For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

NRC: સરકારી સ્કૂલ ટીચર, સેના, પોલિસના જવાનોના નામ પણ ગાયબ

અસમમાં જ્યારથી નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ (એનઆરસી) નો બીજો ડ્રાફ્ટમાં એનઆરસીના ફિલ્ડ ઓફિસરનુ ઉપરાંત ડ્રાફ્ટમાં સરકારી સ્કૂલ ટીચર, સેનાના જવાન અને સીઆઈએસએફ કોન્સ્ટેબલ સુધીના લોકોના નામ ગાયબ છે.

|
Google Oneindia Gujarati News

અસમમાં જ્યારથી નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ (એનઆરસી) નો બીજો ડ્રાફ્ટ રિલીઝ થયો છે ત્યારથી કોઈને કોઈ વિવાદ તેની સાથે જોડાતો રહ્યો છે. હવે એક નવો વિવાદ આ ડ્રાફ્ટ સાથે જોડાઈ ગયો છે. ઈગ્લિંશ ડેઈલી ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા મળતી માહિતી મુજબ આ ડ્રાફ્ટમાંથી એનઆરસીના ફિલ્ડ ઓફિસરનુ નામ જ ગાયબ છે. આ ઉપરાંત ડ્રાફ્ટમાં સરકારી સ્કૂલ ટીચર, સેનાના જવાન અને સીઆઈએસએફ કોન્સ્ટેબલ સુધીના લોકોના નામ ગાયબ છે. સોમવારે જે બીજો ડ્રાફ્ટ આવ્યો છે તે ડ્રાફ્ટમાં 40 લાખ લોકોના નામ નથી.

ત્રણ વર્ષ સુધી અપડેશન પ્રક્રિયામાં લાગ્યા હતા

ત્રણ વર્ષ સુધી અપડેશન પ્રક્રિયામાં લાગ્યા હતા

(ફોટો - ઈન્ડિયન એક્સપ્રેસ) ઈન્ડિયન એક્સપ્રેસના જણાવ્યા મુજબ ફિલ્ડ ઓફિસર મોઈનુલ હક ઉન એ 55,000 સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટ વર્કર્સમાં શામેલ છે જેમણે એનઆરસી ડ્રાફ્ટની અપડેશન પ્રક્રિયામાં સક્રિય રીતે ભાગ લીધો હતો તોમછતાં ડ્રાફ્ટમાં તેમનું નામ નથી. હકે વર્તમાનપત્ર સાથે વાતચીતમાં જણાવ્યુ કે તે સીનિયર ઓફિસર્સ સાથે આ વિશે વાત કરશે અને પૂછશે કે છેવટે સમસ્યા શું છે. હકને એ વાતની આશા છે કે તેઓ આનુ સમાધાન કાઢશે. હકે પોતાને સંપૂર્ણપણે ભારતીય ગણાવ્યા છે. 47 વર્ષીય હક અસમના ઉદાલગુરી જિલ્લામાં સરકારી સ્કૂલમાં ટીચર છે અને છેલ્લા ત્રણ વર્ષોથી એનઆરસી ડ્રાફ્ટમાં અપડેશનના કારણે સ્કૂલે પણ સમયસર પહોંચી શકતા નહોતા. હકની જેમ તેમના 29 વર્ષીય ભાઈનું નામ પણ લિસ્ટમાંથી ગાયબ છે.

સેનામાં જવાન પરંતુ ડ્રાફ્ટમાંથી ગાયબ

સેનામાં જવાન પરંતુ ડ્રાફ્ટમાંથી ગાયબ

અસમના બારપેટા જિલ્લાના માજગાંવના 29 વર્ષીય ઈનામુલ હક જે સેનાના જવાન છે તેમનુ નામ પણ લિસ્ટમાંથી ગાયબ છે. હક સિપાહી તરીકે સેનાની સર્વિસ કોર સાથે ઉત્તરાખંડના રૂડકીમાં તૈનાત છે. તેમનું કહેવુ છે કે તેનુ નામ આ ડ્રાફ્ટમાં નથી પરંતુ તેના માતાપિતા અને ચાર ભાઈ બહેનોના નામ આ લિસ્ટમાં છે. હકે ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાતચીત કરતા કહ્યુ કે તેના મોટા ભાઈએ 30 જુલાઈના રોજ તેને કોલ કર્યો હતો અને તેને જણાવ્યુ કે તેનુ નામ ડ્રાફ્ટમાં નથી. હકના જણાવ્યા અનુસાર તે એક સૈનિક છે અને તેને સમજ નથી પડી રહી કે તેનુ નામ આ લિસ્ટમાંથી કેવી રીતે બહાર થઈ ગયુ છે. હકે તે જ લિગસી ડેટા આપ્યા હતા જે તેના ભાઈ બહેનોએ એનઆરસી માટે આપ્યા હતા પરંતુ તેના સિવાય બધાના નામ ડ્રાફ્ટમાં છે. પરંતુ હકે એમ પણ કહ્યુ કે તેને બિલકુલ ચિંતા નથી અને સાત ઓગસ્ટે ડ્રાફ્ટમાં પોતાનું નામ શામેલ કરવા માટે તે જરૂરી બધા પગલાં લેશે.

