18,000 થી ઓછા પગારવાળા કામદારોને હવે નવી રીતે થશે ચૂક્વણી

Subscribe to Oneindia News

દેશમાં 8 નવેમ્બરે પીએમ નરેન્દ્ર મોદીના વિમુદ્રીકરણના નિર્ણય બાદ હવે વધુમાં વધુ લોકોને કેશલેસ બનાવવાની યોજના પર કામ ચાલી રહ્યુ છે. હવે આગામી દિવસોમાં ઔદ્યોગિક કારખાનાઓમાં કામ કરતા લાખો શ્રમિકોને હવે સીધા તેમના બેંકના ખાતામાં જ પગાર આપવાનો નિર્ણય સરકાર કરી શકે છે.

money

શ્રમિકોને વાસ્તવિક વેતન મળી રહ્યુ છે કે નહિ

ઇટીની ખબરો પ્રમાણે સરકાર યોજના બનાવી રહી છે કે ઔદ્યોગિક કારખાનાઓમાં કામ કરનારા શ્રમિકોને હવે સરકાર સીધા તેમના બેંક ખાતામાં જ પગાર જમા કરાવવાનો નિયમ બનાવવા જઇ રહી છે. અધિકૃત સૂત્રો મુજબ કેબિનેટની એક પ્રસ્તાવિત નોટ મુજબ સરકાર કેશલેસ બનાવવાની સાથે સાથે એ પણ જોવા માંગે છે કે કામદારોને વાસ્તવિક વેતન મળી રહ્યુ છે કે નહિ.

money

પગારની ચૂકવણી ડિજિટલ બેંકિંગથી

ન્યૂઝ રિપોર્ટ મુજબ કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં પારિશ્રમિક ચૂકવણી કાયદામાં સંશોધન કરવાની છે જેથી કર્મચારીઓને તેમની વેતન ચૂકવણી ચેકના માધ્યમથી કે બીજા માધ્યમથી સીધી બેંક ખાતામાં થઇ શકે. સમાચારમાં એ પણ જાણવા મળ્યુ છે કે ટ્રેડ યુનિયને માંગ કરી છે કે કર્મચારીઓનું વેતન ડિજિટલ બેંકિંગ દ્વારા કરવામાં આવે અને સાથે પારિશ્રમિક ચૂકવણી કાયદામાં સંશોધન કરવામાં આવે.

money

18,000 થી ઓછા પગારવાળાને કરવામાં આવશે શામેલ

પ્રસ્તાવ મુજબ એવા કામદારો કે જેમની આવક 18,000 રુપિયાથી વધુ નથી તે બધાને ડિજિટલ બેંકિંગ દ્વારા પગારની ચૂક્વણી કરવામાં આવશે. સરકાર કારખાનાઓમાં કામ કરનારા કામદારોને સીધી ખાતામાં કે ચેકથી ચૂકવણી અનિવાર્ય કરવા અંગે વિચાર કરી રહી છે.

money

કાયદામાં કરવુ પડશે સંશોધન

ન્યૂઝ રિપોર્ટ અનુસાર રેલવે, એર, બસ, ટ્રાંસપોર્ટ અને ખાણો સહિત ઘણા અસંગઠિત ક્ષેત્રોમાં ઘણા કામો ઠેકેદારોના માધ્યમથી થાય છે. ઘણી વાર એવા મામલા સામે આવે છે કે ઠેકેદાર શ્રમિકો સાથે છેતરપિંડી કરતા પકડાય છે. આ નવો નિયમ બનાવવા માટે સરકારને પારશ્રમિક ચૂકવણી અધિનિયમ, 1936 ની ધારા 6 માં સંશોધન કરવુ પડશે.

English summary
now in india, industrial workers get salary through digital banking
Please Wait while comments are loading...