ચાર્ટર્ડ એકાઉન્ટ એસોસિએશનમાં મોદીએ આપ્યા પ્રશ્નોના જવાબ

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 27 ફેબ્રુઆરીઃ ગુજરાતના મુખ્યમંત્રી અને પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દ્વારા આજે દિલ્હીમાં ચાર્ટર્ડ એકાઉન્ટ એસોસિએશનની સભાને સંબોધિત કર્યું હતું અને એસોસિએશન દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપ્યા હતા. આ તકે તેમણે મહારાષ્ટ્રમાં થયેલા નેવીના હાદસામાં મૃત્યુ પામનારા સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પતા કહ્યું હતું કે, ત્યાગ બલિદાનની કોઇ તુલના નથી થઇ શકતી. આવા વીર બહાદૂર સૈનિકોને નમન કરીએ છીએ અને ગૌરવ કરીએ છીએ.

રાજકીય જોડાણ અને ભ્રષ્ટાચાર અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં મોદીએ કહ્યું કે, ગઠબંધન પર આરોપ મુકવો જોઇએ નહીં, તમે જ્યારે સરકાર બનાવો ત્યારે તમારો ઉદ્દેશ્ય શું હોય છે અને એ ઉદ્દેશ્યને પરીપૂર્ણ તમે કેવી રીતે કરશો.

યુવાનોને રોજગારી અંગે મોદીએ કહ્યું કે, આ વિષયને હું બે રીતે જોઉ છું એક અર્બનાઇઝને આપણે સંકટના સમજીએ તેને તક સમજીએ. ગામડાંમાંથી કોઇ પલાયન ના થાય તે જ્યાં છે ત્યાં જ તેને રોજીરોટી મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી જોઇએ. કૃષિક્ષેત્રમાં રોજગારીની ઘણી સુવિધા છે પરંતુ સમયાનુસાર જે મહત્વ આપવી જોઇતી હતી, આજે પણ દેશમાં એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સબ્જેક્ટ નથી. ટેક્નોલોજી એન્ડ એગ્રીકલ્ચર પર કોઇ કામ નથી.

કૃષિ આધારિત ઉદ્યોગ પર ભારણ દઇએ તો ગામડાંવાળા પણ આવીને કહેશે કે અમારા ગામમાં આવીને રોજગારી આપો. આપણા દેશમાં અનેક રાજ્યો છે જે કોટન પેદા કરે છે, આપણે કેટલા દિવસ કાચો માલ એક્સપોર્ટ કરીશું, કોટનમાં વેલ્યુ એડિશન કરીએ તો આપણે ઘણું બધું આપી શકીએ છીએ.

કાયદો અને વ્યવસ્થા કથળવા અંગે મોદીએ શું કહ્યું

કાયદો અને વ્યવસ્થા કથળી હોવા અંગેના પ્રશ્ન પર મોદીએ કહ્યું કે, અમારે ત્યાં લોક અદાલતોમાં સેન્સિટી લાવ્યા તેનાથી લાખોની સંખ્યામાં કેસ આવે છે, હલ થાય છે અને એક વ્યક્તિને ન્યાય મેળવવાનો ખર્ચ 35 પૈસા થાય છે. અમે ગરીબ લોકો માટે સાંજની કોર્ટ ચલાવી અને તેમાં ન્યાય મળતા આવ્યા. બાબતોને સારી કરી શકાય છે. આપણે આપણી વ્યવસ્થાથી નિરાશ થવાની જરૂર નથી, તેને કાયાકલ્પ કરવાની જરૂર છે. તેને આપણે સરખી કરી શકીએ છીએ.

રોજગારી અંગે મોદીનો જવાબ

રોજગારી અંગે મોદીનો જવાબ

યુવાનોને રોજગારી અંગે કહ્યું કે, અમે કહીએ છીએ કે ભારત સૌથી યુવાન દેશ છે, પરંતુ આપણે સ્કિલ ડેવલોપમેન્ટ પર કામ કરીએ તો રોજગારી ઉભી કરી શકીએ છીએ. યુવાનોમાં રહેલી સ્કિલને બહાર લાવવામાં આવે તે દિશામાં કામ કરવાની જરૂર છે.

પીએસયુ અંગે મોદીની વિચારધારા

પીએસયુ અંગે મોદીની વિચારધારા

મોદીને ભ્રષ્ટાચાર અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં કહ્યું કે, હું નવો મુખ્યમંત્રી બન્યો ત્યારે એક ડેલિગેશન મને મળ્યો, તેણે કહ્યું કે, ગુજરાત સ્ટેટ ફર્ટીલાઇઝર કોર્પોરેશન બંધ થવા જઇ રહ્યું છે, અમે બરબાદ થઇ જશું. અમારે ત્યાં પીએસયુ ડુબવાની કગાર પર હતાં, અમે બેઠકો કરી અને અમે એક માર્ગ અપનાવ્યો અને પીએસયુને પ્રોફેશનલાઇઝ કરીશું. ગુજરાતના પીએસયુ 4000 કરોડનુ નુક્સાન કરતા હતા એ જ પીએસયુ 2011માં 4 હજાર કરોડનો નફો કરે છે. ગુજરાતમાં 3400 કરોડનું નુક્સાન હતું, પરંતુ આજે અમે વિવિધ નવા સુધારા લાવતા આજે 7000 કરોડ રૂપિયાનો નફો કરવા લાગ્યું હતું.

રાજ્યોમાં રાષ્ટ્રિય વિચારની ઉણપ

રાજ્યોમાં રાષ્ટ્રિય વિચારની ઉણપ

આજે રાજ્યોમાં રાષ્ટ્રિય વિચારની ઉણપ છે અંગે તેમણે કહ્યું કે હું આ વિચાર સાથે સહમત નથી. રાજ્યો આપણી શક્તિ છે. દિલ્હીની સરકાર રાજ્યની સરકારોના કારણે છે. રાજ્યોમાં જે શક્તિ છે તેને બહાર લાવીશું અને તેને મહત્વ આપવામાં આવશે તો દેશ ઝડપથી વિકાસ કરતો થશે. વડાપ્રધાન અને રાજ્યના મુખ્યમંત્રી દેશ ચલાવવાની ટીમ છે.

જીએસટી લાગુ થવા અંગે

જીએસટી લાગુ થવા અંગે

કેન્દ્ર અને રાજ્ય કરોના અધિકારોને ખોવા નથી માગતા જેના કારણે જીએસટી લાગુ થવા અંગે તમે શું વિચારો છો, તેના જવાબમાં મોદીએ કહ્યું કે, ભાજપ જીએસટીના પક્ષમાં છે, ભાજપે ક્યારેય તેનો વિરોધ કર્યો નથી. કેન્દ્ર દ્વારા તેના કેટલાક ભાગોમાં તૈયારી કરવામાં આવી નથી.

<center><iframe width="100%" height="338" src="//www.youtube.com/embed/Gwd1mF_1UUA" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary
Narendra Modi to address Chartered Accountants Association in Delhi

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.