• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કોરોના દર્દીઓ માટે આવી નવી ગાઈડલાઈન, ઘરે જ આઈસોલેશનનો વિકલ્પ

|

આરોગ્ય મંત્રાલયે કોવિડ-19ના અમુક દર્દીઓ માટે ઘરે જ આઈસોલશનમાં રહેવાનો વિકલ્પ આપ્યો છે. સોમવારે આ અંગે એક વિસ્તૃત ગાઈડલાઈન્સ જારી કરવામાં આવી છે. જો કે આ સુવિધા માત્ર એ જ દર્દીઓને મળશે જેમની બિમારી વધુ ગંભીર સ્થિતિમાં ન હોય અને તેમના ઘરે નક્કી માનદંડો મુજબ આઈસોલેશનમાં રહેવાની સારી સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકશે. ગાઈડલાઈન્સમાં ઘરે આઈસોલેશનમાં રહેવા ઈચ્છતા દર્દીઓનો ઈલાજ કરનારા ડૉક્ટરો સાથે એક કરાર પર પણ હસ્તાક્ષર કરવાના રહેશે કે તે હોમ આઈસોલેશનની તમામ શરતોનુ સંપૂર્ણપણે પાલન કરશે અને સંબંધિત આરોગ્ય અને પ્રશાસનના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહેશે.

કોરોના દર્દીઓ માટે આવી નવી ગાઈડલાઈન્સ

કોરોના દર્દીઓ માટે આવી નવી ગાઈડલાઈન્સ

આરોગ્ય મંત્રાલયની નવી ગાઈડલાઈન્સ મુજબ કોવિડ-19ના જે દર્દીઓમાં બિમારીના લક્ષણ સંપૂર્ણપણે નથી દેખાઈ શકતા અથવા બહુ જ હળવા લક્ષણ દેખાશે તેમની પાસે અમુક શરતો સાથે ઘરે જ એકાંતમાં રહેવાનો વિકલ્પ હશે. પરંતુ આના માટે જરૂરી છે કે સંબંધિત દર્દીના ઘરે એ રીતની શક્યતા હોય તે પોતાના ઘરે આઈસોલેશનની જરૂરિયાતોને પૂરી કરી શકે. વર્તમાન ગાઈડલાઈન્સમાં એ વ્યવસ્થા હતી કે કન્ટેનમેન્ટ ફેઝમાં જે દર્દીઓમાં હળવા, મધ્યમ કે ગંભીર લક્ષણોની ઓળખ થાય છે તેમને કોવિડ કેર સેન્ટર કે કોવિડના ઈલાજ માટે ચિહ્નિત કરેલી હોસ્પિટલોમાં જ ભરતી કરવાના હોય છે. પરંતુ કેન્દ્ર સરકારે લેટેસ્ટ ગાઈડલાઈન્સમાં કહ્યુ કે, બહુ જ હળવા કે લક્ષણ દેખાવાની પહેલાની સ્થિતિવાળા દર્દી પાસે જો તેમના ઘરોમાં જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ હોય તો, જ્યા તે ખુદને સેલ્ફ-આઈસોલેશનમાં રાખી શકે, જે ઘરે આઈસોલેશનનો વિકલ્પ પસંદ કરી શકે છે.

કયા દર્દીઓને મળશે હોમ આઈસોલેશનનો વિકલ્પ

કયા દર્દીઓને મળશે હોમ આઈસોલેશનનો વિકલ્પ

જે દર્દીઓને તેમનો ઈલાજ કરનાર ડૉક્ટર તપાસના આધારે જોશે કે તેમનો કેસ વધુ ગંભીર નથી કે તેમાં કોવિડ-19ના કોઈ લક્ષણ નથી દેખાઈ રહ્યા.

