For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય સેનામાં હવે અનાથ યુવાનો પણ થશે સામેલ

|
Google Oneindia Gujarati News

Indian-Army-Soldiers
નવી દિલ્હી, 25 મેઃ ભારતીય સેનાએ અનાથ યુવકોને સેનામાં ભરતી થવાની તક આપવા માટે પોતાની ભરતીના નિયમોમાં છૂટ આપી છે. જેના કારણે હવે અનાથ યુવાનો પણ ભારતીય સેનામાં જોડાઇ શકશે.

સેના પ્રમુખ જનરલ વ્રિક્રમ સિંહએ અનાથ યુવકોની ભરતી માટે નિયમોમાં છૂટ આપવાનો નિર્ણય કર્યો છે, જેનાથી તેમને રક્ષાદળમાં સામેલ થવામાં મદદ મળશે, સેના અધિકારીઓએ જાણકારી આપી છે.

આ પૂર્વે, આવા યુવકોને પોતાના જન્મની સાચી તારીખ, માતા-પિતાનું નામ અને પોતાની જાતિ સંબંધી જાણકારી આપવામાં સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો.

અધિકારીઓએ જણાવ્યું કે હવેથી આવા યુવકોની જન્મતિથિના પ્રમાણના રૂપમાં મેટ્રિકનું પ્રમાણપત્ર આપવું પડશે, અન્ય નિયમોમાં પણ છૂટ આપવામાં આવી છે.

નવી નીતિઓ હેઠળ, માતા-પિતા અંગેની માહિતી નહીં હોવા પર ભરતી કેન્દ્રો દ્વારા અનાથાલયનું નામ સ્વીકૃત કરવામા આવશે.

જ્યાં સુધી જાતિ સંબંધ છે, અનાથોને અખિલ ભારતીય અખિલ જાતિ શ્રેણીમાં સામેલ કરવામાં આવશે. ભારતીય સેનામાં જાતિ એક મહત્વપૂર્ણ કારક છે, જેની જાતિ આધારિત ઇન્ફેટ્રી રેજીમેન્ટ છે.

English summary
Seeking to provide opportunities to orphan youth to join its ranks, the Indian Army has relaxed its recruitment rules to allow them to join the force.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X