For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: નાસા સેંટર પર અમેરિકન રોકેટમાં ધમાકો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 29 ઓક્ટોબર: અમેરિકાનું એક માનવરહિત રોકેટ એંટોરેસ લોંચ થયાના થોડી સેકંડ બાદ જ ધમાકા સાથે જ નષ્ટ થઇ ગયું છે. આ રોકેટને અમેરિકન અંતરિક્ષ એજંસી નાસાના વર્જીનિયા સ્થિત વૉલૉપ્સ ફ્લાઇસ ફૈસિલિટીથી લોંચ કરવામાં આવ્યું હતું. નાસાએ અકસ્માતમાં કોઇને નુકસાન પહોંચ્યું હોવાની મનાઇ કરી છે.

ઑર્બિટલ સાયન્સ કૉર્પોરેશનનું આ રોકેટ ચૌદ માળનું હતું અને આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન પર રહેતા છ અંતરિક્ષ યાત્રીઓ માટે લગભગ 2200 કિલો સામગ્રી લઇ જવામાં આવી રહી હતી.

અકસ્માત બાદ એક ઉદ્ઘોષકે કહ્યું, '' પેડ જીરો એ પર આ અકસ્માત થયો છે. અમે ઓઆરબી 3 યાનને ગુમાવી દિધું છે. હવે અમે એંટોરેસ સીઆરએસ મિશનનો ઇમરજન્સી પ્લાન લાગૂ કરવા જઇ રહ્યાં છીએ. હવે એવું લાગું રહ્યું છે કે નુકસાન ફક્ત લોંચિંગ સાઇટ સુધી જ સીમિત છે.''

આ માનવરહિત રોકેટમાં ખરાબીના કારણોનું હજુ જાણ થઇ નથી. આ રોકેટને સોમવારે લોંચ કરવામાં આવ્યું હતું પરંતુ નજીકના સમુદ્રમાં એક હોડી આવી જતાં તેની લોચિંગ ટાળી દેવામાં આવી હતી.

<center><iframe width="100%" height="338" src="//www.youtube.com/embed/NCWunnJXdm0" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary
An unmanned commercial supply ship bound for the International Space Station exploded moments after liftoff Tuesday evening, with debris falling in flames over the launch site.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X