હવે પેટ્રોલ પંપ પર મળશે LPG સિલિંડર

પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી આ માહિતી અનુસાર 5 કિલોગ્રામનો એલપીજી સિલિન્ડર હવે દેશના મહાનગરોમાં કંપની દ્વારા સ્વયં ચલાવવામાં આવનારા પેટ્રોલ પંપ (કોકો) પંપ પર ઉપલબ્ધ રહેશે. સમગ્ર દેશમાં કંપનીઓ દ્વારા સ્વયંસંચાલિત પેટ્રોલ પંપોની સંખ્યા માત્ર ત્રણ ટકા છે. વર્તમાન સમયમાં દેશમાં કુલ 47,000 પેટ્રોલ પંપ છે.
આ સિલિન્ડરનું વેચાણ બજાર મૂલ્ય મુજબ કરવામાં આવશે. હાલ 14.2 કિલોગ્રામના ઘરેલુ સિલિન્ડર સબસીડી અનુસાર રૂપિયા 410 અને સબસીડી વગર બમણી કિંમતે ઉપલબ્ધ છે. પેટ્રોલિયમ મંત્રી વીરપ્પા મોઇલી બેંગલોરમાં પેટ્રોલ પંપ પર 5 કિલોગ્રામવાળા એલપીજી સિલિન્ડરના વેચાણની શરૂઆત કરાવશે. બેંગલોર ઉપરાંત આ સુવિધા દિલ્હી, મુંબઇ, કોલકત્તા અને ચેન્નાઇમાં ઉપલબ્ધ બનશે.












Click it and Unblock the Notifications
