• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગહેલોતને સમર્થન છે કે રાજસ્થાન નંબર વન, પણ કૌભાંડોમાં: મોદી

|

અલવર, 19 નવેમ્બર: ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી હાલમાં પક્ષ તરફથી જોરદાર ચૂંટણી પ્રચાર-પ્રસારમાં લાગી ગયા છે. નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનના અલવર ખાતે એક ચૂંટણી સભાને સંબોધી હતી. મોદીએ પોતાના આગવા અંદાજમાં રાજ્યની કોંગ્રેસ સરકારની ધૂળ કાઢી નાખી હતી. મોદીએ જોરદાર પ્રહારો કરીને ગેહેલોત સરકારના શાસનકાળ દરમિયાન થયેલા ભ્રષ્ટાચારો અને રમખાણો યાદ અપાવ્યા હતા.

મોદીએ ગેહલોતની વાતનું સમર્થન કરતા જણાવ્યું કે હું ગહેલોતની વાતનું સમર્થન કરું છું કે રાજસ્થાન નંબર વન છે, પરંતુ ભ્રષ્ટાચારમાં, કૌભાંડમાં, ભ્રૂણ હત્યામાં, તેમજ રમખાણોમાં નંબર વન છે.

મોદીના ભાષણના મહત્વના મુદ્દાઓ અને ભાષણનો વીડિયો જુઓ સ્લાઇડરમાં...

60 મહિના સુધી જાગનાર સરકાર જોઇએ

60 મહિના સુધી જાગનાર સરકાર જોઇએ

મિત્રો આપ વોટિંગ કરીને રાજસ્થાનનું ભાગ્ય લખવાના છો. રાજસ્થાન કેવી રીતે આગળ વધે વિકાસની યાત્રામાં રાજસ્થાન કેવી રીતે આગળ વધે, દલિત, પીડિત, શોષિતોની ભલાઇ માટે સરકાર કેવા પગલા ભરે અને હવે રાજસ્થાનને 55 મહિના સુધી ઊંઘી રહેનાર સરકાર નથી જોઇતી. પરંતુ રાજસ્થાનને 60 મહિના સુધી જાગનાર સરકાર જોઇએ.

ચૂંટણી પહેલા કોંગ્રેસને જનતા યાદ નથી આવતી

ચૂંટણી પહેલા કોંગ્રેસને જનતા યાદ નથી આવતી

મિત્રો આપ જ્યારે સરકાર બનાવો છો ત્યારે પાંચ વર્ષ માટે સરકાર બનાવો છો. સરકાર જનસેવા માટેનું સાધન છે, નવયુવાનોનું કલ્યાણ કરવા તેમને રોજગાર આપવા માટેનું માધ્યમ છે. પરંતુ કોંગ્રેસને ચૂંટણી આવવા સુધી જનતા યાદ આવતી નથી.

બેસવાની જગ્યા ઓછી પડી હોય તો માફી...

બેસવાની જગ્યા ઓછી પડી હોય તો માફી...

મિત્રો બેસવાની જગ્યા ઓછી પડી ગઇ, જેના બદલ હું આપની માફી માગું. છું. જ્યા જુઓ ત્યાં લોકો જ લોકો છે આ દ્રશ્ય ગજબનું છે. મિત્રો કેટલાંક રાજનૈતિક દળો બપોર પહેલા સભા કરવાની હિમ્મત નથી કરતા. તેમની સભાઓમાં લોકોને એવું કહેવું પડે છે કે રોકાવ જશો નહીં, સાંભળીને જાવ... જ્યારે કેટલીક સભાઓ એવી હોય છે જ્યાં લોકોની માફી માંગવી પડી રહી છે કે તમને સંભળાઇ નહી રહ્યું હોય... દેખાતું નહીં હોય. ભલે તમને મારો અવાજ સંભળાતું હોય કે ના સંભળાતું હોય. પરંતુ હું દરરોજ આપને સાંભળતો રહું છું, આપની અવાજને સાંભળતો રહું છું.

રાજસ્થાનના ઇતિહાસમાં સૌથી નબળી સરકાર

રાજસ્થાનના ઇતિહાસમાં સૌથી નબળી સરકાર

રાજસ્થાનની કોંગ્રેસ સરકારને કેવા કેવા સર્ટિફિકેટ મળ્યા છે. હાઇકોર્ટ કહે છે 'રાજસ્થાનના ઇતિહાસમાં અમે આવી નબળી સરકાર નથી જોઇ. જો આપ ડિલિવરી ના કરી શકતા હોવ તો છોડી દો કારોબાર જતા રહો.' આ મોટી ચામડીવાળા લોકો એમ નથી માનવાના, હવે તમારે કહેવું પડશે કે જતા રહો. સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે આવી સરકારે તો સત્તામાં રહેવાનો અધિકાર નથી. રાજ્યમાં કાયદાનું શાસન નથી અંધેર નગરી છે. આ દેશમાં કોઇ રાજ્ય સરકારને હાઇકોર્ટે, સુપ્રીમ કોર્ટે આ રીતે ફટકારી હોય તેવું નથી બન્યું, તેને ઉખાડી ફેંખવી જોઇએ.

