For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: BJPને 2014ના ચૂંટણીઓમાં વિજયી બનાવીશ : મોદી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 13 સપ્ટેમ્બર : છેલ્લા ત્રણ દિવસના હાઇ વૉલ્ટેજ ડ્રામા બાદ આજે સંસદીય બોર્ડની બેઠક પુરી થયા બાદ પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહે નરેન્દ્ર મોદીને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર ઘોષિત કર્યા છે. બપોરથી જ રાજધાની દિલ્હી પહોંચી ગયેલા નરેન્દ્ર મોદીએ આ બેઠક પૂરી થયા બાદ કાર્યાલયમાં પ્રવેશ કર્યો હતો. સામાન્ય રીતે પોતાની સિગ્હાનેચર સ્ટાઇલ હાફ સ્લીવના ખાદીના ઝભ્ભામાં જોવા મળતા નરેન્દ્ર મોદી આજે ફુલ સ્લીવનો ઝભ્ભો પહેરીને આવ્યા હતા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહે ભાજપ સંસદીય બોર્ડે લીધેલા નિર્યણ મુજબ નરેન્દ્ર મોદીને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. આ પ્રસંગે રાજનાથ સિંહે નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા હતા.

અટલ બિહારી વાજપેયી નાદુરસ્ત તબિયતને કારણે હાજર રહ્યા ન હતા. જ્યારે લાલ કૃષ્ણ અડવાણી નરેન્દ્ર મોદીના નામ સામે કથિત નારાજગીને પગલે સંસદીય બોર્ડની બેઠકમાં હાજર રહ્યા ન હતા. રાજનાથ સિંહે જાહેરાત કરી હતી કે નરેન્દ્ર મોદી અડવાણીજીના આશીર્વાદ લેવા તેમના ઘરે જવાના છે. આગળ વાંચો નરેન્દ્ર મોદી શું બોલ્યા...

narendra-modi

નરેન્દ્ર મોદીએ વ્યક્ત કર્યો વિજયનો વિશ્વાસ
"આજે ભાજપના વરિષ્ઠ નેતા અટલજી અને અડવાણી સહિત સૌ નેતાઓ અને કાર્યકરોએ તેમના અથાગ પરિશ્રમથી ભાજપને આ સ્તરે પહોંચાડી છે. હું તેમને નમન કરીને આભાર વ્યક્ત કરું છું. હું ભાજપના કાર્યકરો, સમર્થકોને વિશ્વાસ આપું છું કે 2014ની ચૂંટણીઓમાં ભાજપ વિજયી બને તે માટે હું પ્રયત્ન કરવામાં કોઇ કમી રાખીશ નહીં. સામાન્ય માનવી, કાર્યકરોની અપેક્ષા પર પાર ઉતરું તે માટે પ્રયત્નો કરીશ. આપના માધ્યમથી દેશના કરોડો દેશવાદીઓ પાસેથી આશીર્વાદ માંગુ છું કે દેશ સંકટની ઘડીમાંથી પસાર થઇ રહ્યો છે ત્યારે ભાજપને આશીર્વાદ આપી તેને વિજયી બનાવે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી કમળને સાથ આપજો."

"મીડિયાનો આભારી છું કે આપે ભાજપના ઉજ્જવળ ભવિષ્ય માટે અનેક વાર પ્રયત્નો કર્યા છે. સામાન્ય માનવીનો વિશ્વાસ દ્રઢ બનાવ્યો છે. 2014માં ભ્રષ્ટાચાર વિરોધમાં, મોંધવારીના વિરોધમાં કામ કરીશું. હું અમારા તમામ સાથીનો આભારી છું. તેમણે જે આશીર્વાદ આવ્યા છે તેમનો હ્રદયથી ધન્યવાદ માનુ છું."

આ બેઠકમાં રાજનાથ સિંહ, નીતિન ગડકરી, વેંકૈયા નાયડુ, મુરલી મનોહર જોશી, અરૂણ જેટલી, સુષ્મા સ્વરાજ, મુરલી મનોહર જોશી, અરવિંદ જોશી, રામ લાલ, અનંત કુમાર હાજર છે. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નામની ઘોષણા સાથે જ તેનું સ્વાગત અને અભિનંદન કરવામાં આવ્યું હતું.

ભાજપ તરફથી સત્તાવાર ઘોષણા પૂર્ણ થાય બાદ સૌ નેતાઓની સાથે નરેન્દ્ર મોદી કાર્યાલયની બહાર તૈયાર કરવામાં આવેલા મંચ પર આવ્યા હતા અને ઉપસ્થિત સામાન્ય નાગરિકો, કાર્યકરો અને સમર્થકોનું અભિવાદન ઝીલ્યું હતું. આ જાહેરાતના પગલે કાર્યાલયની બહાર આતશબાજી પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત નરેન્દ્ર મોદી જિંદાબાદના નારા પણ પોકારવામાં આવ્યા હતા.

ભાજપના રાષ્ટ્રીય કાર્યાલયની બહાર તૈયારી
- ભાજપ કાર્યાલયની બહાર મંચ તૈયાર કરાયું
- અંદાજે એક હાજાર માણસો એકત્ર થઇ શકે
- વરસાદને કારણે થોડું કીચડ છે
- વડાપ્રધધાન પદના ઉમેદવાર તરીકે મોદીના નામની જાહેરાત બાદ મોદી કરશે સંબોધન

નરેન્દ્ર મોદીના નામની ઘોષણા અને તેમની સ્પીચનો વીડિયો જોવા પ્લે પર ક્લીક કરો...

English summary
Narendra Modi declared as BJP PM candidate for Lok Sabha Election 2014
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X