For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Indian Navyને અમેરિકા પાસેથી મળ્યું P-8I વિમાન, ચીનની દરેક ચાલ પર નજર રાખશે

Indian Navyને અમેરિકા પાસેથી મળ્યું P-8I વિમાન, ચીનની દરેક ચાલ પર નજર રાખશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારતની વધતી તાકાત દુશ્મનો માટે માથાનો દુખાવો બનતો જઈ રહ્યો છે. ચીન અને પાકિસ્તાન ભારતની વધતી ક્ષમતાઓને જોઈ ચિંતિત થવા લાગ્યા છે. આ દરમ્યાન ભારતના સમુદ્રી પરાક્રમ પર વધુ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. સમુદ્રી પેટ્રોલિંગ અને એન્ટી સબમરીન યુદ્ધક વિમાન P-8Iને ભારતીય નેવીમાં સામેલ કરવામાં આવ્યું છે. અમરિકા સાથે થયેલ 1.1 અબજ ડૉલરની રક્ષા સમજૂતી અંતર્ગત કુલ ચાર P-8I વિમાન ભારતને મળ્યાં છે, જેમાનું પહેલું વિમાન બુધવારે ગોવા પહોંચ્યું.

p8i aircraft

પહેલેથી 8 વિમાન

P-8I અત્યાધુનિક સેંસરથી સજ્જ છે, જે હિંદ મહાસાગરમાં ચીનની હરકતો પર નજર રાખશે. બુધવારે સવારે આ વિમાન ગોવા સ્થિત મહત્વપૂર્ણ નેવલ બેસ આઈએનએસ હંસ પહોંચ્યું. જણાવી દઈએ કે ભારતીય નૌસેના પાસે પહેલેથી જ આઠ પી-8 આઈ વિમાન છે, જેમાંથી કેટલાકને પૂર્વી લદ્દાખમાં ચીની ગતિવિધિઓની દેખરેખ માટે તહેનાત કરવામાં આવ્યા છે.

2016માં ઓર્ડર આપ્યો હતો

ભારત પાસે જે આઠ P-8I વિમાન છે, તેના માટે જાન્યુઆરી 2009માં સરકારે 2.1 બિલિયન ડૉલરની સમજૂતી કરી હતી. આ વિમાન હાર્પૂન બ્લૉક-2 મિસાઈલો અને MK-54 લાઈટવેટ ટૉરપીડોથી સજ્જ છે. જે બાદ વર્ષ 2016માં રક્ષા મંત્રાલયે આવાં વધુ ચાર વિમાન ખરીદવાો ઓર્ડર આપ્યો હતો.

દુનિયામાં સૌથી મજબૂત છે ચીનની નેવી, અમેરિકાના રિપોર્ટમાં ખુલાસોદુનિયામાં સૌથી મજબૂત છે ચીનની નેવી, અમેરિકાના રિપોર્ટમાં ખુલાસો

તાકાતમાં વધારો થયો

પી-8I વિમાન લાંબી દૂરીનું એન્ટી- સબમરીન એરક્રાફ્ટ છે. માનવામાં આવી રહ્યું છે કે તેને હિંદ મહાસાગરમાં તહેનાત કરવામાં આવશે. નેવીમાં પી-8I સામેલ થવાથી હિંદ મહાસાગરમાં ભારતની તાકાતમાં જબરદસ્ત વધારો થયો છે. ચીન જમીન અને સમુદ્રી બંને રસ્તેથી પોતાના વિસ્તારવાદી નાપાક ઈરાદાને અંજામ આપવા માટે કુખ્યાત છે. માટે પી-8Iના રૂપમાં ભારતીય નૌસેનાને એક એવું હથિયાર મળી ગયું છે, જે ચીનની દરેક હરકતો પર બાજ નજર રાખશે.

English summary
P-8I aircraft reached goa naval base from america
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X