ગુજરાતને ગહેલોતજીના સર્ટિફિકેટની જરૂર નથી

ગુજરાતને ગહેલોતજીના સર્ટિફિકેટની જરૂર નથી

રાજસ્થાનના મુખ્યમંત્રી હાલમાં ગુજરાતની વાતો કરી રહ્યા છે. મિત્રો મને કહો કે ચૂંટણી રાજસ્થાનની છે કે ગુજરાતની? રાજસ્થાનના પ્રશ્નોની, વિકાસની વાત કરવી જોઇએ ગુજરાતની નહીં. ગહેલોતજી જ્યાં સુધી ગુજરાતના વિકાસની વાત છે દેશ દુનિયાએ તેના વિકાસને જોઇ લીધો છે અને માની ગયું છે અમારે રાજસ્થાનના મુખ્યમંત્રીના સર્ટિફિકેટની જરૂર નથી.

કોંગ્રેસે ગુજરાતનો સહારો લેવો પડે છે

કોંગ્રેસે ગુજરાતનો સહારો લેવો પડે છે

ગહેલોતજી આપ લખીને રાખો કે કોંગ્રેસના નેતાઓનો હાલ શું છે, જ્યારે પણ વિકાસની ચર્ચા કરવામાં આવે છે ત્યારે તેણે રેફરન્સ ગુજરાતનું જ આપવું પડે છે. ક્યારેક કહે છે કે રાજસ્થાનને તો અમે ગુજરાત જેવું બનાવીશું અને ક્યારેક કહે છે કે જુઓ આ વિષયમાં તો અમે ગુજરાત કરતા પણ આગળ છીએ. એટલે નેગેટિવ કહેવું હોય કે પોઝેટિવ કહેવું હોય તો પણ ગુજરાતનો સહારો લેવો પડે છે. અમે 2012માં જનતાનો હિસાબ કરીને બેઠા છીએ અને જનતાએ અમને સેવા કરવાની ત્રીજી તક પણ આપી છે.

ગહેલોતજીની વાતને મારું સમર્થન

ગહેલોતજીની વાતને મારું સમર્થન

મિત્રો આ લોકો કહે છે કે રાજસ્થાન નંબર એક પર છે. આપને આશ્ચર્ય થશે કે હું ગહેલોતજીની વાતનું સમર્થન કરી રહ્યો છું. તેઓ ક્યા ક્યાં નંબર વન પર છે, તે ગણાવા આવ્યો છું આજે મિત્રો. આખા હિન્દુસ્તાનમાં આદિવાસીઓ પર જુલ્મ કરવામાં રાજસ્થાનની કોંગ્રેસ સરકારનો નંબર વન છે. આ હિન્દુસ્તાનમાં લગભગ પોણા પાંચ ટકા લોકોએ ફ્લોરાઇડવાળું પાણી પીવે છે. તેમાં પણ રાજસ્થાન પહેલા નંબરે આવે છે, અત્રેના લોકોએ અશુદ્ધ પાણી પીવું પડે છે. ગહેલોતજી આપની સરકાર 50 વર્ષો સુધી શાસન કર્યું પરંતુ રાજસ્થાનને હજી સુધી શુદ્ધ પાણી આપના સુધી નહી પહોંચાડી શક્યા.

ગુજરાતમાં પણ હતી પાણીની સમસ્યા

ગુજરાતમાં પણ હતી પાણીની સમસ્યા

પાણીની સમસ્યા અમારા ગુજરાતમાં પણ હતી, અમે દુનિયાની સૌથી લાંબી પાઇપ લાઇન નાખી, નર્મદાનું પાણી પાકિસ્તાનની સીમા સુધી ઠાલવ્યું. ગુજરાતના 9 હજાર ગામો સુધી પાણી પહોંચાડ્યું. આ પાઇપની સાઇઝની તમે કલ્પના કરો જરા કેટલી હશે. આ પાઇપમાં તમે તમારા પરિવારની સાથે મારુતિ કાર લઇને જઇ શકો એટલી મોટી પાઇપ છે.

ખરાબ રસ્તાઓ અને કૌભાંડમાં નંબર વન

ખરાબ રસ્તાઓ અને કૌભાંડમાં નંબર વન

આપના ખરાબ રસ્તાઓ જુઓ તેમાં પણ આપ નંબર વન છો. આપના મંત્રી જ કહે છે કે ગુજરાત આવે છે તો ઊંઘ આવી જાય છે, કારણ કે અત્રેના રસ્તાઓ ખૂબ જ સરસ છે જ્યાં જર્ક નથી આવતા. આપ ઘોટાળાઓમાં પણ નંબર વન છો.

