For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખાદ્ય સુરક્ષા બિલ પર આજે વટહુકમ લાવશે સરકાર!

|
Google Oneindia Gujarati News

sonia gandhi
નવી દિલ્હી, 4 જૂન : આવતા વર્ષે યોજાનાર સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને યુપીએ સરકાર આજે કેબિનેટ મીટીંગમાં ખાદ્ય સુરક્ષા બિલ પર વટહુકમ લાવવાનો નિર્ણય કરશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરકાર સંસદમાં બિલ લાવ્યા બાદ વટહુકમ લાવવાને યોગ્ય ગણે છે કારણ કે સંસદમાં વિપક્ષી દળ પ્રત્યેક બિલને પાસ કરવામાં અડચણ પેદા કરે છે.

જ્યારે મુખ્ય વિપક્ષી પાર્ટી ભાજપાએ સોમવારે સરકારને ચીમકી આપી હતી કે તે વટહુકમ દ્વારા ખાદ્ય સુરક્ષા બિલ લાગૂ કરવાની કોશીશ ના કરે અને સંસદમાં ચર્ચા દ્વારા તેને પસાર કરાવે. ભલે તેના માટે સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવે, અથવા તો ભલે મોનસૂન સત્રને સમય પહેલા બોલાવવામાં આવે.

જ્યારે યુપીએ સરકારને સમર્થન આપી રહેલી સમાજવાદી પાર્ટીએ ખાદ્ય સુરક્ષા બિલને ખેડૂત વિરોધી બતાવ્યું છે. સપાએ ખાદ્ય સુરક્ષા બિલ મુદ્દા પર વામદળોની સાથે થઇ ગઇ. સપા નેતા નરેશ અગ્રવાલે કહ્યું કે વિધેયક પાસ થવા પર ખેડૂતોને પોતાના ઉત્પાદનનું યોગ્ય વળતર નહીં મળે. તેમણે જણાવ્યું કે સરકાર વિધેયકને લાવીને મધ્યાવધિ ચૂંટણી તરફ જોઇ રહી છે.

નરેશ અગ્રવાલે કહ્યું કે સપા એટલા માટે બિલનો વિરોધ કરી રહી છે કારણ કે તે ખેડૂત વિરોધી છે, સાથે તેમણે કહ્યું કે બિલના વિરોધનું કારણ છે કે તેમાં સંશોધનની ગંભીરતા પર વિચાર કરવો જોઇએ. જ્યારે માકપા નેતા વૃંદા કરાતે કહ્યું કે બિલ પર ચર્ચા થવી જોઇએ અને પાર્ટીએ જે સંશોધન વિચાર કરાવ્યા છે તેના પર પણ ચર્ચા થવી જોઇએ.

ભાકપાના ડી રાજાએ કહ્યું કે યૂપીએ સરકાર દ્વારા લાવવામાં આવી રહેલ ખાદ્ય સુરક્ષા બિલ વર્તમાન સ્વરૂપમાં ઘણી ખામિયોથી યુક્ત છે જેના કારણે આ બિલ અમને અસ્વીકાર્ય છે. બીજી બાજુ પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે સરકાર એવા સમયે જ્યારે સામાન્ય ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે ખાદ્ય સુરક્ષા બિલ પાસ કરાવવાની ઉતાવળ કરી રહી છે.

English summary
On Food security bill UPA likely to pass ordinance in Parliament said sources.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X