  • જો કે આના માટે તેમણે સેલ્ફ-આઈસોલેશનમાં જવા માટે એક કરાર પેપર પર અંડરટેકિંગ લખીને આપવાનુ રહેશે.
  • એટલે કે તેમના ઘરે સેલ્ફ-આઈસોલેશનની સુવિધા હોવી જોઈએ અને પરિવારના સંપર્કોને પણ ક્વૉરંટીનમાં રહેવાની સુવિધા હોવી જોઈએ.
  • 24x7ના હિસાબે દેખરેખ રાખવા માટે એક વ્યક્તિ હોવો જોઈએ જે હોમ આઈસોલેશનના આખા સમયમાં હોસ્પિટલ સાથે સંપર્કમાં રહી શકે.
  • દેખરેખ કરનાર અને બધા નજીકના લોકોને પ્રોટોકૉલના હિસાબે હાઈડ્રોક્સીક્લોરોક્વીન પ્રોળિલેક્સિસ લેવી જોઈએ. આરોગ્ય સેતુ એપ હંમેશા માટે એક્ટિવ રહેવી જોઈએ.
  • દર્દીઓ પોતાના આરોગ્યને સતત મૉનિટર કરવુ જોઈએ અને જિલ્લા નિરીક્ષણ અધિકારીઓને સતત પોતાના આરોગ્ય વિશે સતત જણાવવાનુ રહેશે જેથી નિરીક્ષણ ટીમ તેમનુ ફોલોઅપ કરી શકે.
દર્દીએ આ કરવુ પણ જરૂરી છે

દર્દીએ આ કરવુ પણ જરૂરી છે

દર્દીને એ પણ સલાહ આપવામાં આવે છે કે તે હંમેશા ટ્રિપલ-લેયર માસ્ક પહેરી રાથે અને દર 8 કલાકે તેને અસંક્રમિત કરીને હટાવી દે. શરીરમાં પાણીની કમી ન થાય તેના માટે તે સતત તરલ પદાર્થો પીતા રહે અને આરામ કરે. એક અલગ રૂમમાં જ રહે અને વૃદ્ધો પાસે ન જાય. સાથે પોતાના હાથ અને શ્વાસ સંબંધી સ્વચ્છતાનો ખૂબ જ ખ્યાલ રાખે.

આ પણ વાંચોઃ કોરોના વાયરસને જવામાં સમય લાગશે, બાળકો માટે સૌથી વધુ ચિંતાઃ WHO

જો તબિયત બગડે કે ગંભીર લક્ષણ દેખાવા લાગે તો શું કરવુ?

જો તબિયત બગડે કે ગંભીર લક્ષણ દેખાવા લાગે તો શું કરવુ?

હોમ આઈસોલેશનનો વિકલ્પ પસંદ કરનારને એ પણ સલાહ આપવામાં આવી છે કે જેવી તબિયત ગંભીર થઈ જાય, ગંભીર લક્ષણ દેખાવા લાગે જેવા કે - શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં સતત દુઃખાવો કે દબાણ, માનસિક ઉલઝન કે અચેત અવસ્થાની સ્થિતિ અને ચહેરો કે હોઠ વાદળી થઈ જવા, તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો અથવા મેડિકલ સલાહ લેવી.

દેખરેખ કરનારા અને નજીક રહેનારા માટે ગાઈડલાઈન્સ

દેખરેખ કરનારા અને નજીક રહેનારા માટે ગાઈડલાઈન્સ

દેખરેખ કરનારાને સલાહ આપવામાં આવી છે કે તે માસ્ક પહેરે, ગ્લોવ્ઝ પહેરે અને ઉતારતા પહેલા હાથને સારી રીતે સાફ કરે કે આલ્કોહોલાવાળા હેન્ડ રબથી તેની સફાઈ કરે. તેમના માટે એ પણ કહેવામાં આવ્યુ છે કે, દર્દીના શરીરથી નીકળતા તરલ પદાર્થોના સીધા સંપર્કમાં આવવાથી બચો, ખાસ કરીને મોઢા અને નાકથી નીકળેલ વહેતી વસ્તુઓથી. આના માટે દર્દી પાસે જતા પહેલા ડિસ્પોઝેબલ ગ્લવ્ઝનો ઉપયોગ જરૂર કરો. એટલુ જ નહિ દર્દીની દેખરેખ કરનાર અને તેમના નજીકનાનેપણ રોજ પોતાના આરોગ્યને મોનિટર કરવા માટે કહેવામાં આવ્યુ છે જેમાં રોજ શરીરનુ તાપમાન જોવુ પણ શામેલ છે અને કોવિડ-19 અંગેના કોઈ પણ લક્ષણ અનુભવાય તેની તરત જ સૂચના આપો.

English summary
New guidelines for Coronavirus patients, can opt for home isolation
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X