For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રવિણ તોગડિયાએ રમખાણોને લઇને કર્યું વિવાદાસ્પદ ભાષણ

|
Google Oneindia Gujarati News

pravin togadia
નવી દિલ્હી, 5 ફેબ્રુઆરી: હાલમાં યુટ્યૂબ પર એક વીડિયો ફરતો થયો છે જેમાં વિશ્વ હિન્દુ પરિષદના નેતા ડોક્ટર પ્રવીણ તોગડીયા મજલિસ એ એત્તેહાદૂલના વિધાયક અકબરૂદ્દીન ઓવૈસીનું નામ લીધા વગર તેમને કૂતરો કહી રહ્યા છે.

ઓવૈસીએ હૈદરાબાદની પાસે નિર્મલમાં ગયા વર્ષે ભડકાઉ ભાષણ કર્યું હતું. આ મામલે તેમની સામે ઘણા કેસ ચાલી રહ્યા છે. યુટ્યૂબ પરના જે વીડિયોમાં તોગડિયાને ઓવૈસીને જવાબ આપતા બતાવવામાં આવી રહ્યા છે તે ભાષણ તેમણે નિર્મલથી 80 કિલોમીટર દૂર ભોકરમાં જાન્યુઆરીમાં આપ્યું હતું.

આ વીડિયોમાં તોગડિયા કહી રહ્યા છે કે 'મુસ્લીમ વોટ બેન્કના આધાર પર દેશમાં લૂંટ મચી ગઇ છે, ત્યારે જ તો કૂતરો પોતાની જાતને વાઘ માનવા લાગે છે. એક હૈદરાબાદમાં કૂતરો છે, તે પોતાની જાતને વાઘ માનવા લાગ્યો. એકે કહ્યું પોલીસ હટાવી લો, મે કહ્યું અરે મિયા 20 વર્ષમાં જ્યારે જ્યારે પોલીસ હટી છે, ત્યારનો દેશનો ઇતિહાસ જોઇ લે. જો તને ખબર ના હોય તો અરિસામાં ઇતિહાસ બતાવી દઉ.' વીએચપીના નેતા વીડિયોમાં છેલ્લા 20-25 વર્ષોમાં થયેલા હુલ્લડોનો હવાલો આપીને જણાવ્યું કે અમને પડકાર ના આપે.

તોગડિયાએ આક્રમક શૈલીમાં ભાષણ કરતા જણાવ્યું કે 'આસામમાં પણ પોલીસ નિષ્ક્રિય થઇ ગઇ હતી ત્યાં લાશોનો ઢગલો થઇ ગયો પણ તેમાંથી મિયા એક પણ હિન્દુની લાશ ન્હોતી. ગુજરાતમાં પણ રમખાણો થયા હતા. અમને પડકાર ના આપો મિયા' તોગડિયાએ પરોક્ષ રીતે પોલીસની કાર્યવાહી પર પણ સવાલો ઉઠાવ્યા હતા.

યુટ્યુબ પર આ વીડિયો આવવાની સાથે જ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે શું ઓવૈસીની જેમ પ્રવિણ તોગડિયાની સામે પોલીસ ફરિયાદ નોંધાશે? શું ભડકાઉ ભાષણ કરવા બદલ તેમની સામે કાનૂની કાર્યવાહી થશે. તોગડિયાએ પોતાના ભાષણ દરમિયાન પરોક્ષ રીતે એ સાબિત કર્યું છે કે રમખાણો દરમિયાન પોલીસ નિષ્ક્રીય થઇ જાય છે.

English summary
now Pravin Togadiya gave hate speech against muslim.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X