For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાણી પૂરી વેચતી ઑલિમ્પિક ચેમ્પિયનને મળશે 6 લાખ રૂપિયા

|
Google Oneindia Gujarati News

sita-sahoo-athens-special-olympic-champion
ભોપાલ, 14 એપ્રિલ : મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં પાણી પૂરી વેચી રહેલી એથેન્સ સ્પેશ્યલ ઑલિમ્પિકમાં બે કાંસ્ય પદક જીતનારી સીતા સાહૂ નામની એથલિટને હવે મદદ કરવા માટે ચારે તરફથી સહાય આવવા લાગી છે. રાજ્ય સરકારે તેને એક લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. બીજી તરફ કેન્દ્રીય ઉર્જા રાજ્ય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (એનટીપીસી) તરફથી પાંચ લાખ રૂપિયા રોકડા અને એક મકાન આપવાની ઘોષણા કરી છે.

સીતા સાહૂએ વર્ષ 2011માં એથેન્સમાં આયોજિત સ્પેશ્યલ ઑલિમ્પિકમાં 200 મીટર અને 1600 મીટર દોડમાં કાંસ્ય પદક જીત્યા હતા. સીતાના પરિવારની આર્થિક સ્થિતિ સારી નથી. તેના પિતા ચાટની લારી લગાવીને પરિવારનું ભરણપોષણ કરે છે. પિતા બિમાર રહે ત્યારે તેણે જ કામ સંભાળવું પડે છે. તેણે જાતે જ ચાટ અને પાણી પૂરી વેચવી પડે છે.

ચોથા ધોરણમાં ભણતી સીતા પરિવારની સ્થિતિને જોતા શાળામાં આગળ ભણી શકી ન હતી. રાજ્યના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે સ્વયં એથેન્સ સ્પેશ્યલ ઑલિમ્પિકમાં ભાગ લેનારા ખેલાડીઓને પ્રોત્સાહન આપ્યું હતું. આ સાથે તેમણે જાહેરાત કરી હતી કે જો ખેલાડીઓ પદક જીતી લાવશે તો તેમને ઇનામ આપવામાં આવશે. જો કે આ વાતને એક વર્ષનો સમય વીતી ગયો હોવા છતાં તેનો અમલ કરવામાં આવ્યો નથી.

આર્થિક તંગીનો માર સહન કરી રહેલી સીતાએ પોતાનો હક મેળવવા માટે રાજધાની ભોપાલમાં સરકારી દરવાજા ખટખટાવ્યા ત્યારે સરકાર ભાનમાં આવી. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે સીતાને એક લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી.

સીતા સાહૂ એક આશાસ્પદ ખેલાડી છે. તે ભવિષ્યમાં રમીને દેશનું નામ આગળ કરવા માંગે છે. પણ ગરીબી તેના સપનાને સાકાર થવા દઇ રહી નથી. હવે આશા છે કે તેને મળેલી આર્થિક સહાયતાથી તેના સપના સાકાર થઇ શકશે.

English summary
Olympic champion Pani Puri vendor will get 6 lakh rupees.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X