For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દર વર્ષે 47 લાખ કરોડ રૂપિયાના ખોરાકનો બગાડ થાય છે: યૂએન રિપોર્ટ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

બેંગ્લોર, 12 સપ્ટેમ્બર: દુનિયામાં આજેપણ કરોડોની સંખ્યામાં એવા લોકો છે, જેમના માટે પેટભરીને જમવાનું મેળવવું એક પડકાર છે. બીજી તરફ એવું પણ છે કે દુનિયાભરમાં ઉત્પન્ન થનાર એક તૃતિયાંશ અન્ન બરબાદ થાય છે. જેની કિંમત લગભગ 47 લાખ કરોડ છે જો કે સ્વિત્ઝરલેન્ડના કુલ ઘરેલુ ઉત્પાદન બરાબર છે. જી હાં સંયુક્ત રાષ્ટ્રની ફૂડ એજન્સીના રિપોર્ટ અનુસાર દરવર્ષે 1.3 બિલિયન ટન (લગભગ 1300 કરોડ ક્વિંટલ) જમવાનું જે વિશ્વભરમાં ઉત્પન્ન થનાર અન્ન ઉત્પાદનનું એક તૃતિયાંશ છે, નષ્ટ થઇ જાય છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિકસિત દેશ અન્નનો બગાડ કરી રહ્યાં છે, જ્યારે વિકાસશીલ દેશોમાં તેની જાળવણી માટે યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે આવું થઇ રહ્યુ6 છે. ખાદ્ય એજન્સીના પ્રમુખ જોસ ગ્રેજિયાનાનું કહેવું છે કે નષ્ટ થનાર અન્નનો આંકડો 750 બિલિયન ડોલર છે. તો બીજી તરફ સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમના અધ્યક્ષ એચિમ સ્ટીનરે આ આંકાડાઓને ચોંકાવનાર ગણાવ્યા છે. તેમનું એમપણ કહેવું છે કે તેનાથી અમને અપ્રત્યક્ષ રીતે નુકસાન પહોંચાડ્યું છે.

wastage-of-food

પ્રતિ વ્યક્તિ 100 કિગ્રા શાકભાજી અને 80 કિગ્રા ચોખા બરબાદ થાય છે
ફૂડ એજન્સીના રિપોર્ટ અનુસાર એશિયાઇ દેશો ચીન, જાપાન અને દક્ષિણ કોરિયામાં દર વર્ષે પ્રતિવ્યક્તિ લગભગ 100 કિગ્રા શાકભાજી અને 80 કિગ્રા ચોખા બરબાદ થાય છે. આ ઉદ્યમશીલ દેશોમાં અન્નની સૌથી વધુ બરબાદી થાય છે.

આગળ ધરતી નહી કરી શકે આપણું પાલનપોષણ
આ સંબંધમાં યૂનાઇટેડ નેશનના પ્રમુખ એચિમ સ્ટીનરનું કહેવું છે કે આગામી 37 વર્ષોમાં વૈશ્વિક વસ્તીમાં 2 અરબનો વધારો થશે, એવામાં આપણી ધરતી આપણું પાલનપોષણ કેવી રીતે કરી શકશે? માટે જરૂરી છે કે આપણે સમયસર ચેતી જવું જોઇએ અને અન્નનો બગાડ અટકાવવાનો પ્રયત્ન કરવો જોઇએ. નહીતર આપણી આવનરી પેઢીઓને આનું નુકસાન ભોગવવું પડશે.

English summary
According to United Nations report one-third of all food produced in the world gets wasted which is worth $750.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X