For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદીના બચાવમાં આવ્યું નેપાળ, પીએમની સલાહનું કર્યું સ્વાગત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

કાઠમાંડૂ, 1 ડિસેમ્બર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના તાજેતરના પ્રવસ દરમિયાન એક કાર્યક્રમમાં નેપાળના સંવિધાન પર પોતાનું મંતવ્ય રજૂ કર્યું હતું. ત્યારબાદ મીડિયા સહિત ઘણા વિપક્ષી દળોએ તેમની ટીકા કરતાં કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નેપાળના આંતરિક મુદ્દાઓ પર હસ્તક્ષેપ ન કરવો જોઇએ. વડાપ્રધાનની ટીકા પર નેપાળે તેમનો બચાવ કરતાં કહ્યું કે વડાપ્રધાને નેપાળના મુદ્દે કોઇ હસ્તક્ષેપ કર્યો નથી.

pm-modi-in-nepal

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બચાવમાં આવ્યું નેપાળ
અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળી નેતાઓને સંવિધાન બનાવવા માટે સહમતિ બનાવવાની સલાહ આપતાં કહ્યું હતું કે સંવિધાન એક એવો ગુલદસ્તો હોવો જોઇએ જેમાં આખા દેહ્સની સુગંધ હોવી જોઇએ. વડાપ્રધાને પોતાના સંબોધનમાં કહ્યું હતું કે ભારતે ના તો નેપાળના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરવાનો છે અને હોવો પણ ના જોઇએ.

નેપાળના વિદેશમંત્રી મહેન્દ્ર બહાદુર પાંડેયે કહ્યું 'આ ભારતની મિત્રવત સલાહ હતી. આપણે તેને હસ્તક્ષેપના રૂપમાં લેવી ન જોઇએ.' પાંડેયે સ્પષ્ટ કહ્યું કર્યું, 'બધા રાજકીય પક્ષો વચ્ચે સર્વ સામાન્ય સહમિતથી સંવિધાનની સમયસર રચના કરવાનો પયત્ન અમે પણ કરી રહ્યાં છીએ અને હું તેને અમારા મુદ્દાઓમાં દરમિયાનગિરીના રૂપમાં જોતો નથી.'

નેપાળમાં કેટલાક વિરોધી રાજકીય પક્ષો અને નેપાળી મીડિયાએ પીએમની આ સલાહને આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ ગણતાં વડાપ્રધાનની ટિકા કરી હતી. ત્યારબાદ નેપાળના વિદેશ મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બચાવમાં આ નિવેદન આપ્યું.

English summary
Nepal defends PM Modi on his advise of constitution formation. Nepal foreign minister says that we dont take it as his intervention in internal issues.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X