રમખાણ અને ભ્રૂણ હત્યામાં નંબર વન

રમખાણ અને ભ્રૂણ હત્યામાં નંબર વન

રાજસ્થાનની આ પહેલી સરકાર છે જેના શાસનમાં પાંચ વર્ષની અંદર 40 જેટલા રમખાણો થયા છે. મહિલાઓ પર અત્યાચારમાં પણ આપ આગળ છો. ભ્રૂણ હત્યાના પાપમાં પણ આપ આગળ છો ગહેલોતજી. ભગવાન આપને બચાવે અને રાજસ્થાનને પણ બચાવે. અત્રે લોકો બાગ જોવા આવતા હતા, ક્યાં ગયા એ બાગ મારા ગુજરાતમાં સિંહોની સંખ્યા વધી રહી છે, તમે કયા મોઢે ગુજરાતની તુલના કરો છો.

'ભ્રષ્ટાચારમાં વર્લ્ડ ચેમ્પિયન' પર 'શહેઝાદા'ને જવાબ

'ભ્રષ્ટાચારમાં વર્લ્ડ ચેમ્પિયન' પર 'શહેઝાદા'ને જવાબ

દેશના વિકાસ માટે ભ્રષ્ટાચાર નાબુદ કરવો જરૂરી છે. મિત્રો આપણા શહેઝાદા કહેતા હતા કે અમે ભ્રષ્ટાચારમાં વર્લ્ડ ચેમ્પિયન છીએ. તેમણે પાતાળ નથી છોડ્યું, નભ નથી છોડ્યું અને થલમાં તો તેમનું રાજ છે. તેમણે પાતાલલોકમાં સબમરીનું ગોટાળા કર્યા, પૃથ્વીલોકમાં તેમણે કોલસા કૌભાંડ કર્યા, આદર્શ કૌભાંડ કર્યો ખબર નથી શું શું કર્યું? તેઓ રેલમાં પણ ખાઇ જાય છે અને ખેલમાં પણ, તેઓ ખેતમાં પણ ખાઇ જાય છે અને રેતમાં પણ. હવાની તરંગો ખાઇ ગયા 2જી ગોટાળો કર્યો. કેમ ભારત સરકાર એક કાનૂન બનાવે, કે આ બધા રૂપિયા ક્યાં ખવાઇ ગયા? વિદેશી બેંકોમાં નાણા જમા થનારની તપાસ થવી જોઇએ. દિલ્હીની સરકારને મુશ્કેલી થઇ રહી છે. જે ધરતી પર નીતિશતક લખવામાં આવ્યો છે તે ધરતી પર નીતિવાન સરકાર લાવવાનો સંકલ્પ કરો.

આ વખતે કોંગ્રેસનો ડબ્બો ડૂલ થઇ જશે

આ વખતે કોંગ્રેસનો ડબ્બો ડૂલ થઇ જશે

આ વખતે 2013માં રાજસ્થાનનો ડબ્બો ડૂલ થવાનો છે. 2014માં સામાન્ય ચૂંટણીમાં પણ કોંગ્રેસના ડબ્બા ડૂલ થઇ જવાના છે. અને દિલ્હીમાં બનશે ભાજપની સરકાર અને રાજસ્થાનમાં પણ કમળ ખીલશે. મિત્રો આ રીતે રાજસ્થાનના હાથમાં બે બે લાડવા હશે. મિત્રો મારી તમને વિનંતિ છે કે વસુંધરા રાજેના નેતૃત્વમાં ભાજપની સરકાર બનાવો અને ભ્રષ્ટાચારની સરકારને ખદેડી મૂકો. એક તારીખે કમળના નિશાન પર બટન દબાવીને ભાજપને વિજય બનાવો.

નરેન્દ્ર મોદીનું ભાષણ

ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી હાલમાં પક્ષ તરફથી જોરદાર ચૂંટણી પ્રચાર-પ્રસારમાં લાગી ગયા છે. નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનના અલવર ખાતે એક ચૂંટણી સભાને સંબોધી હતી. મોદીએ પોતાના આગવા અંદાજમાં રાજ્યની કોંગ્રેસ સરકારની ધૂળ કાઢી નાખી હતી. મોદીએ જોરદાર પ્રહારો કરીને ગેહેલોત સરકારના શાસનકાળ દરમિયાન થયેલા ભ્રષ્ટાચારો અને રમખાણો યાદ અપાવ્યા હતા.

English summary
Narendra Modi addressing a Public Meeting in Alwar, Rajasthan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more