં આવેલા આ પુરસ્કારને મેળવનારી વ્યક્તિઓમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ હાર્બર્ટ હૂવર, ડ્વાઇટ આઇજેનહૉવર, જેમ્સ અર્લ કાર્ટર જેવી હસ્તિઓનો સમાવશ થાય છે. નિ:સ્વાર્થ ભાવે માનવીય સેવા કરવા માટે આ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે.

આ પુરસ્કાર સિએટલમાં બીજી ઑક્ટોબરે યોજાયેલા 'ગ્લૉબલ હ્યુમન્ટેરિયન ટેક્નોલોજી કોન્ફરન્સ'માં નારાયણ મૂર્તિને એનાયત કરવામાં આવ્યો હતો. આ પહેલા વર્ષ 2008માં પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ એપીજે અબ્દુલ કલામને એનાયત કરવામાં આવ્યો હતો. નારાયણ મૂર્તિ આ પુરસ્કારથી સન્માનિત થનારી 70મી વ્યક્તિ છે.

English summary
Narayan murthy awarded with prestigious Hoover Medal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X