ગેઝેટેડ ઓફિસરનું નામ પણ નથી

ગેઝેટેડ ઓફિસરનું નામ પણ નથી

સિપાહી ઈનામુલ હક ઉપરાંત 48 વર્ષીય સદાઉલ્લાહ અહમદનું નામ પણ લિસ્ટમાં નથી. અહમદ ઈન્ડિયન એરફોર્સ સાથે ટેક્નિશિયન તરીકે કામ કરી ચૂક્યા છે. વર્તમાન સમયમાં તે ગુવાહાટીમાં અકાઉન્ટન્ટ જનરલ સાથે આસિસટન્ટ ઓડિટ ઓફિસર તરીકે તૈનાત છે. તેમનુ નામ આ ડ્રાફ્ટમા નથી કારણકે તેમણે એ જ લિગસી ડેટા પ્રયોગ કર્યો હતો જે તેની મોટી બહેન ફતેમા નિસાંએ પ્રયોગ કર્યો હતો. નિસાંને એક વિદેશી ઘોષિત કરી દેવામાં આવી છે. તેમણે જણાવ્યુ કે તેમના પિતા મોબિદ અલીનું નામ વર્ષ 1951 ના એનઆરસી ડ્રાફ્ટમાં હતુ, એ ઉપરાંત તેમની પાસે વર્ષ 1958 ના લેન્ડ રેકોર્ડ પણ છે અને વર્ષ 1971 ની મતદાર યાદીમાં પણ તેમનું નામ છે. ત્યારબાદ પણ તેમની બહેનને વર્ષ 2012 માં બારપેટામાં ફોરેન ટ્રિબ્યુનલ (એફટી) તરફથી વિદેશી ઘોષિત કરી દેવામાં આવી હતી. હાઈકોર્ટમાં પણ આ જ નિર્ણય માનવામાં આવ્યો અને હવે મામલો સુપ્રિમ કોર્ટમાં પેંડિંગ છે.

પોલિસમાં હેડ કોન્સ્ટેબલ પરંતુ ડ્રાફ્ટમાંથી ગાયબ

પોલિસમાં હેડ કોન્સ્ટેબલ પરંતુ ડ્રાફ્ટમાંથી ગાયબ

આ જ રીતે 51 વર્ષીય ઉસ્માન ગની જે સીઆઈએસએફના હેડ કોન્સ્ટેબલ છે અને હાલમાં ગુવાહાટીમાં પોસ્ટેડ છે તેમનું નામ પણ લિસ્ટમાંથી ગાયબ છે. ગુવાહાટીથી 50 કિલોમીટર દૂર ચાયગાંવના રહેવાસી ઉસ્માન અને તેમની પત્નીનું નામ ડ્રાફ્ટમાં નથી પરંતુ તેમના પુત્રો જેમની ઉંમર 19 વર્ષ અને 14 વર્ષ છે તેમના નામ લિસ્ટમાં છે. ગની ઉપરાંત તેમના બે ભાઈ બહેનોના નામ પણ ડ્રાફ્ટમાં નથી. તેમણે જણાવ્યુ કે તેમના પિતાનું નામ 1951 ના સીઆઈએસએફ સાથે છે. ગનીની જેમ શાહ આલમ ભૂયન કે જે અસમ પોલિસની સ્પેશિયલ બ્રાન્ચ સાથે ગુવાહાટીમાં તૈનાત છે તેમનુ નામ પણ ડ્રાફ્ટમાં નથી. એએસઆઈ ભૂયનના જણાવ્યા અનુસાર આની પ્રક્રિયા ઘણી જટિલ છે. ભૂયનને વર્ષ 1997 માં ‘ડાઉટફૂલ' કે ‘ડી વોટર' તરીકે ચિન્હિત કરવામાં આવ્યા હતા. વર્ષ 2010 માં તેમને આની જાણ થઈ હતી.

English summary
NRC Draft: from CISF constable to armyman and to NRC field officer everyone is left out from the draft.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X