For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બંધ રૂમમાં થશે દિલ્હી ગેંગરેપ કેસની સુનવણી, મીડિયા પર પ્રતિબંધ

|
Google Oneindia Gujarati News

court
નવી દિલ્હી, 7 જાન્યુઆરી: દિલ્હી ગેંગરેપના છમાંથી પાંચ આરોપીઓને આજે સાકેત મેટ્રોપોલિટન કોર્ટમાં હાજર કર્યા પહેલા ધાંધલ મચી ગઇ હતી. આ વચ્ચે કોર્ટે નિર્ણય આપ્યો કે આ કેસની સુનવણી બંધ ઓરડામાં થશે અને કોર્ટની કાર્યવાહીનું વીડિયો રેકોર્ડીંગ કરવામાં આવશે. કોર્ટે આ મામલે સુનવણી કરી અને રિપોર્ટીંગને લઇને મીડિયા પર પ્રતિબંધ લાદી દીધો છે.

આ પહેલા આરોપીઓની સાકેત કોર્ટમાં હાજરી પહેલા એ વખતે ધમાલ મચી ગઇ જ્યારે બે વકીલ તેમનો કેસ લડવા માટે તૈયાર થઇ ગયા. ત્યારબાદ ઘણા વકીલ ભડકી ઉઠ્યા અને તેમણે હંગામો મચાવી નાખ્યો. ઉલ્લેખનીય છે કે સાકેત બાર એસોસિએશનના સભ્યોએ નિર્ણય કર્યો હતો કે કોઇપણ વકિલ આરોપીઓનો કેસ લડશે નહી.

વકીલ મોહન લાલ શર્માંએ કોર્ટમાં રજૂ થઇને મેટ્રોપોલિટિન મેજિસ્ટ્રેટ નમ્રતા અગ્રવાલને જણાવ્યું કે તેમને આરોપીઓના સંબંધીઓ તરફથી તેમની કેફિયત કરવા માટે ફોન આવ્યો હતો. તેમણે જણાવ્યું કે તિહાડ જેલ નહી જઇ જકવાને કારણે વકિલાતનામા પર આરોપિયોના હસ્તાક્ષર લઇ શક્યા ન્હોતા. શર્માએ મેજિસ્ટ્રેટ પાસે કોર્ટમાં આરોપિઓના હસ્તાક્ષર લેવા દેવાની વિનંતી કરી.

મેટ્રોપોલિટિન મેજિસ્ટ્રેટે તેમને આરોપીઓના હસ્તાક્ષર લેવાની પરવાનગી આપી નહી, અને તેમણે જણાવ્યું કે તેઓ આ કામ માટે તિહાડ જેલ જાય. કોર્ટ દ્વારા શર્માના આગ્રહને રદિયો આપ્યા બાદ બે અન્ય વકીલોએ કેસમાં મદદ માટે અદાલત મિત્રના રૂપ પોતાની સેવા આપવાનો આગ્રહ કર્યો. દરમિયાન મીડિયા કર્મીઓ, વકીલો અને પોલીસકર્મીઓથી ખચાખચ ભરેલા કોર્ટ રૂમમાં જગ્યાના અભાવે પાંચ આરોપીઓ રામ સિંહ, મુકેશ, વિનય શર્મા, પવન ગુપ્તા અને અક્ષય ઠાકુરને હાજર કરી શકાયા નહીં.

English summary
Drama in court room as judge leaves, Next hearing in Delhi gangrape case on 10 January.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X