For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વધું મોંઘું થશે પેટ્રોલ, એક્ઝાઇઝ ડ્યુટીમાં થયો 3 રૂપિયાનો વધારો

કોરોના વાયરસની વિશ્વવ્યાપી અસર વિશ્વભરના વ્યવસાયો પર મોટો પ્રભાવ પાડી રહી છે. અત્યારે તેલ પર પ્રાઇઝ વોર છે. બીજી તરફ, ભારતમાં સરકારે લિટર દીઠ પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં વધારો કર્યો છે.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસની વિશ્વવ્યાપી અસર વિશ્વભરના વ્યવસાયો પર મોટો પ્રભાવ પાડી રહી છે. અત્યારે તેલ પર પ્રાઇઝ વોર છે. બીજી તરફ, ભારતમાં સરકારે લિટર દીઠ પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં વધારો કર્યો છે. આવી સ્થિતિમાં, પ્રાઇસ વોર વચ્ચે ક્રૂડ તેલની કિંમતમાં ઘટાડાનો ફાયદો હાલમાં ભારતના ગ્રાહકોને દેખાઈ રહ્યો નથી.

એક્સાઇજ ડ્યુટીમાં વધારો

એક્સાઇજ ડ્યુટીમાં વધારો

સત્તાવાર સૂચના મુજબ સરકારે શનિવારે ડીઝલ અને પેટ્રોલ પરની વિશેષ એક્સાઇઝ ડ્યુટીમાં પ્રતિ લીટર રૂ.3નો વધારો કર્યો છે. જ્યારે લિટર દીઠ એક રૂપિયો અને ઇન્ફ્રા સેસની જાહેરાત કરવામાં આવી છે. એક્સાઇઝ ડ્યુટીમાં વધારાથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થશે. આઇઓસીએલ વેબસાઇટ અનુસાર શનિવારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો થયો છે.

આ છે દેશભરના ભાવ

આ છે દેશભરના ભાવ

તે જ સમયે, શનિવારે પેટ્રોલના ભાવમાં લિટર દીઠ 13 પૈસાના ઘટાડાની નોંધણી કરવામાં આવી છે. દિલ્હીમાં શનિવારે પેટ્રોલનું વેચાણ લિટર દીઠ 69.87 રૂપિયા પર થઈ રહ્યું છે. કોલકાતા, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલ 72.57 રૂપિયા પ્રતિ લિટર વેચાઇ રહ્યું છે. તે જ સમયે, દિલ્હીમાં ડીઝલના ભાવમાં 31 પૈસાનો ઘટાડો થયો છે. દિલ્હીમાં લિટર દીઠ 62.58 રૂપિયા વેચાઇ રહ્યા છે.

આ છે દેશભરના ભાવ

આ છે દેશભરના ભાવ

જ્યારે કોલકાતામાં ડીઝલની કિંમત 16 પૈસા પ્રતિ લિટર નીચે આવી છે અને તે લિટર દીઠ 64.91 રૂપિયા પર વેચાઇ રહી છે. મુંબઈમાં ડીઝલની કિંમતમાં પ્રતિ લિટર 17 પૈસાનો ઘટાડો થયો છે અને તે 65.51 રૂપિયા પ્રતિ લિટર વેચાઇ રહ્યો છે. આ સિવાય ચેન્નાઈમાં ડીઝલની કિંમતમાં પ્રતિ લિટર 17 પૈસાનો ઘટાડો થયો છે અને તે લિટરદીઠ 66.02 પર વેચાઇ રહ્યો છે.

આ પણ વાંચો: કોરોના વાયરસથી દેશમાં બીજુ મોત, દિલ્લીમાં 65 વર્ષીય મહિલાનુ નિધન

English summary
Petrol will be more expensive, excise duty increased by Rs 3
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X