For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરદાર પટેલ વિના મહાત્મા ગાંધી અધૂરા લાગે છે: મોદી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 31 ઓક્ટોબર: દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઇ પટેલની જયંતિના અવસર પર કેન્દ્ર સરકાર દ્વારા રન ફૉર યુનિટીના નામથી એક ખાદ દોડનું આયોજન કરવામાં આવ્યું. દિલ્હીમાં આ દોડને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી બતાવીને રવાના કરી. સરદાર પટેલની જયંતિને રાષ્ટ્રીય એકતા દિવસના રૂપમાં ઉજવવામાં આવી રહી છે.

દિલ્હીમાં આ દોડ વિજય ચોકથી લઇને ઇન્ડિયા ગેટ સુધી આયોજિત કરવામાં આવી છે. રન ફૉર યૂનિટીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ દોડી રહ્યાં છે. રાજપથ પર વદાપ્રધાન નરેન્દ્ર મોદી હજારો લોકોની સાથે દોડ્યા હતા. તેમની સાથે વેંકૈયા નાયડૂ સહિત ઘણા મંત્રીઓ દોડ્યા હતા.

આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ઇતિહાસ પુરૂષ આગામી પેઢીમાં નવી ઉમંગ ભરે છે. સરદાર પટેલે ખેડૂતોને આઝાદીના આંદોલનથી જોડીને અંગ્રેજી સલ્તનતને હલાવી દિધી હતી. તે દેશની એકતા માટે સમર્પિત છે. તેમણે દેશને એકતાના સૂત્રમાં બાંધ્યો હતો. સરદાર પટેલ અને મહાત્મા ગાંધીની જોડી અદભૂત હતી. વડાપ્રધાને કહ્યું હતું કે વારસાના વિચારસણીના વર્તુળમાં ન વેંચો. આપણે એકતાના મંત્રને આગળ વધવાનું છે.

રાજપથથી શરૂ થઇને ઇન્ડિયા ગેટ પર ખતમ થનાર આ દોડમાં 10 હજારથી વધુ લોકો સામેલ થયા. રાજધાની દિલ્હી ઉપરાંત ઘણા બીજા શહેરોમાં પણ આ પ્રકારની દોડનું આયોજન કરવામાં આવ્યું છે. 'રન ફૉર યૂનિટી'નો હેતું લોકોમાં એકતા અને ભાઇભારો વધારવાનો છે. સરકાર દ્વારા તેના માધ્યમથી સરદાર પટેલના વિચારોને પણ લોકો સુધી પહોંચાડવાના પ્રયત્નમાં છે.

નરેન્દ્ર મોદીએ સવારે 7.30 વાગે સંસદ માર્ગ સ્થિત સરદાર પટેલ ચોક પર સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રીની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પિત કરી ત્યારબાદ જ્યારે વિજય ચોક પર 'રન ફૉર યુનિટી' ના સહભાગીઓને સંબોધિત કર્યા. નરેન્દ્ર મોદીએ સવારે 8 વાગે એકતા શપથ અપાવી. વિજય ચોકથી ઇન્ડિયા ગેટ સુધીની દોડને નરેન્દ્ર મોદીએ સવા આઠ વાગે લીલી ઝંડી બતાવી. અત્રે ઉલ્લેખનીય છે કે સરકારે જાહેરાત કરી હતી કે દર વર્ષે 31 ઓક્ટોબરના રોજ સરદાર પટેલ જયંતિ ભારતને સંગઠિત કરવાના તેમના પ્રયત્નોને શ્રદ્ધાંજલિ આપતાં રાષ્ટ્રીય એકતા દિવસના રૂપમાં ઉજવશે.

વિજય પથ પર રન ફૉર યૂનિટીને લીલી ઝંડી આપ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે પોતાના સિદ્ધાંતોના આધાર પર દેશને ઇતિહાસ અને વારસાને વિભાજિત ન કરવો જોઇએ. નરેન્દ્ર મોદીએ સરદાર પટેલની જયંતિના અવસર પર અહીં દેશવાસીઓને સંબોધિત કરતાં કહ્યું હતું કે જે દેશ ઇતિહાસને ભૂલી જાય છે, તે ઇતિહાસ ન બનાવી શકે, એટલા માટે આંકાક્ષાઓથી ભરેલા દેશ, એક દેશ જેના યુવાનો સપનાઓથી ભરેલા છે, તેના માટે અમે આપણી ઐતિહાસિક હસ્તીઓને ભૂલવી ન જોઇએ. દેશને પોતાના સિદ્ધાંતોના આધાર પર ઇતિહાસ અને વારસાને વિભાજિત ન કરવો જોઇએ.

modi-run-for-unity-1

નરેન્દ્ર મોદીએ આ અવસર પર કહ્યું કે જે પ્રકારે રામકૃષ્ણ પરમહંસ વિના સ્વામી વિવેકાનંદ અધૂરા લાગે છે. તે જ પ્રકારે મહાત્મા ગાંધી પણ સરદાર સાહેબ વિના અધૂરા લાગે છે. વિજય ચોક પર દોડ માટે લીલી ઝંડી બતાવ્યા બાદ નરેન્દ્ર મોદી રાજપથ પર ચાલતાં ઇન્ડિયા ગેટ તરફ ગયા. આ દોડમાં હજારો લોકોએ ભાગ લીધો હતો.

English summary
Prime Minister Narendra Modi flagged off the 'Run for Unity' here on Friday on the occasion of the birth anniversary of Sardar Vallabhbhai Patel, which is being commemorated as Rashtriya Ekta Diwas.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X