For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોનિયાએ રાજસ્થાનમાં કહ્યું 'વિપક્ષને માત્ર ખુરશી દેખાય છે'

|
Google Oneindia Gujarati News

sonia gandhi
શ્રીગંગાનગર, 20 જૂન : કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ખાદ્ય સુરક્ષા વિધેયક પસાર નહીં થવા દેવા માટે વિપક્ષને જવાબદાર ઠેરવ્યું હતું અને કહ્યું કે ગરીબો તેમને ગરીબો સાથે કોઇ લેવાદેવા નથી, તેમને તો માત્ર ખુરશી જ દેખાય છે. ગાંધીએ આજે અહીં સુપરક્રિટિકલ ટેકનીક આધારિત સુપર થર્મલ પાવર સ્ટેશનની 607 મેગાવોટના સાતમાં અને આઠમાં યુનિટ માટેની આધારશીલા મૂકી.

આ પ્રસંગે તેમણે જનસભાનું સંબોધન કરતા ભાજપ પર પ્રહારો કરતા જણાવ્યું કે 'અમે ખાદ્ય સુરક્ષા બિલ લાવવા માગતા હતા પરંતુ કેટલાક પક્ષો રાજકારણ રમી રહ્યા છે. તેમનું કામ માત્ર રાજકારણ કરવાનું છે. ગરીબો સાથે તેમને કોઇ લેવા દેવા નથી. તેમને તો જનહિતના કાર્યોનો વિરોધ કરવાનો છે. જેના કારણે ગરીબોની મુશ્કેલી હજી વધી શકે તેમ છે.'

યુપીએ અધ્યક્ષા સોનિયા ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ ગરીબ અને છેવાડાના વર્ગની સાથે છે તથા મહિલાઓ તથા મહિલાઓ અને ખેડૂતોના ફાયદાઓનું હંમેશા ધ્યાન રાખ્યું છે. તેમણે જણાવ્યું કે યુપીએ સરકારે ઐતિહાસિક પગલું ભરીને મનરેગા, મફત શિક્ષણ, મહિલાઓ, ખેડૂતો માટે ખૂબ બધી સેવાઓ શરૂ કરી છે.

તેમણે રાજસ્થાનની અશોક ગહલોત સરકારની વૃદ્ધ પેન્શન યોજના, નિ:શુલ્ક દવા યોજના, મફત તપાસ યોજના, જનની સુરક્ષા યોજનાઓના વખાણ કરતા જણાવ્યું કે આ યોજનાઓના સારા પરિણામો સામે આવી રહ્યા છે. સોનિયાએ કહ્યું કે ગરીબ લોકો બિમાર થયા બાદ સારવાર નથી મેળવી શકતા અને ખૂબ જ મુશ્કેલીઓ ઉઠાવવી પડતી હતી પરંતુ હવે રાજ્ય સરકારે મફત દવા અને મફત ઉપચાર યોજનાથી તેમને રાહત મળી છે.

English summary
Slamming opposition parties for creating hurdles in passing of the Food Security bill, Congress president Sonia Gandhi on Thursday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X