For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નિપાહ વાયરસથી બચાવશે આ બે સરળ ઉપાયો

કેરળમાં નિપાહ વાયરસનો કહેર ચાલુ છે. આ ખતરનાક વાયરસથી અત્યાર સુધીમાં 13 લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. જો કેટલીક વાતોનું ધ્યાન રાખવામાં આવે તો આના સંક્રમણથી બચી શકાય છે.

|
Google Oneindia Gujarati News

કેરળમાં નિપાહ વાયરસનો કહેર ચાલુ છે. આ ખતરનાક વાયરસથી અત્યાર સુધીમાં 13 લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. સંક્રમિત ચામાચિડીયા કે અન્ય સંક્રમિત જીવોથી ફેલાતા આ વાયરસનો તોડ હજુ સુધી ડૉક્ટર્સ પણ શોધી શક્યા નથી પરંતુ જો કેટલીક વાતોનું ધ્યાન રાખવામાં આવે તો આના સંક્રમણથી બચી શકાય છે. જાણો કેવી રીતે તમે બચી શકો છો-

સંક્રમિત સુવર, ચામાચીડિયાથી થાય છે નિપાહ

સંક્રમિત સુવર, ચામાચીડિયાથી થાય છે નિપાહ

નિપાહ વાયરસ મનુષ્યોમાં સંક્રમિત સુવર, ચામાચીડિયા કે અન્ય સંક્રમિત જીવોના સંપર્કમાં આવવાથી ફેલાય છે. આ વાયરસ એન્સેફ્લાઈટિસના કારણે બને છે. આ ઈન્ફેક્શન ફ્રૂટ બૈટ્સ દ્વારા લોકોમાં ફેલાય છે. આનાથી પીડિત મનુષ્યને આ ઈન્ફલેટિક સિંડ્રોમ રૂપે ભયંકર તાવ, માથામાં દુખાવો, માનસિક ભ્રમ, વિચલન, કોમા અને અંતમાં મોત થવાના લક્ષણ જોવા મળે છે.

થોડી થોડી વારે ધોતા રહો હાથ

થોડી થોડી વારે ધોતા રહો હાથ

મલેશિયામાં સૌથી પહેલા આના લક્ષણો જોવા મળ્યા હતા. એક વ્યક્તિને આ વાયરસે ઝપટમાં લીધો અને ત્યારબાદ તેનું મોત નીપજ્યુ હતુ. તે જ ગામના નામ પરથી આને નિપાહ નામ આપવામાં આવ્યુ છે. આ વાયરસને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના સ્થાનિક પશુ સ્વાસ્થ્ય સંહિતામાં લિસ્ટેડ કરવામાં આવ્યો છે. વર્ષ 2007 માં પશ્ચિમ બંગાળમાં પણ આના દર્દીઓ જોવા મળ્યા હતા.

જમતા પહેલા પહેલા ધુઓ વસ્તુઓ

જમતા પહેલા પહેલા ધુઓ વસ્તુઓ

નિપાહ વાયરસ આનાથી પીડિત દર્દીના સંપર્કમાં આવવાથી તરત ફેલાય છે. એટલા માટે બની શકે તેટલુ તેમનાથી દૂર રહેવાની કોશિશ કરવી જોઈએ. નિપાહ વાયરસથી તમે સરળતાથી દૂર રહી શકો છો. આના માટે જરૂરી છે હાઈજીનનું ધ્યાન રાખવું. પોતાની આસપાસ સાફ-સફાઈ રાખો અને થોડા થોડા સમયે હાથ ધોતા રહો. હાથ ધોયા વિના ખાવાની કોઈ પણ વસ્તુઓને અડશો નહિ.

રાંધીને ખાવ, ફળોને પણ ધોઈને ખાવ

રાંધીને ખાવ, ફળોને પણ ધોઈને ખાવ

રાંધતી વખતે શાકભાજીને ખૂબ જ સરસ રીતે સાફ કરી લો અને તેને સરસ રીતે ચડવા દો. કાચુ ભોજન ક્યારેય ન ખાવ. જો સંક્રમિત વિસ્તારમાં જઈ રહ્યા છો તો માસ્કનો ઉપયોગ કરો. ખાંસતી વખતે પોતાનું મોં ઢાંકી લો અને પછી ફરીથી પોતાના હાથ વ્યવસ્થિત ધોઈ લો.

English summary
nipah virus outbreak do these two simple steps stop nipah virus
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X