For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટાઈમના 100 પ્રભાવશાળીઓમાં મોદી અને કેજરીવાલ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 14 એપ્રિલ: ટાઇમ મેગેઝીનની દુનિયાના 100 પ્રભાવશાળી વ્યક્તિઓની સૂચિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અરવિંદ કેજરીવાલને સ્થાન મળ્યું છે. જ્યારે આ સૂચિમાં રશિયાના રાષ્ટ્રપતિ બ્લાદિમિર પુતિનને સર્વાધિક પ્રભાવશાળી વ્યક્તિ માનવામાં આવ્યા છે.

આ લિસ્ટમાં પુતિન બાદ રૈપ સિંગર સીએલને બીજા ક્રમે સ્થાન મળ્યું છે. જ્યારે પોપ સનસની લેડી ગાગા, રિહાના અને ટેલર સ્વિફ્ટ ટોપ 5માં છે. જોકે ટાઇમ મેગેઝીનની અધિકારી સૂચિની હજી સુધી જાહેરાત થઇ નથી.

વડાપ્રધાન મોદીને માત્ર 0.6 મતો હાસલ થયા જેમાં 34 ટકા મત મોદીના સમર્થનમાં પડ્યા છે. જ્યારે 66 મત તેમની વિરોધમાં આવ્યા છે. મેગેઝીનનું કહેવું છે કે મોદીએ જે પ્રકારે ભારતની આર્થિક સ્થિતિને મજબૂત કરવાનું અભિયાન શરૂ કર્યું છે, સાથે જ ઓબામાની ભારત યાત્રા અને મોદીની મેડિસન સ્ક્વેરમાં રોક સ્ટાર હાજરીએ તેમને આ સૂચિમાં સ્થાન અપાવ્યું છે.

જ્યારે કેજરીવાલને 0.5 ટકા વોટ મળ્યા છે જેમાંથી 71 ટકા લોકોનું કહેવું છે કે કેજરીવાલને આ સૂચિમાં સ્થાન ના મળવું હોવું જોઇએ. જ્યારે કેજરીવાલ પર ટાઇમ મેગેઝીનનું કહેવું છે કે જે પ્રકારે 2013માં કેજરીવાલે પોતાના ટૂંકા કાર્યકાળમાં પોતાનો પ્રભાવ પાડ્યો અને દિલ્હીમાં વિજય મેળવી તેના કારણે તેમને આ સૂચિમા સ્થાન મળી શક્યું છે. અત્રે નોંધનીય છે કે ભાજપ અધ્યક્ષ અમિત શાહ પણ આ સૂચિની રેસમાં સામેલ હતા, પરંતુ તેઓ આ સૂચિમાં સ્થાન મેળવવામાં અસફળ રહ્યા.

આવો સ્લાઇડરમાં જોઇએ ટોપ ટેન સૂચિમાં કોનું નામ હોઇ શકે છે...

બ્લાદિમિર પુતિન

બ્લાદિમિર પુતિન

રશિયાના રાષ્ટ્રપતિ બ્લાદિમિર પુતિન
આ સૂચિમાં રશિયાના રાષ્ટ્રપતિ બ્લાદિમિર પુતિનને સર્વાધિક પ્રભાવશાળી વ્યક્તિ માનવામાં આવ્યા છે.

રૈપ સિંગર સીએલ

રૈપ સિંગર સીએલ

રૈપ સિંગર સીએલને પ્રથમ ક્રમની દાવેદાર માનવામાં આવતી હતી, પરંતુ તેમને 6.95% મતોથી પુતિન બાદ બીજો ક્રમ પ્રાપ્ત થયો છે.

લેડી ગાગા

લેડી ગાગા

પોપ સ્ટાર લેડી ગાગાને ભાગ્યે જ કોઇ નહીં ઓળખતું હોય. તેમના ફેન્સની દુનિયામાં કોઇ કમી નથી. તેમને 2.6% મતો સાથે આ સૂચિમાં ત્રીજું સ્થાન મળ્યું છે.

રિહાના

રિહાના

રિહાના પણ એન્ટરટેઇનમેન્ટ ક્ષેત્રે સક્રીય છે, જેને 1.9% વોટ સાથે ચોથુ સ્થાન પ્રાપ્થ થઇ રહ્યું છે.

ટેઇલર સ્વિફ્ટ

ટેઇલર સ્વિફ્ટ

ટેઇલર સ્વિફ્ટને આ સૂચિમાં 1.8% મત મળ્યા જે, જેના કારણ તેઓ પાંચમાં ક્રમે આવે છે.

દલાઇ લામા

દલાઇ લામા

ત્યાર બાદ ધર્મ ગુરુ દલાઇ લામાને 1.7% વોટ સાથે ટોપ ટેનમાં સ્થાન મળ્યું છે.

મલાલા યુસુફઝાઈ

મલાલા યુસુફઝાઈ

બાળકોના ભળતરના અધિકાર માટે આતંકવાદીઓને પણ હંફાવનાર મલાલાને 1.6% મતો સાથે આ સૂચિમાં સાતમું સ્થાન મળ્યું છે.

પોપ ફ્રાંસિસ

પોપ ફ્રાંસિસ

પોપ ફ્રાંસિસને 1.5% મતો સાથે સૂચિમાં 8મું સ્થાન મળ્યું છે.

બરાક અને મિશેલ ઓબામા

બરાક અને મિશેલ ઓબામા

બરાક અને મિશેલ ઓબામાને ક્રમશ:
1.4% અને 1.2% મતો સાથે ટોપ ટેન સૂચિની બહાર સ્થાન મળ્યું છે. ટેમને ટોપ ટેનમાં સ્થાન મળી શક્યું નથી.

English summary
Prime Minister Narendra Modi and Delhi Chief Minister Arvind Kejriwal have been voted among the 100 most influential people in the world in an online poll by readers of Time magazine.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X