For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2014 ની મોદી લહેર સામાન્ય માણસ માટે કહેર બની: સિદ્ધુ

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી દરમિયાન કેમ્પેઇન કરી રહેલા પંજાબ મંત્રી અને કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુ ઘ્વારા ભાજપ પર જોરદાર પ્રહાર કરવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી દરમિયાન કેમ્પેઇન કરી રહેલા પંજાબ મંત્રી અને કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુ ઘ્વારા ભાજપ પર જોરદાર પ્રહાર કરવામાં આવ્યા છે. પાકિસ્તાન પ્રવાસ દરમિયાન આર્મી ચીફ કમર જાવેદ બાજવાને ગળે મળવા પર ભાજપે સિદ્ધુની ખુબ જ આલોચના કરી હતી, જેના પર સિદ્ધુએ કહ્યું કે ગળે લાગવું રંગ લાવ્યું. તે ગળે લાગવું 15-16 કરોડ લોકો માટે અમૃત સાબિત થયું. સિદ્ધુએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, તે રાફેલ ડીલ તો ના હતી.

navjot singh sidhu

નવજોત સિંહ સિદ્ધુએ પીએમ મોદી પર વ્યક્તિગત હુમલો કરતા કહ્યું કે 2014 ની મોદી લહેર હવે સામાન્ય માણસ માટે કહેર બની ચુકી છે, ઝહેર બની ચુકી છે. જે વિશ્વાસ નરેન્દ્ર મોદી પર હતો તે હવે ચકનાચૂર થઇ ચુક્યો છે. નરેન્દ્ર મોદી હવે ફક્ત અમીરોની કઠપૂતળી બની ચુક્યા છે. મધ્યપ્રદેશ ચૂંટણીમાં નવજોત સિંહ સિદ્ધુ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોના સમર્થન માટે જનસભાઓ અને રેલીઓ કરી રહ્યા છે.

આ પણ વાંચો: ગુરુનાનક દેવની 550મી જન્મતિથિ પર કરતારપુર કૉરિડોર ખોલશે ભારત, હવે નિર્ણય પાકિસ્તાન પર

પાકિસ્તાની પીએમ ઇમરાન ખાનના શપથ ગ્રહણ સમારોહમાં શામિલ થયા પછી નવજોત સિંહ સિદ્ધુ વિવાદોમાં રહ્યા. ત્યારપછી જ ભાજપ અને નવજોત સિંહ સિદ્ધુ વચ્ચે જંગ તેઝ થઇ ચુકી છે. તેમને મધ્યપ્રદેશ ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ સરકાર પર ખેડૂતોના હિતમાં કામ નહીં કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.

આ પણ વાંચો: કરતારપુર કૉરિડોર મામલે સિદ્ધુની કોઈ ભૂમિકા નથીઃ સુખબીર સિંહ બાદલ

English summary
Navjot Sidhu attacks on pm modi during madhya pradesh elections campaign
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X