For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિજય માલ્યા સામે બિનજમાનતી વોરંટ જારી

|
Google Oneindia Gujarati News

vijay mallya
હૈદરાબાદ, 12 ઓક્ટોબર: કિંગફિશર એરલાઇન્સના માલિક વિજય માલ્યાની સામે હૈદરાબાદ કોર્ટે આજે 12 ઓક્ટોબરે બિનજમાનતી વોરંટ જારી કરી દીધું છે. માટે પોલીસ ગમે ત્યારે માલ્યાની ધરપકડ કરે તેવી શંકા સેવાઇ રહી છે.

કોર્ટે આ આદેશ એક કેસની સુનવણી દરમિયાન જારી કર્યો હતો, જેમાં જીએમઆર હૈદરાબાદ ઇન્ટરનેશનલ એરપોર્ટે કિંગફિશરની સામે 10.3 કરોડના ચેક બાઉન્સનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર વિમાનોની પાર્કિંગ, લેન્ડિંગ, અને તેની દેખરેખના ભાડા પેટે 10.3 કરોડનો ચેક કિંગફિશર તરફથી મળ્યો હતો, જે બાઉન્સ થઇ ગયો હતો. આ પહેલા મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ ચલાવનાર કંપની જીવીકે ગ્રૂપે જૂન 2012માં કિંગફિશરની સામે ચેક બાઉન્સ થવાથી કેસ દાખલ થયો હતો. દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડની કંપની જીએમઆરે પણ ત્રણ કરોડ રૂપિયાના ચેક બાઉન્સ થવાથી કિંગફિશર સામે કેસ દાખલ કર્યો હતો.

કિંગફિશર એરલાઇન્સ હાલમાં ખોટમાં ચાલી રહી છે. થોડા દિવસો પહેલા પગાર નહીં મળવાને કારણે કિંગફિશરના એન્જિનિયરો અને પાયલટો હડતાળ પર ઉતરી ગયા હતા. એવામાં માલ્યાની સામે બિનજમાનતી વોરંટ જારી થયું છે.

English summary
A city court on Friday issued a non-bailable warrant against business tycoon Vijay Mallya and five others in a cheque bounce case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X