For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

NEET Exam: સુપ્રીમ કોર્ટે ફગાવી નવી અરજી, પરીક્ષા સ્થગિત કરવાનો ઈનકાર

સુપ્રીમ કોર્ટે બુધવારે નીટ પરીક્ષા માટે એક નવી અરજી દાખલ કરવાનો ઈનકાર કરી દીધો.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોરોના સંકટ દરમિયાન સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આયોજિત કરવામાં આવેલ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રસ ટેસ્ટ(નીટ) અને જેઈઈની પરીક્ષાઓ માટે છાત્રોનો વિરોધ હજુ પણ ખતમ નથી થય. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે બુધવારે આ અંગે એક નવી અરજી દાખલ કરવાનો ઈનકાર કરી દીધો. છાત્રો તરફથી દાખલ કરવામાં આવેલી આ અરજીમાં 13 સપ્ટેમ્બરે યોજાનાર નીટ 2020ની પરીક્ષાને સ્થગિત કરવાની માંગ કરી હતી. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે સમીક્ષા અરજીઓને પણ ફગાવી દીધી છે.

SC

તમને જણાવી દઈએ કે નીટ 2020 પરીક્ષા છેવટે ઘણા ઉહાપોહ બાદ આગામી 13 સપ્ટેમ્બર 2020એ યોજાવા જઈ રહી છે પરંતુ પરીક્ષામાં શામેલ થવાની યોજના બનાવી રહેલ છાત્રોને www.ntaneet.nicપર જારી નિર્દેશોનુ પાલમ કરવા પર જ પરીક્ષામાં બેસવા દેવામાં આવશે. નીટ પરીક્ષા આપવા જઈ રહેલ બધા ઉમેદવારે માટે એક ખાસ ડ્રેસ કોડ જારી કરવામાં આવ્યો છે જેનુ ઉલ્લંઘન તેને પરીક્ષાથી પણ વંચિત કરી શકે છે. ઉલ્લેખનીય છે કે નીટ 2020 માટે વિશિષ્ટ કોવિડ-19 નિર્દેશ અને સુરક્ષા ઉપાય હેઠળ નીટ 2020 એડમિટ કાર્ડ જારી કરવામાં આવ્યા છે.

પરીક્ષા કેન્દ્રમાં આ વસ્તુઓ નહિ લઈ જઈ શકે છાત્રો

પરીક્ષાર્થી પરીક્ષા સંચાલિત કરાવી રહેલ એનટીએ દ્વારા જારી નિર્દેશમાં બધા છાત્રોને સલાહ આપવામાં આવી છે કે તે એડમિટ કાર્ડ પર આપવામાં આવેલ નિર્દેશોને એક વાર ધ્યાનથી જરૂર વાંચી લે જેથી તેમને ખબર રહે કે શું કરવાનુ છે અને શું નહિ. પરીક્ષા કેન્દ્રમાં જ્યોમેટ્રી કે પેન્સિલ બૉક્સ, હેન્ડબેગ, પર્સ, કોઈ પ્રકારના પેપર, સ્ટેશનરી, પ્રિન્ટેડ કે હાથેથી લખેલુ મટીરિયલ, લુઝ કે પેક્ટ જમવાની વસ્તુઓ, મોબાઈલ ફોન, માઈક્રોફોન, પેજર, કેલક્યુલેટર, ડોક્યુપેન, સ્લાઈડ રુલ્સ, લૉગ ટેબલ્સ, કેમેરો, ટેપ રેકૉર્ડર, ઈલેક્ટ્રોનિક વૉચ, કેલક્યુલેટર, મેટાલિક સામાન અથવા ઈલેક્ટ્રોનિક ગેઝેટની મંજૂરી આપવામાં આવશે નહિ.

Video: Y શ્રેણીની સુરક્ષામાં મુંબઈ આવી રહી છે કંગના રનોતVideo: Y શ્રેણીની સુરક્ષામાં મુંબઈ આવી રહી છે કંગના રનોત

English summary
NEET: SC dismisses new petition, refuses to postpone exam.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X